Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

કટરા ખાતેની શ્રી માતા વૈષ્ણો દેવી યુનિર્વસિટીના 5માં દિક્ષાંત સમારંભમાં પ્રધાનમંત્રીએ કરેલુ સંબોધન

કટરા ખાતેની શ્રી માતા વૈષ્ણો દેવી યુનિર્વસિટીના 5માં દિક્ષાંત સમારંભમાં પ્રધાનમંત્રીએ કરેલુ સંબોધન

કટરા ખાતેની શ્રી માતા વૈષ્ણો દેવી યુનિર્વસિટીના 5માં દિક્ષાંત સમારંભમાં પ્રધાનમંત્રીએ કરેલુ સંબોધન

કટરા ખાતેની શ્રી માતા વૈષ્ણો દેવી યુનિર્વસિટીના 5માં દિક્ષાંત સમારંભમાં પ્રધાનમંત્રીએ કરેલુ સંબોધન


ઉપસ્થિત મહાનુભાવ તથા આજના કેન્દ્ર બિન્દુ , તમામ યુવા સાથીઓ,

તમારા જીવનનો આ ખૂબ જ મોટો પ્રસંગ છે. એક પ્રકારથી કેજીથી પ્રારંભ કરીએ તો 20 વર્ષ – 22 વર્ષ 25 વર્ષ, એક સતત તપસ્યાનો એક મહત્વપૂર્ણ પડાવ છે અને હું નથી માનતો કે તમે પણ એમ જ માનતા હશો કે આ મંજિલ અહીંથી પૂરી થઇ ગઇ છે. અત્યાર સુધી કોઇએ તમને અહીં પહોંચાડ્યા છે. હવે તમારે પોતાને ક્યાંક પહોંચાડવાના છે. અત્યાર સુધી કોઇ આંગળી પકડીને અહીં સુધી લાવ્યું છે , હવે તમારે પોતાના ધ્યેયને લઇને પોતાને કસૌટી પર કસતા, મંજિલ મેળવવા માટે, અનેક પડકારોનો સામનો કરતા આગળ વધવાનું છે. પરંતુ તે ત્યારે જ સંભવ થાય છે કે તમે અહીંથી શું લઇને જાઓ છો. તમારી પાસે તે ક્યો ખજાનો છે જે તમારી જિંદગી બનાવવા માટે કામે આવશે. જેણે આ ખજાનો ભરપૂર ભરી લીધો છે, તેને જીવનભર, દરેક પળે, દરેક વળાંકે, ક્યાંકને ક્યાંક આ કામે આવવાનું જ છે. પરંતુ જેણે અહીં સુધી આવવા માટે વિચાર્યું હતું.

મોટાભાગે જો યુવાનોને પૂછીએ કે શું વિચાર્યું છે પછી તેમણે આગળ ? તો કહે છે, પહેલા એક વખત અભ્યાસ પૂરો કરી લઉં. જે આટલી જ વિચારધારા રાખે છે. તેના માટે આવતી કાલ બાદ એક ખૂબ જ મોટો પ્રશ્વાર્થ ચિન્હ જિંદગીમાં શરૂ થઇ જાય છે. આ તો થઇ ગયું ? હવે શું ? પરંતુ જેને ખબર છે કે અહીં પછી શું . તેને કોઇ પણ પ્રકારના સહારાની જરૂર નથી. માતા તથા પિતા જ્યારે સંતાનને જન્મ આપે છે તો તેમની ખુશીનો પાર હોતો નથી. પરંતુ જ્યારે સંતાન જિંદગીમાં સિદ્ધિ પ્રાપ્ત કરે છે તો માતા પિતા અનંત આનંદમાં સમાહિત થઇ જાય છે. સંતાનને જન્મ આપવાની જે ખુશી છે. તેનાથી સંતાનની સિદ્ધિ હજારો ગણી વધારે ખુશી તેના માતા પિતાને થાય છે.

