Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે અટલ ભૂજલ યોજનાને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે રૂ. 6000 કરોડનાં કુલ ખર્ચ સાથે કેન્દ્રીય ક્ષેત્રની યોજના અટલ ભૂજલ યોજના (અટલ જલ)ના અમલીકરણ માટે એની મંજૂરી આપી દીધી છે, જેનો અમલ પાંચ વર્ષનાં ગાળા (વર્ષ 2020-21થી 2024-25)માં થશે.

 

આ યોજનાનો ઉદ્દેશ દેશનાં સાત રાજ્યો – ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં ઓળખ કરાયેલા પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોમાં સામુદાયિક ભાગીદારી દ્વારા ભૂગર્ભ જળનું વ્યવસ્થાપન સુધારવાનો છે. આ યોજનાનો અમલ થવાથી આ રાજ્યોમાં 78 જિલ્લાઓમાં આશરે 8350 ગ્રામ પંચાયતોને લાભ થવાની અપેક્ષા છે. અટલ જલ પંચાયત સંચાલિત ભૂગર્ભ જળનાં વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપશે અને માગ તરફનાં વ્યવસ્થાપન પર મુખ્યત્વે ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે વર્તણૂકમાં પરિવર્તનને વેગ આપશે.

 

કુલ રૂ. 6000 કરોડનાં ખર્ચમાંથી 50 ટકા ખર્ચ વિશ્વ બેંકની લોન સ્વરૂપે પૂર્ણ કરવામાં આવશે અને એની પુનઃચુકવણી કેન્દ્ર સરકાર કરશે. બાકીનાં 50 ટકા ખર્ચનું વહન નિયમનકારક અંદાજપત્રીય સમર્થનમાંથી કેન્દ્રીય સહાય દ્વારા થશે. વિશ્વ બેંકની સંપૂર્ણ લોનનો હિસ્સો અને કેન્દ્રીય સહાય રાજ્ય સરકારોને સહાય સ્વરૂપે આપવામાં આવશે.

 

અટલ જલ યોજના મુખ્યત્વે બે ઘટક ધરાવે છેઃ

 

  1. રાજ્યોમાં ભૂગર્ભ જળનાં સતત વ્યવસ્થાપન માટે સંસ્થાગત વ્યવસ્થાને મજબૂત કરવા માટે સંસ્થાકીય ક્ષમતા વધારવી અને ક્ષમતા નિર્માણનાં ઘટકની ગુણવત્તા સુધારવી, જેમાં યોજનાના અમલ પર નજર રાખવા માટેનાં નેટવર્કમાં સુધારો કરવો, ક્ષમતા નિર્માણ, જળ વપરાશકર્તા સંગઠનની ક્ષમતા વધારવી વગેરે બાબતો સામેલ છે.

 

  1. પ્રોત્સાહક ઘટક, જે ભૂગર્ભ જળના વ્યવસ્થાપનની પ્રેક્ટિસમાં સુધારો કરવામાં સફળતા માટે રાજ્યોને પ્રોત્સાહન આપવું, જેમાં આંકડાઓનો પ્રસાર, જળ સુરક્ષા યોજનાઓની તૈયારી, ચાલુ યોજનાઓના રૂપાંતરણ મારફતે વ્યવસ્થાપન હસ્તક્ષેપોનો અમલ, માગ તરફની વ્યવસ્થાપનની પદ્ધતિનો સ્વીકાર કરવો વગેરે.

 

અટલ જલ યોજનાનાં નીચેનાં પરિણામો મળશે:  

 

  1. ભૂગર્ભ જળના નેટવર્ક પર નજર રાખવા માટે સંસ્થાકીય ક્ષમતા અને વિવિધ સ્તરે હિતધારકોની ક્ષમતા ઊભી કરવી, જે ભૂગર્ભ જળનો સંગ્રહ, આદાનપ્રદાન, વિશ્લેષણ અને વહેંચણીમાં વધારો કરશે.

 

  1. સંશોધિત ડેટાબેઝને આધારે જળ પુરવઠાનો વાસ્તવિક અંદાજ મેળવવો અને એમાં સુધારો કરવો તેમજ પંચાયત સ્તરે સમુદાય સંચાલિત જળ સુરક્ષા યોજનાઓની તૈયારી કરવી

 

        iii.     ભારત સરકારની અને રાજ્ય સરકારોની વિવિધ ચાલુ/નવી યોજનાઓનાં સમન્વય મારફતે જળ સુરક્ષા યોજનાઓનો અમલ કરવો, જેથી ભૂગર્ભ જળનાં સતત વ્યવસ્થાપન માટે ફંડનો ઉચિત અને અસરકારક ઉપયોગ કરવાની સુવિધા આપવી

 

  1. સૂક્ષ્મ-સિંચાઈ કે ટપક-સિંચાઈ, પાકમાં વિવિધતા, વીજળીનાં ફીડરનું અલગીકરણ વગેરે જેવા માગ તરફનાં પગલાં પર ભાર મૂકીને ઉપલબ્ધ ભૂગર્ભ જળ સંસાધનોનો અસરકારક રીતે ઉપયોગ કરવો

 

અસર:

 

  1. સ્થાનિક સમુદાયની સક્રિય ભાગીદારી સાથે પ્રોજેક્ટનાં વિસ્તારમાં જલ જીવન અભિયાન માટે સંસાધનો ટકાઉ બનશે.

