Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કિર્લોસ્કર બ્રધર્સ લિ.ની શતાબ્દી ઉજવણીમાં હાજરી આપી


પ્રધાનમંત્રીએ કહ્યું કે, ‘ઉદ્દેશ સાથે સુધારણા, પ્રામાણિકતા સાથે પાલન કરવું, તીવ્રતા સાથે પરિવર્તન કરવું’,

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં આયોજિત કિર્લોસ્કર બ્રધર્સ લિમિટેડ (કેબીએલ) ની શતાબ્દી ઉજવણીમાં હાજરી આપી. પ્રધાનમંત્રીએ કેબીલના 100 વર્ષ પૂરા થવા પર એક ટપાલ ટિકિટ બહાર પાડી. પ્રધાનમંત્રીએ કિર્લોસ્કર બ્રધર્સના સ્થાપક સ્વ.શ્રી લક્ષ્મણરાવ કિર્લોસ્કરના જીવનચરિત્રના હિન્દી સંસ્કરણ “Yantrik ki Yatra – The man who made machines.’’ નું અનાવરણ પણ કર્યું

કિર્લોસ્કર બ્રધર્સ લિમિટેડને તેમના શતાબ્દી ઉજવણી બદલ અભિનંદન આપતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે જોખમો લેવાની, નવા ક્ષેત્રમાં આગળ વધવાની આ ભાવના હજી પણ દરેક ભારતીય ઉદ્યોગસાહસિકની ઓળખ છે. ભારતના ઉદ્યોગસાહસિકો દેશના વિકાસ માટે તેમની ક્ષમતા અને સફળતાનો વિસ્તાર કરવા માટે અધીરા છે.

પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આજે જ્યારે આપણે નવા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ, ત્યારે આપણે નવા દાયકામાં પ્રવેશ કરી રહ્યા છીએ, મને એમ કહેવામાં કોઈ ખચકાટ નથી કે આ દાયકો ભારતીય ઉદ્યોગ સાહસિકો માટે હશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દેશની જનતાની સાચી શક્તિ ફક્ત ત્યારે જ સામે આવી શકે છે જ્યારે ભારત સરકાર, ભારતીય ઉદ્યોગ માટે અડચણરૂપ નહીં, પરંતુ તેમના ભાગીદાર તરીકે ઉભી રહે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ‘ઇરાદા સાથે સુધારણા, પ્રામાણિકતા સાથે પરફોર્મ કરો, તીવ્રતા સાથે પરિવર્તન’ એ અમારો અભિગમ રહ્યો છે. અમે એક શાસન માટે પ્રયત્ન કર્યો છે જે વ્યાવસાયિક અને પ્રક્રિયા આધારિત હોય. છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં અખંડિતતા અને સંપૂર્ણ પારદર્શિતા સાથે કામ કરવાનું વાતાવરણ છે. આનાથી દેશને મોટા લક્ષ્યો નક્કી કરવા અને સમયસર તેમને પ્રાપ્ત કરવાની હિંમત મળી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું, “નાણાકીય વર્ષ 2018-19માં યુપીઆઈ દ્વારા લગભગ 9 લાખ કરોડ રૂપિયાની લેવડ દેવડ થઈ હતી. આ નાણાકીય વર્ષમાં ડિસેમ્બર સુધીમાં માત્ર યુપીઆઈ દ્વારા આશરે 15 લાખ કરોડ રૂપિયાની લેણદેણ કરવામાં આવી છે. તમે અંદાજ લગાવી શકો છો કે દેશ ડિજિટલ ટ્રાંજઝેક્શનને કેટલી ઝડપથી અપનાવી રહ્યું છે. ઉજાલા યોજનાને ગઈકાલે માત્ર 5 વર્ષ પૂરા થયા છે. આપણા બધા માટે તે સંતોષની વાત છે કે દેશભરમાં 36 કરોડથી વધુ એલઇડી બલ્બનું વિતરણ કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે “તેવી જ રીતે મેક ઈન ઈન્ડિયા અભિયાનની સફળતાની વાતો એ આપણા ઉદ્યોગની શક્તિ છે. મને ભારતીય ઉદ્યોગના દરેક ક્ષેત્રની સફળતાની ગાથાઓ જોઈએ છે.’

NP/GP/DS