Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) હેઠળ લાભાર્થીઓનીમાહિતીને આધાર નંબર સાથે જોડવાની આવશ્યકતામાં છૂટછાટ આપી


 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) યોજનાનાં લાભાર્થીઓને ભંડોળ આપવા માટે પૂર્વશરત તરીકે માહિતીને આધાર સાથે ફરજિયાત જોડવાની જરૂરિયાતમાં છૂટછાટ આપવાનાં નિર્ણયને મંજૂરી આપી છે.

આ યોજના ચોક્કસ બાબતોને બાકાત રાખવાને આધિન જમીન ધરાવતા પરિવારોને દર વર્ષે રૂ. 6,000ની આવકનો ટેકો આપે છે. આ રકમ દર 4 મહિને રૂ. 2,000નાં એક એવા વર્ષમાં ત્રણ હપ્તામાં સીધા લાભ હસ્તાંતરણ (DBT) પદ્ધતિ દ્વારા લાભાર્થીનાં બેંક ખાતામાં સીધા જમા કરવામાં આવે છે.

આ યોજના અંતર્ગત 1 ઓગસ્ટ, 2019 પછી ડિસેમ્બર, 2018થી માર્ચ, 2019 દરમિયાન પ્રથમ હપ્તો અને એપ્રિલથી જુલાઈ, 2019 દરમિયાન બીજો હપ્તો મેળવનાર લાભાર્થીઓને ત્રીજો હપ્તો આધાર સાથે જોડાયેલીમાહિતીને આધારે જ આપવામાં આવ્યો હતો. એ જ રીતે 1 ઓગસ્ટ પછી એપ્રિલથી જુલાઈ, 2019 દરમિયાન પ્રથમ હપ્તો મેળવનાર લાભાર્થીઓને જ બીજો હપ્તો આધાર સાથે જોડાયેલા માહિતીને આધારે જ આપવામાં આવ્યો હતો. ફરી 1 ઓગસ્ટ, 2019 પછી બાકી રહેલા લાભાર્થીઓને 1 ઓગસ્ટ, 2019 પછી પ્રથમ હપ્તો આધાર સાથે જોડાયેલા માહિતીને આધારે જ આપવામાં આવશે. આસામ, મેઘાલય અને જમ્મુ-કાશ્મીર રાજ્યોમાં ખેડૂતો સુધી આધાર કાર્ડની યોગ્ય પહોંચ ન હોવાથી તેમને 31.3.2020 સુધી આ જરૂરિયાતમાંથી મુક્તિ આપવામાં આવી છે.

જોકે 1 ઓગસ્ટ, 2019 પછી હપ્તો આપતાં અગાઉ નિયત સમયગાળા મુજબ ભંડોળ આપવા માટે 100 ટકા આધાર સાથે જોડાયેલા હોવું શક્ય નથી. ખેડૂતો રવિ પાક માટે સજ્જ થઈ રહ્યાં હોવાથી તેઓ બિયારણોની ખરીદી, જમીનને તૈયાર કરવા તેમજ સિંચાઈ, જાળવણી અને મશીનરી અને સાધનસામગ્રી મેળવવા જેવા અન્ય આનુષંગિક કામગીરી હાથ ધરવા નાણાંની જરૂરિયાત અનુભવે છે. આ આવશ્યક જરૂરિયાતો ઉપરાંત તહેવાર પણ હોવાથી દેશમાં ગરીબ ખેડૂત પરિવારોની નાણાકીય સ્થિતિ પર વધારે ભારણ પડશે. આધાર નંબર સાથે લાભાર્થીઓનીમાહિતીનું જોડાણ ન થવાથી વધુ હપ્તાઓ આપવામાં વિલંબ થશે અને ખેડૂતો વચ્ચે અસંતોષ ફેલાશે. એટલે 1 ઓગસ્ટ, 2019 પછી લાભાર્થીઓ માટે ભંડોળ આપવા માટે આધાર નંબરને જોડવાની ફરજિયાત જરૂરિયાતમાં 30 નવેમ્બર, 2019 સુધી રાહત આપવામાં આવી છે. આ મોટી સંખ્યામાં ખેડૂતોને તાત્કાલિક લાભ મેળવવા સક્ષમ બનાવશે, જેઓ આધાર નંબરને માહિતી સાથે જોડવાની જરૂરિયાત પૂર્ણ કરી શક્યાં નથી. આ ફરજિયાત જરૂરિયાત 1 ડિસેમ્બર, 2019થી આગળ લાભ લેવા માટે લાગુ પડશે. સરકાર ચૂકવણી કરતાં અગાઉ માહિતીને માન્યતા આપવા પર્યાપ્ત પગલાં લેશે.

પૃષ્ઠભૂમિ:

કેન્દ્ર સરકારની યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) ચોક્કસ પ્રકારની બાબતોને બાકાત રાખવાની શરત સાથે જમીનધારક ખડૂતોને દર વર્ષે રૂ. 6,000/-ની ચૂકવણી કરીને આવકમાં સહાય કરે છે. આ રકમ દર 4 મહિને રૂ. 2,000/-નાં વર્ષમાં ત્રણ હપ્તામાં આપવામાં આવે છે, જે સીધા લાભ હસ્તાંતરણ પદ્ધતિ મારફતે લાભાર્થીનાં બેંક ખાતામાં સીધા જમા થાય છે. આ યોજના હેઠળ પ્રથમ હપ્તામાં 6,76,76,073 ખેડૂતોને, બીજા હપ્તામાં 5,14,27,195 અને ત્રીજા હપ્તામાં 1,74,20,230 લાભાર્થીઓને કુલ રૂ. 27000 કરોડની ફાળવણી થઈ ચૂકી છે.

 

DK/NP/J.Khunt/DS/RP