પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ત્રણ વર્ષ માટે 22માં ભારતીય કાયદા પંચનું ગઠન કરવા માટે મંજૂરી આપી હતી. સત્તાવાર રાજપત્રમાં આ પંચના ગઠનનો આદેશ પ્રસિદ્ધ થયા તારીખથી ત્રણ વર્ષના સમયગાળા માટે પંચને મંજૂરી આપવામાં આવી છે.
લાભો
સરકારને કાયદાના વિવિધ પાસાઓ વિશે વિશિષ્ટ સંગઠનની ભલામણોનો લાભ થશે જે તેના સંદર્ભની શરતો અનુસાર તેના અભ્યાસ અને ભલામણો માટે પંચને સોંપવામાં આવે છે.
કાયદા પંચ, કેન્દ્ર સરકાર અથવા સુઓ-મોટો દ્વારા કરવામાં આવેલા સંદર્ભ અનુસાર, કાયદા પર સંશોધન કરશે અને ભારતમાં વર્તમાન કાયદામાં સુધારા માટે સમીક્ષા કરશે તેમજ નવા કાયદાઓ લાવશે. તે ન્યાય પ્રક્રિયામાં થતા વિલંબને દૂર કરવા, કેસોના ઝડપી નિકાલ માટે, દાવાઓના ખર્ચમાં ઘટાડો કરવો વગેરે માટે ન્યાયતંત્રમાં થતા વિલંબને દૂર કરવા માટે જરૂરી સુધારા લાવવા અભ્યાસ અને સંશોધનનું કામ પણ કરશે.
ભારતીય કાયદા પંચની આ ભૂમિકા રહેશે: –
આ પંચ પોતાની ભલામણોને અંતિમ સ્વરૂપ આપતા પહેલાં પોતાને જરૂર જણાય તે અનુસાર, નોડલ મંત્રાલય / વિભાગ (વિભાગો) તથા અન્ય હિતધારકોની સલાહ લેશે.
પૃષ્ઠભૂમિ
ભારતીય કાયદા પંચ એ બિન-બંધારણીય સંગઠન છે જેની રચના સમય સમયે ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે. મૂળરૂપે 1955માં આ પંચનું ગઠન કરવામાં આવ્યું હતું અને દર ત્રણ વર્ષે તેનું ફરી ગઠન કરવામાં આવે છે. એકવીસમા ભારતીય કાયદા પંચનો સમયગાળો 31 ઓગસ્ટ 2018 સુધીનો હતો.
દેશમાં પ્રગતિશીલ વિકાસ અને કાયદાની સંહિતા બનાવવામાં વિવિધ કાયદા પંચનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. કાયદા પંચે અત્યાર સુધીમાં 277 અહેવાલો રજૂ કર્યા છે.
22મું કાયદા પંચ સત્તાવાર રાજપત્રમાં તેના આદેશના પ્રકાશનની તારીખથી ત્રણ વર્ષ માટે ગઠિત કરવામાં આવશે. તેમાં સામેલ હશે:
SD/DS/GP/RP