તમે કલ્પના કરી શકો છો કે તમારા જન્મથી વધારે તમારા જીવનની ખુશી તમારા માતા પિતાને થાય છે, ત્યારે તમારી જવાબદારી કેટલી વધી જાય છે. તમારા માતા પિતાએ કેટકેટલા સપના લઇને તમારા જીવનને બનાવવા માટે કેટલી તકલીફો વેઠી હશે. ક્યારેક તમારે કંઇક ખરીદવું હશે, મની ઓર્ડરની જરૂર હશે, બેન્કમાં મની ટ્રાન્સફર કરવાની ઇચ્છા હોય, જો બે દિવસ પણ મોડું થઇ જાય તો તમે પરેશાન થઇ જતા હશો કે ખબર નહીં મમ્મી પપ્પા શું કરી રહ્યા છે ? અને માતા પિતાએ પણ વિચાર્યું હશે કે, અરે ! દિકરાને બે દિવસ પહેલા પહોંચાડવાનું હતું … મોડું થઇ ગયું, આવતી વખતે કંઇક વિચારીશું , ખર્ચામાં કંઇક ઘટાડો કરીશું, પૈસા બચાવીને રાખીશું જેથી બાળકને તરત જ પહોંચી જાય ,જીવનના દરેક પળને આપણે જોઇશું તો આપણને ખબર પડશે કે શું યોગદાન હતું તેમનું, ત્યારે આપણે જીંદગીમાં કંઇક મેળવી શકીએ છીએ, કંઇક બની શકીએ છીએ પરંતુ મોટાભાગે આપણે આ બાબતોને ભૂલી જઇએ છીએ. જે ભૂલવું જોઇએ તે ભૂલી શકતા નથી, પરંતુ જે ન ભૂલવું જોઇએ તેને યાદ રાખવું મુશ્કેલ થઇ જાય છે.

તમારામાંથી ખૂબ જ એવા લોકો હશે કે જેમણે બાળપણમાં પોતાના માતા પિતા પાસેથી સાંભળ્યું હશે કે એને તો એન્જિનીયર બનવું છે, એને તો ડોક્ટર બનવું છે. તેને ક્રિકેટર બનવું છે. કંઇને કંઇ માતા પિતાએ સપના જોયા જ હશે અને ધીરે ધીરે તે તમારી અંદર વસવા લાગ્યા હશે. દસમાં ધોરણમાં મુશ્કેલીથી પાસ થયા હશો પરંતુ તે સપના સુવા દેતા નહીં હોય કારણ કે માતા પિતાએ કહ્યું હતું, અંદર વસાવ્યા હતા, અને કંઇ ન થયું તો ફરતા ફરતા ત્યાં પહોંચી ગયા જ્યાં પહોંચવામાં આનંદની વાત જ નથી પરંતુ કેટલી સારી યુનિર્વસિટીમાં આવ્યા છે, સારા શિક્ષણનો માહોલ મળ્યો છે. પરંતુ પરેશાનીની વાત એ જ રહે છે કે જવું તો ત્યાં હતું, પહોંચી અહીં ગયો. તેના દિલ અન દિમાગમાં, ત્યાં જવું હતું પરંતુ પહોંચી ન શક્યો, તેનો બોઝ રહે છે. તે જિંદગી ક્યારેય જીવી શકતો નથી. અને એટલા માટે મારો તમને આગ્રહ છે, મારો તમને અનુરોધ છે, ઠીક છે બાળપણમાં, ના સમજીમાં ખૂબ જ વિચાર્યું હશે, ન બની શક્યા, તેને ભૂલી જાઓ, જે બની શક્યા છો, તે વિરાસતને લઇને જીવવાનો વિશ્વાસ રાખો, અને તમારી જિંદગી બની જશે.

