Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

2018ની બેચના આઈપીએસ પ્રોબેશનર અધિકારીઓએપ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી


2018ની બેચના 126 આઈપીએસ પ્રોબેશનર અધિકારીઓએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

પ્રોબેશનર અધિકારીઓ સાથે વાતચીત કરતા પ્રધાનમંત્રીએ યુવાન અધિકારીઓને દેશના હિત માટે પ્રતિબદ્ધતા સાથે અથાકપણે કામ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

પ્રધાનમંત્રીએ અધિકારીઓને તેમના રોજબરોજના કાર્યો સેવાભાવ અને સમર્પણ સાથે ઉમેરવા જણાવ્યું હતું. તેમણે પોલીસ દળને સામાન્ય નાગરિકો સાથે જોડાયેલા રહેવાના મહત્વ પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું કે દરેક અધિકારીએ નાગરિકના પોલીસ દળ માટેના દૃષ્ટિકોણને સમજવો જોઈએ અને તે અનુસાર પોલીસ દળને નાગરિકોને અનુકૂળ અને પહોંચક્ષમ બનાવવા માટે કાર્ય કરવું જોઈએ.

આઈપીએસ પ્રોબેશનર અધિકારીઓ સાથેના વાતચીત સત્ર દરમિયાન પ્રધાનમંત્રીએ જણાવ્યું કે પોલીસની ભૂમિકા ગુનાની અટકાયત પર કેન્દ્રિત હોવી જોઈએ. તેમણે એક આધુનિક પોલીસ દળનું નિર્માણ કરવામાં ટેકનોલોજીના મહત્વને ટાંક્યું હતું.

પ્રધાનમંત્રીએ મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં બદલાવ અને સામજિક પરિવર્તનના એક સાધન તરીકે પણ પોલીસની ભૂમિકા અંગે ચર્ચા કરી હતી. તેમણે 2018ની બેચમાં વિશાળ સંખ્યામાં મહિલાઓનો સમાવેશ થવા બદલ તેમની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે પોલીસ દળમાં મહિલાઓની વધુ સંખ્યા હોવાથી પોલીસ વ્યવસ્થા અને સાથે-સાથે રાષ્ટ્ર નિર્માણની પ્રવૃત્તિમાં પણ મોટી અસર પડશે.

અધિકારીઓને એક ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રીએ અધિકારીઓને તેમની પોતાની અંદર વિશ્વાસ ઉત્પન્ન કરવા જણાવ્યું. તેમણે ઉમેર્યું કે અધિકારીની તાલીમ સહિત આત્મવિશ્વાસ અને આંતરિક શક્તિ તેમને રોજબરોજના પડકારોને પહોંચી વળવા માટે સક્ષમ બનાવશે.

RP