Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળેઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલિસના જનરલ ડ્યુટી (એક્ઝિક્યુટિવ) ગ્રૂપ ‘A’ અને બિન-GD સંવર્ગની કેડર સમીક્ષાને મંજૂરી આપી


 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળેઇન્ડો-તિબેટિન બોર્ડર પોલીસ (ITBP)ના જનરલ ડ્યુટી (એક્ઝિક્યુટિવ) ગ્રૂપ “A” અને નોન-GD સંવર્ગની સમીક્ષાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ અંગે નીચેના નિર્ણયો લેવામાં આવ્યાં છેઃ

  1. ITBPની વરિષ્ઠ ડ્યુટીમાં નિરીક્ષણ સ્ટાફમાં વધારો કરવા માટે ગ્રૂપ ‘A’ GD (એક્ઝિક્યુટિવ) કેડર અને બિન-GD કેડરની વિવિધ રેન્કમાં અપર મહાનિદેશકની કેડરની સમીક્ષા કરવાનો નિર્ણય.
  2. અપર મહાનિદેશકનાનેતૃત્વમાં અનેમહાનિરીક્ષકનાં સહયોગથીબે નવા કમાન્ડ (ચંદીગઢ ખાતે પશ્ચિમ કમાન્ડ અને ગુવાહાટી ખાતે પૂર્વીય કમાન્ડ)ની રચના.

મુખ્ય અસરોઃ

  • ITBPમાં ગ્રૂપ ‘A’ના હોદ્દાઓના સર્જન બાદ, દળની નિરીક્ષણ અસરકારકતા અને ક્ષમતા નિર્માણમાં વધારો થશે. દળમાં ગ્રૂપ ‘A’ના હોદ્દાઓની કેડર સમીક્ષામાં પ્રસ્તાવિત હોદ્દાઓના સમયસર સર્જનથી તેનાનિરીક્ષણની સાથે સાથે વહીવટી ક્ષમતાઓમાં વધારો થશે.
  • ગ્રૂપ ‘A’ એક્ઝિક્યુટિવ જનરલ ડ્યુટીમાં 60 હોદ્દાઓ અને વિવિધ સ્તરોએ ગ્રૂપ ‘A’ નોન-GDમાં 02 હોદ્દાઓના સર્જન માટે પ્રસ્તાવ.
  • અપર મહાનિદેશક અને મહાનિરીક્ષકના સહયોગથીબે નવા કમાન્ડ (ચંદિગઢ ખાતે પશ્ચિમ કમાન્ડ અને ગુવાહાટી ખાતે પૂર્વીય કમાન્ડ)ના સર્જન માટે પ્રસ્તાવ.

અસરોઃ

ઔપચારિક નોટિફિકેશન/મંજૂરીની પ્રાપ્તિ પર, નવા સર્જાયેલા હોદ્દાઓ ભરતી નિયમોની જોગવાઇ અનુસાર ભરવામાં આવશે.

મુખ્ય વિશેષતાઓઃ

  1. GD કેડર

ગ્રૂપ ‘A’ હોદ્દાઓના પ્રવર્તમાન માળખામાં 1147થી વધારો થઇને 1207 હોદ્દાઓ નીચે મુજબ રહેશેઃ-

  1. અપર મહાનિદેશકના 02 હોદ્દાઓનો વધારો
  2. મહાનિરીક્ષકના 10 હોદ્દાઓનો વધારો
  3. ઉપમહાનિરીક્ષકના 10 હોદ્દાઓનો વધારો
  4. કમાન્ડન્ટના 13 હોદ્દાઓનો વધારો
  5. 21-Cના 16 હોદ્દાઓનો વધારો
  6. ઉપ કમાન્ડના 09 હોદ્દાઓનો વધારો
  1. નોન-GD કેડર
  2. મહાનિદેશકના 02 હોદ્દાઓનો વધારો

પૂર્વભૂમિકા:

વર્ષ 1962માં આપણી ઉત્તરીય સરહદો પર ચીનના આક્રમણના પગલે ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ દળની રચના કરવામાં આવી હતી. પહેલીવાર ચાર સેવા બટાલિયન સાથે દળની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ 1978 અને 1987માં અનુક્રમે પુનર્ગઠન અને કેડર પુનઃરચનાના આધારે જરૂરિયાતના આધારે દળમાં અનેકગણું વિસ્તરણ કરવામાં આવ્યું હતું.

દળની પ્રથમ કેડર સમીક્ષા 1988માં કરવામાં આવી હતી અને દળની ક્ષમતા વધારીને 27,298 કરવામાં આવી હતી. ત્યારબાદ 2001માં દળની બીજી કેડર સમીક્ષા હાથ ધરાઇ હતી અને તેની ક્ષમતા વધારીને 32,386 કરવામાં આવી હતી. દળની વર્તમાન ક્ષમતા 89,429 છે.

વર્તમાનમાં DGની એક પોસ્ટ જે દળના વડા છે અને દળના વડામથકે ADGનો એક હોદ્દો છે. દળમાં ઇન્સપેક્ટર જનરલ/GD (એક્ઝિક્યુટિવ)ના 10 હોદ્દાઓ પ્રમાણિત છે. DG અને ADGના હોદ્દાઓ IPS અધિકારીઓ દ્વારા પ્રતિનિયુક્તિના ધોરણે ભરવામાં આવે છે, જ્યારે ઇન્સપેક્ટર જનરલના હોદ્દામાં, 50% પ્રતિનિયુક્તિના ધોરણે ભરવામાં આવે છે, જ્યારે ડેપ્યુટી મહાનિરીક્ષક(DIG)ના સ્તરે કેડરના અધિકારીઓમાંથી પદોન્નતિના આધારે 80% હોદ્દાઓ ભરવામાં આવે છે.

 

DS/RP