Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે પ્રવાસન ક્ષેત્રમાં સાથસહકાર વધારવા ભારત અને ફિનલેન્ડ વચ્ચે થયેલા એમઓયુને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં પ્રવાસન ક્ષેત્રમાં ભારત અને ફિનલેન્ડ વચ્ચે થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપવામાં આવી છે.

  

ફાયદા:

 

        આ સમજૂતીકરારનાં મુખ્ય ઉદ્દેશો નીચે મુજબ છે:

 

  • પ્રવાસનનાં ક્ષેત્રમાં દ્વિપક્ષીય સાથસહકારને પ્રોત્સાહન આપવા સંબંધો વધારવાનો આધાર ઊભો કરવો

 

  • પ્રવાસન ક્ષેત્ર સાથે સંબંધિત ડેટા, જ્ઞાન, જાણકારી, કુશળતા વગેરેનું આદાનપ્રદાન કરવું

 

  • પ્રવાસન નીતિનાં આયોજન, અમલીકરણ અને વિકાસમાં નીતિઓ, નિયમો બનાવવા અને ધારાધોરણો સ્થાપિત કરવા અનુભવો એકબીજા સાથે વહેંચવા

 

  • મુલાકાતો, બેઠકો, કાર્યશાળાઓ, સહ-સર્જન સત્રો અને સાઇટનું મૂલ્યાંકન દ્વારા કંપનીઓ અને સંસ્થાઓ વચ્ચે પાર્ટનરશિપ વધારવા માટે સહિયારા પ્રોજેક્ટ હાથ ધરવા, પ્રાયોગિક પ્રોજેક્ટ હાથ ધરવા અને ભાગીદારીઓ વધારવી

 

  • કાર્યશાળાઓ દ્વારા શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાનપ્રદાન કરવું તથા ફિનલેન્ડ અને ભારતનાં નિષ્ણાતો માટે સાથસહકાર વધારવા કુશળ લોકોની અભ્યાસ મુલાકાતો ગોઠવવી.

 

  • બહુપક્ષીય વિકાસ કાર્યક્રમો તથા આંતરરાષ્ટ્રીય નામાકીય સંસ્થાઓનાં પ્રોજેક્ટના સંદર્ભમાં ભાગીદારી વધારવા પ્રોત્સાહન આપવું, જેમાં બંને સહભાગીઓ સમાન હિતો ધરાવે છે

 

પૃષ્ઠભૂમિ:

 

  1. ભારત અને ફિનલેન્ડ મજબૂત રાજદ્વારી અને લાંબા ગાળાનાં આર્થિક સંબંધો ધરાવે છે. બંને દેશોએ હવે ભારત સરકારનાં પ્રવાસ મંત્રાલય અને ફિનલેન્ડ સરકારના આર્થિક બાબતો અને રોજગારી મંત્રાલય વચ્ચે પ્રવાસન ક્ષેત્રમાં સાથસહકાર વધારવા સમજૂતીકરાર કર્યા છે, જે બંને દેશો વચ્ચેનાં સંબંધોને વધારે ગાઢ બનાવશે અને વધુ વિકસાવશે.

 

  1. ફિનલેન્ડનાં પ્રવાસીઓ માટે ભારત વિકસતું બજાર છે. વર્ષ 2018માં 21,239 ફિનિશ પ્રવાસીઓએ ભારતની મુલાકાત લીધી હતી. ફિનલેન્ડ સાથે સમજૂતીકરારથી આ સ્ત્રોત બજારમાંથી ભારતમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે.

RP/DS