કુંઠા, અસફળતા, સપનામાં આવેલા વિઘ્નો, આ બોઝ ન બનવા જોઇએ, તે શિક્ષણનું કારણ બનવું જોઇએ, તેને કંઇક શીખવું હોય છે અને તેને શીખી લઇએ તો જિંદગીમાં વધુ મોટા પડકારોને સ્વીકારવાનું સામર્થ્ય આવી જાય છે. પહેલાના જમાનામાં કહેવામાં આવતું હતું કે ભાઇ ટનલમાં ચાલ્યો છે, તો છેલ્લી મંજિલ ત્યાં છે જ્યાં ટનલ પૂરી થશે, ત્યાં જ નીકળશે. હવે સમય બદલાઇ ગયો છે. ત્યાર બાદ પણ જરૂરી નથી કે તે જે રસ્તા પર ચાલી રહ્યા છો તમે, ત્યાં જ તમને છેલ્લો છેડો મળશે, ત્યાં જ ગુજારો કરવો પડશે. જો તમારામાં વિશ્વાસ છે તો તમે જંપ લગાવીને ક્યાંક બીજે પણ જઇ શકો છો, ઘણા નવી ક્ષિતીજને પાર કરી શકો છે. એ વિશ્વાસ હોવો જોઇએ, એ સપના હોવા જોઇએ.

ઘણા બધા વિદ્યાર્થીઓ આ દેશમાં, યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હશે. શું તમે પણ એ કરોડો વિદ્યાર્થીઓમાંથી એક છો, શું તમે પણ તે સેંકડો યુનિર્વસિટીમાંથી એક યુનિર્વસિટીના વિદ્યાર્થી છો ? હું સમજું છું કે વિચારવાની રીત બદલો, તમે તે સેંકડો યુનિર્વસિટીમાંથી એક યુનિર્વસિટીના વિદ્યાર્થી નથી. તમે તે કરોડો વિદ્યાર્થીઓની જેમ એક વિદ્યાર્થી નથી, તમે અલગ છો. અને હું જ્યારે અલગ છો તેમ કહું છું તો મારો તાત્પર્ય એ છે કે હિન્દુસ્તાનમાં ઘણી યુનિર્વસિટિ ચાલતી હશે તે ટેક્સ ભરતા લોકોના પૈસાથી, સરકારી પૈસાથી, તમારા માતા પિતાની ફીથી ચાલતી હશે. આ એક યુનિર્વસિટી અપવાદ છે, જેમાં બાકી તમામ હોવા છતા પણ માતા વૈષ્ણો દેવીના ચરણોમાં છે. જે ગરીબ લોકોએ પૈસા ચડાવ્યા છે. તેમની પાસે પૈસા નહોતા ઘોડાથી પહોંચવા માટે, તેમની ઉંમર 60 – 65 – 70 થઇ હશે, તે પોતાના ગામમાંથી ભારે મુશ્કેલીથી રિઝર્વેશન વગર આવ્યા હશે, કેર‌ળથી કન્યા કુમારીથી, તે વૈષ્ણો દેવી સુધી આવ્યા હશે. માતાને ચડાવો ચડાવવાનો છે. અને એટલા માટે રસ્તામાં એક સમયનું ભોજન પણ છોડ્યું હશે કારણ કે માતાને ચડાવો ચડાવવાનો છે. એવા ગરીબ લોકોએ તથા હિન્દુસ્તાનના દરેક ખૂણામાં ગરીબ લોકોએ, કોઇ એક ખૂણામાં નહીં, દરેક ખૂણાના ગરીબ લોકોએ તે માતા વૈષ્ણો દેવીના ચરણોમાં કંઇને કંઇ આપ્યું હશે. આપ્યું હશે ત્યારે તે તેમને લાગ્યું હશે કે કદાચ કંઇક પૂ્ણ્ય કમાવી લઉં પરંતુ જે આપ્યું છે તેનું પરિણામ છે કે એટલું મોટું પૂણ્ય કમાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.

