Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સુબ્રમણ્યમ ભારતીની જયંતી પર એમને યાદ કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુબ્રમણ્યમ ભારતીને તેમની જન્મજયંતી નિમિત્તે યાદ કર્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “મહાન સુબ્રમણ્યમ ભારતીને તેમની જન્મજયંતી પ્રસંગે યાદ કરું છુ. ‘મહાકવિ ભરતિયાર’ ના રૂપમાં જાણીતા ભારતી દેશભક્તિ, સમાજ સુધારણા, કાવ્ય પ્રતિભા અને નિર્ભયતાના અદમ્ય ઉદાહરણનું પ્રતીક છે. તેમના વિચારો અને કાર્યો હંમેશાં આપણને બધાને પ્રેરણા આપે છે.

સુબ્રમણ્યમ ભારતી ન્યાય અને સમાનતામાં સૌથી વધુ વિશ્વાસ ધરાવતા હતા. તેમણે એકવાર કહ્યું હતું, ‘જો કોઈ માણસ ભૂખમરાથી પીડાય છે, તો આપણે આખી દુનિયાનો નાશ કરીશું.’ તે માનવપીડા ઘટાડવા અને સશક્તીકરણમાં આગળ વધવા પ્રત્યેનું તેમનું વલણ દર્શાવે છે. ”

RP/DS