સાબરમતી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
મહાત્મા ગાંધીના જીવન પર આધારિત ટપાલ ટીકીટ અને ચાંદીના સિક્કાનું અનાવરણ કર્યું
અમદાવાદ, ગુજરાતમાં સાબરમતી આશ્રમ ખાતે બાળકો અને સ્વયંસેવકો સાથે સંવાદ કર્યો
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં સ્વચ્છ ભારત દિવસ 2019નો પ્રારંભ કરાવ્યો. તેમણે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીના સ્મૃતિચિહ્ન સ્વરૂપે ટપાલ ટીકીટ અને ચાંદીના સિક્કાનું અનાવરણ કર્યું. તેમણે વિજેતાઓને સ્વચ્છ ભારત પુરસ્કાર પણ એનાયત કર્યા. આ અગાઉ દિવસ દરમિયાન તેમણે સાબરમતી આશ્રમ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે મગન નિવાસ (ચરખા ગેલેરી)ની પણ મુલાકાત લીધી અને ત્યાં બાળકો સાથે વાતચીત કરી.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘સ્વચ્છ ભારત દિવસ’ કાર્યક્રમ ખાતે સરપંચોની જનમેદનીને સંબોધતા જણાવ્યું કે, સમગ્ર વિશ્વ મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ ઉજવી રહ્યું છે અને જયારે સંયુક્ત રાષ્ટ્રએ કેટલાક દિવસ અગાઉ ગાંધીજી ઉપર એક ટપાલ ટીકીટ બહાર પાડી ત્યારબાદ તો આ કાર્યક્રમ વધુ યાદગાર બની ગયો છે. તેમણે જણાવ્યું કે તેમના જીવનકાળ દરમિયાન તેમને સાબરમતી આશ્રમની મુલાકાત લેવાની ઘણી તકો મળી છે અને આજે પણ દર વખતની જેમ નવી ઉર્જા મળી રહી છે.
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે આજે ગામડાઓએ પોતાને ખુલ્લામાં શૌચથી મુક્ત જાહેર કર્યા છે અને તેમણે દરેક દેશવાસીને અનેખાસ કરીને જે લોકો ગામડામાં રહે છે તેમને, સરપંચોને અને તે તમામને જેમણે ‘સ્વચ્છતા’ માટે કામ કર્યું છે તેમને અભિનંદન પાઠવ્યા. તેમણે ઉમેર્યું કે કોઇપણ ઉંમર, સમાજિક અને આર્થિક દરજ્જાને ધ્યાનમાં રાખ્યા વગર દરેકવ્યક્તિએ સ્વચ્છતા, આત્મ–સન્માન અને આદરની આ પ્રતિજ્ઞામાં પોતાનું યોગદાન આપ્યું છે. તેમણે કહ્યું કે આજે વિશ્વ આપણી સફળતા જોઈને દંગ રહી ગયું છે અને તેઓ આપણને પુરસ્કાર આપી રહ્યા છે. સમગ્ર વિશ્વને આશ્ચર્ય છે કે ભારતે 11 કરોડથી વધુ શૌચાલયોનું નિર્માણ કરીને 60 મહિનાઓમાં 60 કરોડથી વધુની વસતિને શૌચાલયની સુવિધા પૂરી પાડી છે, તેમણે ઉમેર્યું.
જન ભાગીદારી અને સ્વયંસેવા એ સ્વચ્છ ભારત અભિયાનના હોલમાર્ક છે અને તેની સફળતાના કારણો પણ, પ્રધાનમંત્રીએ ઉમેર્યું. તેમણે આ મિશન માટે હૃદયપૂર્વકનો સહકાર આપવા બદલ સમગ્ર વિશ્વનો આભાર વ્યક્ત કર્યો. જન ભાગીદારી ઉપર ભાર મુક્ત પ્રધાનમંત્રીએ જણાવ્યું કે 2022 સુધીમાં જળ જીવન મિશન અને સિંગલ યુઝ પ્લાસ્ટિકને દૂર કરવા જેવી મહત્વનીસરકારી પહેલોની સફળતા માટે સહયોગાત્મક પ્રયાસો ખુબ જરૂરી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે તેમની સરકાર મહાત્મા ગાંધીના સ્વપ્નને સાકાર કરવા માટે કટિબદ્ધ છે. આ સંદર્ભમાં તેમણે સ્વાશ્રયની ખાતરી આપવા, જીવન જીવવાની સરળતા પૂરી પાડવા અને વિકાસને દૂર સુધી લઇ જવા માટે સરકારની પહેલોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જનતાને રાષ્ટ્રને વધુ સારું બનાવવા માટેની પ્રતિજ્ઞા લેવા અને તેને સફળ બનાવવા માટે સખત મહેનત કરવા વિનંતી કરી. તેમણે ઉમેર્યું કે આ પ્રકારના 130 કરોડ પ્રતિબદ્ધતાઓ એક મહાકાય પરિવર્તન લાવી શકે છે.