એટલા માટે તમારી શિક્ષા – દિક્ષામાં એ દિવાલોમાં, તે ઇમારતમાં, અહીંના માહોલમાં તે ગરીબોના સપનાનો વાસ છે. અને એટલા માટે બીજા બધાથી આપણે અલગ છીએ અને યુનિર્વસિટી કરતા આપણે કંઇક અલગ છીએ અને કદાચ જ દુનિયામાં કરોડો ગરીબોના બે રૂપિયા – પાંચ રૂપિયાથી કોઇ યુનિર્વસિટી ચાલતી હોય, તે પોતાનામાં જ એક અજૂબો છે અને એટલા માટે તેના પ્રતિ આપણા જીવનમાં તે કોટિ કોટિ ગરીબો પ્રત્યે પોતાનાપણાના ભાવમાં પરિવર્તિત થવુ જોઇએ. મને કોઇ ગરીબ દેખાય, હું જીવનની કોઇ પણ ઉંચાઇ પર પહોંચ્યો કેમ ન હોઉ ? મને તે પળે દેખાવું જોઇએ કે આ ગરીબ માટે કંઇક કરીશ કારણ કે કોઇ ગરીબ હતો જેણે એક વખત ખાવાનું છોડીને માતાના ચરણોમાં એક રૂપિયો આપ્યો હતો, જે મારા અભ્યાસના કામમાં આવ્યું હતું. અને એટલા માટે અહીંથી આપણે જઇ રહ્યા છીએ ત્યારે તમને એ વાતનો પણ આનંદ થશે કે બસ ! બહું થઇ ગયું, ચલો યાર કંઇક એવી પળો વિતાવીએ. એનું ઘણું બધું હોય છે પરંતુ જિંદગીની કસૌટી ત્યારે શરૂ થાય છે જ્યારે પોતાની જાતે જ દિશા નક્કી કરવાની હોય છે, નિર્ણય લેવાના હોય છે.

અત્યારે તો આ કેમ્પસમાં કંઇ પણ કરતા હશો, કોઇ તો હશે જે તમારી આંગળી પકડીને ચલાવતું હશે, તમારા સિનિયર હશે તે પણ કહતા હશે, નહીં , આવું ન કરો, તમે આ વખતે ખ્યાલ રાખજો. સારું થઇ જશે. અરે કેમ્પસની બહાર કોઇ ચા વેચનારો હશે, તે પણ કહેતો હશે ભાઇ અત્યારે રાત થઇ ગઇ છે, વધારે ન વાંચો, જરા સુઇ જાઓ, સવારે તમારી પરીક્ષા છે, કોઇ પ્યૂને પણ કહ્યું હશે કે નહીં નહીં ભાઇ એવું ન કરાય, તમારી યુનિર્વસિટી છે. એવું કેમ કરો છો ? કેટલા કેટલા લોકોએ તમને ચલાવ્યા હશે.

અને તેમાં પહેલી વખત દિક્ષાંત સમારંભની કલ્પનાને સાકાર કરવામાં આવી છે. ભારતમાં આ પરંપરા હજારો વર્ષથી સંસ્થાગત બની છે અને એક પ્રકારથી દિક્ષાંત સમારંભ આ શિક્ષા સમારંભ હોતો નથી. અને એટલા માટે મને તમને શિક્ષા આપવાનો હક નથી બનતો. આ દિક્ષાંત સમારંભ છે જે શિક્ષા અમે મેળવી છે, જે અર્જિત કરી છે તેને સમાજ, જીવનને સમર્પિત કરવા માટે આપણે નિર્ણય લેવાના છે. સમાજના ચરણોમાં રાખવા માટે નિર્ણય લેવાના છે. આ દેશ વિકાસની નવી ઉંચાઇઓને અડી રહ્યો છે. 800 મિલિયન યુથનો દેશ જે 35 વર્ષથી ઓછી વયનો છે, તે દુનિયામાં શું નથી કરી શકતો. દરેક નવ યુવાનનું સપનું હિન્દુસ્તાનના વિકાસનું કારણ બની શકે છે. આપણે તે લોકો છીએ જેણે ઉપનિષદથી લઇને ઉપગ્રહ સુધીની યાત્રા કરી છે. ઉપનિષદથી ઉપગ્રહ સુધીના યાત્રા કરનારા આપણે લોકો છીએ. આપણે તે લોકો છીએ જેમણે ગુરુકુળથી વિશ્વકુળ સુધી પોતાનો જ વિસ્તાર કર્યો છે, આપણે તે લોકો છીએ તથા ભારતના યુવાન, જ્યારે મંગળ મિશન પર દુનિયા કેટલાક વર્ષોથી પ્રયાસ કરી રહી હતી.

