Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

જર્મની સાથે આંતર-સરકારી પરામર્શ થકી દ્રીપક્ષીય સંબંધો ગાઢ બન્યા છેઃ પ્રધાનમંત્રી 


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત-જર્મની વચ્ચેના દ્રીપક્ષીય સંબંધો લોકશાહી અને કાયદાના શાસનમાં મૂળભૂત વિશ્વાસ ઉપર આધારિત છે.

આંતર-સરકારી પરામર્શોની ભૂમિકાની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ વિશિષ્ટ વ્યવસ્થાતંત્રે નવી અને અદ્યતન ટેક્નોલોજી, ઇ-મોબિલિટી, ફ્યૂઅલ સેલ ટેક્નોલોજી, સ્માર્ટ સિટી, આંતર જળમાર્ગો, તટીય સંચાલન, નદીઓની સફાઇ, પર્યાવરણીય સંરક્ષણ વગેરે જેવા ક્ષેત્રોમાં ભારત અને જર્મનીના દ્રીપક્ષીય સંબંધોને ગાઢ બનાવવામાં મદદ કરી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં જર્મનીના ચાન્સેલર સાથે સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન પ્રારંભિક નિવેદન આપી રહ્યાં હતા.

જર્મનીના ચાન્સેલર ડૉ.એન્જેલા મર્કેલ અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત-જર્મનીના સંબંધોને મજબૂત બનાવવામાં ચાન્સેલર મર્કેલે ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત નિકાસ નિયંત્રણ ક્ષેત્રો અને અન્ય આંતરરાષ્ટ્રીય મંચોમાં ભારતની સદસ્યતાને ટેકો આપવા બદલ જર્મનીનું આભારી છે.

તેમણે જણાવ્યું હતું કે બન્ને દેશો સુરક્ષા પરિષદ, સંયુક્ત રાષ્ટ્રો અને અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં હાથ ધરાયેલા સહકાર ચાલુ રાખશે.