પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠકે‘ભૂસ્તરશાસ્ત્ર અને ખનીજ સંસાધનોના ક્ષેત્રમાં સહયોગ’ સાધવા માટે જીયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા (જીએસઆઈ), ભારતના ખાણ મંત્રાલય તથા જીયોલોજીકલ સર્વે ઓફ બ્રાઝિલ – સીપીઆરએમ, ફેડરેટીવ રિપબ્લિક ઓફ બ્રાઝિલના ખાણ અને ઉર્જા મંત્રાલય વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી દીધી છે.
આ એમઓયુ ભૂસ્તરશાસ્ત્ર અને ખનીજ સંસાધનોના ક્ષેત્રમાં જીયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, ભારત સરકારના ખાણ મંત્રાલય અને જીયોલોજીકલ સર્વે ઓફ બ્રાઝિલ– સીપીઆરએમ, ફેડરેટીવ રિપબ્લિક ઓફ બ્રાઝિલના ખાણ અને ઊર્જા મંત્રાલય વચ્ચે એક સંસ્થાગત વ્યવસ્થાતંત્ર પૂરું પાડશે.
NP/RP/DS