દરેકને ઘણી વખત નિષ્ફળતા મળી, ઘણા વખત નિષ્ફળ થયા, પરંતુ આ હિન્દુસ્તાનનો યુવાન હતો, હિન્દુસ્તાનની પ્રતિભા હતી કે પહેલા જ પ્રયાસમાં તે દુનિયાનો પહેલો દેશ બન્યો, પહેલા જ પ્રયાસમાં મંગળ મિશન સફળ થયું અને આપણે લોકો, આપણે ગરીબ દેશના લોકો છીએ તો આપણે આપણા, સપના કેટલા પણ ઉંચા કેમ ન હોય , ગરીબીમાંથી રસ્તો નીકાળવાનું આપણને આવડે છે. માર્શ મિશનનો ખર્ચો કેટલો થયો, અહીંથી કટરા જવું છે તો ઓટો રિક્ષામાં કદાચ 1 કિલોમીટર ના 10 રૂપિયા લાગતા હશે પરંતુ આ દેશના વૈજ્ઞાનિકોની તાકાત છે, આ દેશની પ્રતિભા જુઓ કે માર્શ મિશનની યાત્રાનો ખર્ચ 1 કિલોમીટર 7 રૂપિયાથી પણ ઓછો આવ્યો. એટલું જ નહીં હોલીવુડની જે ફિલ્મો બને છે તેનાથી પણ ઓછા ખર્ચામાં મારા હિન્દુસ્તાનનો યુવાન માર્શ મિશન પર સફળતાપૂર્વક પોતાનું પગલું રાખી શકે છ. જે દેશની પાસે આ પ્રતિભા છે, સામર્થ્ય હોય, તે દેશને સપના જોવાનો હક પણ હોય છે. તે દેશનો વિશ્વને કંઇ આપવાનો ઉદ્દેશ્ય પણ હોય છે અને તેની જ પૂર્તિ કરવા માટે પોતાને સામર્થ્ય બનાવવાનું કર્તવ્ય પણ હોય છે, તે કર્તવ્યના પાલન માટે, આપણે આજે જીવનને દેશ માટે શું કરીશું ?

તેને મેળવવાનો જો પ્રયાસ કરીએ તો તમે જુઓ જીવનનો સંતોષ કેટલા ગણો વધી જશે. તમે અહીંથી ઘણા સપના લઇને જઇ રહ્યા છો અને પોતાને કંઇ બનાવવાના સપના જુઓ છો, એવું હું નથી માનતો પરંતુ ક્યારે ક્યારેક કંઇક બનવાનું સપનું નિરાશાનું કારણ બની જાય છે. જે બનવા માગીએ અને ન બની શકો તો જેવું મેં પ્રારંભમાં કહ્યું હતું , તે બોજ બની જાય છે પરંતુ કંઇક કરવાનું સપનું હોય તો દરેક પળે કર્યા બાદ એક સમાધાન થાય છે, એક નવી ઉર્જા પ્રાપ્ત થાય છે, એક નવી ગતિ મળે છે, એક નવું લક્ષ્ય મળે છે, એક સિદ્ધાંત , આદર્શ મળે છે અને જીવનને કસૌટી પર કસવાનો એક ઇરાદો બને છે અને એ જ જિંદગીને આગળ વધારે છે અને એટલા માટે જ્યારે માતા વૈષ્ણો દેવીના ચરણોમાં શિક્ષા – દીક્ષા પ્રાપ્ત કરવા માટે તમે જઇ રહ્યા છો અને માતા પણ ખુશ થતા હશે કે દિકરીઓએ તો કમાલ કરી દીધી છે, બની શકે છે કે આગામી દિવસોમાં આંદોલન ચાલે પુરુષોને આરક્ષણનું, તેવી પણ કોઇ માગ લઇને નીકળી પડે કે આટલા મેડલ્સ તો અમારા માટે રિઝર્વ હોવા જ જોઇએ.