 

  1. ખેડૂતોની આવક બમણી કરવાનાં લક્ષ્યાંકને પાર પાડવામાં પ્રદાન કરશે.

 

  1. સહભાગી ભૂગર્ભ જળનાં વ્યવસ્થાપનને પ્રોત્સાહન મળશે.

 

  1. મોટા પાયે અને પાકની સંશોધિત પેટર્ન પર પાણીના અસરકારક ઉપયોગમાં સુધારો

 

  1. ભૂગર્ભ જળનાં સંસાધનોના અસરકારક અને સમાન ઉપયોગને પ્રોત્સાહન તથા સામુદાયિક સ્તરે વર્તણૂંકમાં પરિવર્તન

 

 પૃષ્ઠભૂમિ:

 

દેશમાં કુલ સિંચિત વિસ્તારના આશરે 65 ટકા હિસ્સો ભૂગર્ભ જળનો છે. વળી ભૂગર્ભ જળ આશરે 85 ટકા ગ્રામીણ વિસ્તારોમાં પીવાનું પાણીનો પુરવઠો પૂરો પાડે છે. દેશમાં ભૂગર્ભ જળનાં મર્યાદિત સંસાધનો જોખમમાં છે, જે માટે વસતિની સતત વધતી માગ, શહેરીકરણ અને ઔદ્યોગિકીકરણ છે. ઘણા વિસ્તારોમાં સઘન અને નિયમન ન થયું હોય એવા ભૂગર્ભ જળને ખેંચવાથી એના સ્તરમાં ઝડપથી અને મોટા પાયે ઘટાડો થયો છે તેમજ ભૂગર્ભ જળનાં માળખાનાં ટકાઉપણામાં ઘટાડો થયો છે. ભૂગર્ભ જળની ઉપલબ્ધતામાં ઘટાડાની સમસ્યાથી દેશનાં કેટલાંક વિસ્તારોમાં ભૂગર્ભ જળની ગુણવત્તા વધારે નબળી પડી છે. વધારે વપરાશ, પ્રદૂષણ અને પર્યાવરણની સંલગ્ન અસરને કારણે ભૂગર્ભ જળ પર દબાણ વધવાથી દેશની ખાદ્ય સુરક્ષા પર જોખમ ઊભું થયું છે. જ્યાં સુધી નિવારણાત્મક/સુધારાલક્ષી પગલાં પ્રાથમિકતાનાં ધોરણે નહીં લેવામાં આવે, ત્યાં સુધી આ જોખમમાં વધારો થશે.

 

જલ શક્તિ મંત્રાલયનાં જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા નવિનીકરણ વિભાગે અટલ ભૂજલ યોજના (અટલ જલ) દ્વારા દેશમાં ભૂગર્ભ જળ સંસાધનોની ટકાઉક્ષમતા લાંબા ગાળે માટે વધારવા પથપ્રદર્શક પહેલ હાથ ધરી છે, જે માટે સાત રાજ્યોમાં તાલુકાઓની ઓળખ કરીને ‘ટોપ ડાઉન’ અને ‘બોટમ અપ’ અભિગમને અપનાવ્યો છે. આ રાજ્યો ભૌગોલિક, આબોહવા અને જળવિદ્યુત તથા સાંસ્કૃતિક સેટિંગ્સનું પ્રતિનિધિત્વ કરે છે. અટલ જલની ડિઝાઇનનો મુખ્ય ઉદ્દેશ સહભાગી ભૂગર્ભ જળના વ્યવસ્થાપન માટે સંસ્થાગત માળખું મજબૂત કરવાનો અને ભૂગર્ભ જળનાં સંસાધનોનાં કાયમી વ્યવસ્થાપન માટે સામુદાયિક સ્તરે વર્તણૂકમાં પરિવર્તન લાવવાનો છે. આ યોજનાનો અમલ વિવિધ હસ્તક્ષેપો દ્વારા કરવામાં આવશે, જેમાં જાગૃતિ કાર્યક્રમો, ક્ષમતા નિર્માણ, વર્તમાન/નવી યોજનાઓનું રૂપાંતરણ અને કૃષિ પદ્ધતિઓમાં સુધારો વગેરે સામેલ છે.

 

NP/RP/DS