RP
भारत की स्वच्छता में सफलता से दुनिया चकित है। भारत को कई अंतरराष्ट्रीय पुरस्कारों से भी सम्मानित किया गया है। pic.twitter.com/WASM8Ja7lP
— Narendra Modi (@narendramodi) October 2, 2019
आज साबरमती की प्रेरक स्थली, स्वच्छाग्रह की एक बड़ी सफलता की साक्षी बनी। यह उपलब्धि सभी भारतीयों, विशेषकर गरीबों की मदद करेगी। pic.twitter.com/N23QuHrf8D
— Narendra Modi (@narendramodi) October 2, 2019
गांधी जी ने सत्य, अहिंसा, सत्याग्रह, स्वावलंबन के विचारों से देश को रास्ता दिखाया था। आज हम उसी रास्ते पर चलकर स्वच्छ, स्वस्थ, समृद्ध और सशक्त न्यू इंडिया के निर्माण में लगे हैं। pic.twitter.com/LgKQIDGOYZ
— Narendra Modi (@narendramodi) October 2, 2019
Together, we are building the India of Bapu’s dreams. #Gandhi150 pic.twitter.com/w8jJXFqRT5
— Narendra Modi (@narendramodi) October 2, 2019
स्वच्छ भारत दिवस के कार्यक्रम में संबोधन PM @narendramodi : साबरमती के इस पावन तट से राष्ट्रपिता महात्मा गांधी और सादगी के, सदाचार के प्रतीक पूर्व प्रधानमंत्री लाल बहादुर शास्त्री जी को मैं नमन करता हूं, उनके चरणों में श्रद्धासुमन अर्पित करता हूं।
— PMO India (@PMOIndia) October 2, 2019
जिस तरह देश की आज़ादी के लिए बापू के एक आह्वान पर लाखों भारतवासी सत्याग्रह के रास्ते पर निकल पड़े थे, उसी तरह स्वच्छाग्रह के लिए भी करोड़ों देशवासियों ने खुले दिल से अपना सहयोग दिया।: PM
— PMO India (@PMOIndia) October 2, 2019
स्वच्छ भारत अभियान जीवन रक्षक भी सिद्ध हो रहा है और जीवन स्तर को ऊपर उठाने का काम भी कर रहा है।UNICEF के एक अनुमान के अनुसार बीते 5 वर्षों में स्वच्छ भारत अभियान से भारत की अर्थव्वयस्था पर 20 लाख करोड़ रुपये से अधिक का सकारात्मक प्रभाव पड़ा है। : PM
— PMO India (@PMOIndia) October 2, 2019
स्वच्छता, पर्यावरण सुरक्षा और जीव सुरक्षा, ये तीनों विषय गांधी जी के प्रिय थे।
— PMO India (@PMOIndia) October 2, 2019
प्लास्टिक इन तीनों के लिए बहुत बड़ा खतरा है। लिहाज़ा साल 2022 तक देश को Single Use Plastic से मुक्त करने का लक्ष्य हमें हासिल करना है।: PM
आज पूरी दुनिया स्वच्छ भारत अभियान के हमारे इस मॉडल से सीखना चाहती है, उसको अपनाना चाहती है।कुछ दिन पहले ही अमेरिका में जब भारत को Global Goalkeepers Award से सम्मानित किया गया तो भारत की कामयाबी से पूरा विश्व परिचित हुआ।: PM
— PMO India (@PMOIndia) October 2, 2019
गांधी जी ने सत्य, अहिंसा, सत्याग्रह, स्वावलंबन के विचारों से देश को रास्ता दिखाया था। आज हम उसी रास्ते पर चल कर स्वच्छ, स्वस्थ, समृद्ध और सशक्त न्यू इंडिया के निर्माण में लगे हैं।: PM
— PMO India (@PMOIndia) October 2, 2019
गांधी जी समाज में खड़े आखिरी व्यक्ति के लिए हर फैसला लेने की बात करते थे। हमने आज उज्जवला, प्रधानमंत्री आवास योजना, जनधन योजना, सौभाग्य योजना, स्वच्छ भारत जैसी योजनाओं से उनके इस मंत्र को व्यवस्था का हिस्सा बना दिया है।: PM
— PMO India (@PMOIndia) October 2, 2019
इसी आग्रह और इन्हीं शब्दों के साथ मैं अपनी बात समाप्त करता हूं।एक बार फिर संपूर्ण राष्ट्र को एक बहुत बड़े संकल्प की सिद्धि के लिए बहुत-बहुत बधाई।: PM
— PMO India (@PMOIndia) October 2, 2019