કાલે જ ભારતની એક દિકરી દિપીકાએ હિન્દુસ્તાનનું નામ રોશન કર્યું છે. રિયો માટે તેની પસંદગી થઇ છે અને પહેલી વખત એક દિકરી જિમ્નાસ્ટિક માટે પસંદ થઇ છે. આ ચીજો છે જે દેશમાં તાકાત આપે છે. ઘટના એક નાના ખૂણામાં અને ત્રિપુરા, નાનો પ્રદેશ, ત્યાં ક્યાં સંસાધનો હશે, શું સંશાધન હોવાથી જ તે રિયો પહોંચી રહી છે… નહીં, સંકલ્પના કારણે પહોંચી રહી છે. ભારતનો ઝંડો ઉંચો કરવાનો ઇરાદો છે એટલા માટે પહોંચી રહી છે. અને એટલા માટે વ્યવસ્થાઓ , સુવિધાઓ એ જ બધું હોય છે જિંદગીમાં, એવું નથી. જીવનમાં જે લોકો સફળ થયા છે. તેમનો ઇતિહાસ કહે છે કે જે અબ્દુલ કલામજીએ યુનિર્વસિટીનો પ્રારંભ કર્યો હતો, ક્યારે અખબાર વેચતા હતા અને મિસાઇલ મેનના નામથી ઓળખાયા, જરૂર નથી કે જિંદગી બનાવવા માટે સુખ , સુવિધા, અવસર વ્યવસ્થા હોય ત્યારે જ હોય છે. વિશ્વાસ બુલંદ હોવો જોઇએ. પોતાની જાતે જ બધી ચીજો બનવા લાગે છે અને રસ્તા પણ નીકળી પડે છે. તો દશરથ માંઝીની ઘટના કોણ નથી જાણતું. બિહારનો એક ગરીબ ખેડૂત, તે ભણેલો નહોતો પરંતુ તેનું મન કરી ગયું કે એક રસ્તો બનાવવો છે અને તેણે રસ્તો બનાવી દીધો તથા ઇતિહાસ પણ બનાવી દીધો.

તે ફક્ત રસ્તો નહોતો , માનવીય પુરુષાર્થનો એક ઇતિહાસ તેમણે લખી દીધો છે અને એટલા માટે જીવનમાં તે ચીજોનો જે હિસાબ લગાવ્યા રહે છે, યાર એવું હોત તો સારું હોત, એવું હોત તો સારું હોત તો કદાચ જેમની પાસે તમામ સુવિધાઓ છે, તેમને કંઇ પણ બનવામાં ક્યારેય પરેશાની આવતી નથી પરંતુ જોયું હશે તમે , જેમની પાસે બધું વિરાસતમાં મળ્યું છે, મળી ગયું છે, બાકી એવા ખૂબ જ ઓછા લોકો હોય છે જેમની પાસે કંઇ હોતું નથી તે પોતાની નવી દુનિયા ઉભી કરી દે છે એટલા માટે જો સૌથી મોટી સંપત્તિ છે અને 21મી સદી જેની છે તે છે જ્ઞાનશક્તિ અને સમગ્ર વિશ્વને 21મી સદીમાં તે જ નેતૃત્વ કરશે જેની પાસે જ્ઞાનશક્તિ છે. અને 21મી સદી જ્ઞાનનો યુગ છે અને ભારતનો ઇતિહાસ કહે છે કે જ્યારે જ્યારે માનવ જાત જ્ઞાનના યુગમાં પ્રવેશ કરે છે. ભારતે વિશ્વનું નેતૃત્વ કર્યું છે. 21મી સદી જ્ઞાન યુગની સદી છે.

