Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિલ ગેટ્સને મળ્યાં


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બિલ એન્ડ મિલિન્દા ગેટ્સ ફાઉન્ડેશનનાં સહ-અધ્યક્ષ શ્રી બિલ ગેટ્સ સાથે બેઠક યોજી હતી. શ્રી ગેટ્સ ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યાં છે. મોદી અને ગેટ્સ અગાઉ સપ્ટેમ્બર મહિનામાં ન્યૂયોર્કમાં મળ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, શ્રી મોદી સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્રની મહાસભાની મુલાકાતે ગયા હતાં.

શ્રી બિલ ગેટ્સે સતત વિકાસ લક્ષ્યાંકો (એસડીજી)ને પ્રાપ્ત કરવા માટે ભારતનાં પ્રયાસો, ખાસ કરીને આરોગ્ય, પોષણ, સ્વચ્છતા અને કૃષિનાં ક્ષેત્રમાં થઇ રહેલા પ્રયાસોને ટેકો આપવાની એમનાં ફાઉન્ડેશનની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

શ્રી ગેટ્સે મુખ્ય કેન્દ્રિત ક્ષેત્ર તરીકે પોષણને પ્રાથમિકતા આપવાના મુદ્દે પ્રધાનમંત્રીની પ્રશંસા કરી હતી તેમજ રાષ્ટ્રીય પોષણ અભિયાન હેઠળ મોદી સરકારે હાથ ધરેલા પ્રયાસોને બિરદાવ્યાં હતાં.

તેમણે નવા વિચારો પણ પ્રસ્તુત કર્યા હતાં, જેનાથી કૃષિ ઉત્પાદકતા અને વ્યવસ્થાની કામગીરીમાં વધારો કરવામાં મદદ મળી શકે છે, જેમાં ખાસ ધ્યાન ગરીબો માટે સુલભતા વધારવા અને વંચિતોનાં ઉત્થાન માટેનાં પ્રયાસો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રીએ બિલ એન્ડ મિલિન્દા ગેટ્સ ફાઉન્ડેશનનાં પ્રયાસોની પ્રશંસા કરી હતી તથા સરકાર ફાઉન્ડેશન દ્વારા પ્રદર્શિત કુશળતા અને જવાબદારીનાં મૂલ્યોને કેવી રીતે મહત્ત્વ આપે છે એ પ્રદર્શિત કર્યું હતું. તેમણે સૂચન કર્યું હતું કે, આરોગ્ય, પોષણ, કૃષિ અને પર્યાવરણને અનુકૂળ ઊર્જાનાં ક્ષેત્રોમાં ડેટા અને પુરાવા આધારિત કાળજીપૂર્વક વિચારેલા હસ્તક્ષેપો અને સહયોગમાં વિકાસલક્ષી કામગીરીને વેગ આપવામાં કેવી રીતે મદદરૂપ થઈ શકે છે.

શ્રી બિલ ગેટ્સ એમની ઇન્ડિયા લીડરશિપ ટીમનાં મુખ્ય સભ્યો સાથે પ્રધાનમંત્રીને મળ્યાં હતાં.

RP