Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી કટરામાં

પ્રધાનમંત્રી કટરામાં

પ્રધાનમંત્રી કટરામાં

પ્રધાનમંત્રી કટરામાં



• શ્રી માતા વૈષ્ણો દેવી નારાયણ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

• શ્રી માતા વૈષ્ણો દેવી વિશ્વવિદ્યાલયના દિક્ષાંત સમારોહને સંબોધિત કર્યો

• શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડ ખેલ પરિસરનું ઉદ્ઘાટન કર્યું

• જન સભાને સંબોધિત કરી

પ્રધાનમંત્રી શ્રી નેરન્દ્ર મોદીએ આજે (19-4-2016) જમ્મુ-કાશ્મીરમાં કટરાનો પ્રવાસ કર્યો.

તેમણે માતા વૈષ્ણેદેવી નારાયણ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું અને શ્રી માતા વૈષ્ણો દેવી વિશ્વવિદ્યાલયના દિક્ષાંત સમારોહમાં ભાષણ આપ્યું.

પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને આહ્વાન કર્યું કે તેઓ હંમેશા એ વાતને ધ્યાનમાં રાખે કે આ વિશ્વવિદ્યાલય માટે ભંડોળનું એક સ્ત્રોત ગરીબ તીર્થ યાત્રિકો દ્વારા માતા વૈષ્ણો દેવી શ્રાઈનમાં કરાયેલું દાન છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીએ ગરીબો માટે કંઈ કરવાની પ્રતિજ્ઞા પણ લેવી જોઈએ.

તેમણે કહ્યું કે રાષ્ટ્ર નવી ઉંચાઈઓ તરફ જઈ રહ્યું છે અને આપણે યુવા વસતિની સહાયતાથી ઘણું બધું મેળવી શકીએ છીએ. તેમણે કહ્યું કે 21મી સદી જ્ઞાનની સદી છે અને જ્યારે પણ જ્ઞાનનો યુગ રહ્યો છે, ભારતે રાહ દેખાડી છે.

પ્રધાનમંત્રીએ શૈક્ષણિક રૂપથી ઘણું સારું પ્રદર્શન કરવા માટે વિદ્યાર્થીઓની પ્રસંશા કરી. તેમણે દીપા કરમાકરની ઉપલબ્ધિઓનો પણ ઉલ્લેખ કર્યો, જે ઓલમ્પિંક જિમ્નાસ્ટિક પ્રતિયોગિતા માટે લાયકાત પ્રાપ્ત કરનારી પહેલી ભારતીય મહિલા બની ગઈ છે. પ્રધાનમંત્રીએ ત્યારબાદ શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડ ખેલ પરિસરનું ઉદ્ઘાટન કર્યું અને જનસભાને સંબોધિત કરી. તેમણે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી સુશ્રી મહેબૂબા મુફ્તીના એ ઉર્જાવાન નેતૃત્વ અને ઉત્સાહ માટે પ્રસંશા કરી, જેની સાથે તેમણે જમ્મુ-કાશ્મીર રાજ્યના ભવિષ્યની વાત કરી છે. તેમણે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી મુફ્તી મોહમ્મદ સઈદનું પણ સ્મરણ કર્યું.

ખેલ પરિસરનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે સમાજમાં ખેલ ભાવનાનું નિર્માણ કરવા માટે ખેલ ખૂબ મહત્વપૂર્ણ છે. તેમણે ફીફા અંડર-17 વિશ્વ કપનો પણ ઉલ્લેખ કર્યો, જેનું ભારત 2017માં યજમાની કરવાનું છે. તેમણે કહ્યું કે આ આપણા માટે ખેલનો ઉત્સવ મનાવવાનો અવસર હોવો જોઈએ.

પ્રધાનમંત્રીએ જમ્મૃ-કાશ્મીર માટે શ્રી અટલ બિહારી વાજપેયીના વિઝન – માનવતા, લોકશાહી અને કશ્મીરિયતની પણ ચર્ચા કરી. તેમણે કહ્યું કે આ વિઝનને ધ્યાનમાં રાખતા રાજ્યના વિકાસની દિશામાં કાર્ય કરવા માટે હર સંભવ પ્રયાસ કરાશે.

J.Khunt/GP