ભારતની પાસે વિશ્વનું નેતૃત્વ કરવા માટે જ્ઞાનનો સંકુલ છે અને તમે લોકો છો, જે તે જ્ઞાનના વાહક છો, તમે એ છો જે જ્ઞાનને ઉર્જાના રૂપમાં લઇને રાષ્ટ્ર માટે કંઇક કરવાનું સામર્થ્ય રાખે છે અને એટલા માટે દિક્ષાંત સમારંભ દ્વારા તમારા જીવન માટે વિચારતા વિચારતા, જેના કારણમાં આ જીવનમાં કંઇક મેળવ્યું છે , તેમના માટે પણ કંઇક વિચારીશ, કંઇક કરીશ અને જીવનનો એક સંતોષ તેનાથી મળશે અને જીવનમાં સંતોષથી મોટી તાકાત બીજી નથી હોતી, સંતોષ પોતાનામાં જ એક અંતર ઉર્જા છે. તે અંતર ઉર્જાને આપણે પોતાનામાં જ સજાવીને રાખવાનું હોય છે. મને મહેબૂબાજીની એક વાત સારી લાગે છે કે અહીંના લોકો માટે, આપણે તે લોકો છીએ જેમની વાતો આપણે દુનિયાભરમાં પહોંચાડવાના છીએ કે કેટલા સારા લોકો છે, કેટલી મહાન પરંપરાના લોકો છે, કેટલા ઉદાર લોકો છે, કેવી પ્રકૃતિની સાથે તેમણે જીવવાનું શીખવ્યું છે અને એક એમ્બેસેડરના રૂપમાં જમ્મુ કાશ્મીરની આ મહાન ધરતીની વાત, ભારતના મુકુટમણીની વાતમાં હું જ્યાં જઉં, કેવી રીતે પહોંચાડું, આ યુનિર્વસિટીના માધ્યમથી હું કરી શકું છું. તેના એક વિદ્યાર્થીનું નામ કરી શકું છું અને એ જ તાકાત લઇને આપણે જઇએ, હિન્દુસ્તાનના અનેક રાજ્યો અહીં છે. એક પ્રકારથી યુનિર્વસિટી, આ સભાગૃહમાં મિની હિન્દુસ્તાન નજરે આવી રહ્યું છે. ભારતના ઘણા ખૂણા હશે જેને ખબર નહીં હોય કે જમ્મુ કાશ્મીરની ધરતી પર કોઇ પણ એક મિની હિન્દુસ્તાન પોતાના સપના સજાવી રહ્યું છે ત્યારે દરેક ભારતીયના દિલમાં કેટલો આનંદ હશે કે જમ્મુ કાશ્મીરની ધરતી પર ભારતના ભવિષ્ય માટે સપના સજવાનારા યુવાન મારી સામે બેઠા છે, તેમના માટે કેટલો આનંદ હશે.

આ આનંદ ધારાને લઇને આપણે ચાલીએ અને સહુંનો સાથ, સહું નો વિકાસ. સાથ બધાનો જોઇએ, વિકાસ બધાનો થવો જોઇએ. આ સંકલ્પ જ રાષ્ટ્રને નવી ઉંચાઇ પર લઇ જાય છે અને એટલા માટે આપણે રાષ્ટ્રને નવી ઉંચાઇ પર લઇ જનારા એક વ્યક્તિના રૂપમાં, એક ઉર્જાના રૂપમાં આપણે આપણા જીવનમાં કંઇક કામે આવીએ, તે સપનાને લઇને ચાલીએ. મારી આ તમામ નવયુવાનોને હ્દયથી ખૂબ ખૂબ શુભકામનાઓ છે, વિશેષ કરીને જે દિકરીઓએ આજે પરાક્રમ કર્યું છે તેમને હું લાખ લાખ અભિનંદન આપુ છું , તેમના માતા પિતાને અભિનંદન આપું છું. તેમણે પોતાની દિકરીઓને ભણવા માટે મોકલી છે. દિકરી જ્યારે ભણે છે તો દિકરીનું તો યોગદાન હોય છે જ પરંતુ તેની માતાનું વધારે યોગદાન છે. જે દીકરીને ભણવા માટે જાતે જ કષ્ટ ઉઠાવે છે. નહીં તો માતાને તો એમ થતું હશે કે સારું હશે કે તે ઘરમાં જ છે જેથી નાના ભાઇને તે થોડો સંભાળી શકે, સારું છે ઘરમાં રહે જેથી મહેમાન આવે તો વાસણ સાફ કરી શકે, પરંતુ માતા તે હોય છે જેને પોતાના સુખ માટે નહીં બાળકોના સુખ માટે જીવવાનું મન કરે છે ત્યારે માતા દિકરીને ભણવા માટે બહાર મોકલે છે. હું તે માતાને પણ પ્રણામ કરું છું, જે માતાઓ આ દિકરીઓને ભણવા માટે આગળ આવી છે. તે તમામને હું પ્રણામ કરતા તમને સહુંને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. ધન્યવાદ .

J.Khunt