Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

શ્રી રાજીવ ગૌબાએ નવા કેબિનેટ સચિવ તરીકે જવાબદારી સંભાળી


શ્રી રાજીવ ગૌબાએ આજે શ્રી પી કે સિંહાની વયનિવૃત્તિ પછી ભારત સરકારમાં નવા કેબિનેટ સચિવ તરીકે જવાબદારી સંભાળી હતી. તેઓ ઝારખંડ કેડર (1982 બેચ)ના આઇએએસ અધિકારી છે અને કેન્દ્રીય ગૃહ સચિવ, ભારત સરકારનાં શહેરી વિકાસ મંત્રાલયનાં સચિવ અને ઝારખંડનાં મુખ્ય સચિવ જેવા મહત્ત્વપૂર્ણ પદો સંભાળી ચૂક્યા છે. તેઓ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (એમઆઇએફ)માં ભારતનું પ્રતિનિધિત્વ પણ કરી ચૂક્યા છે.

શ્રી ગૌબા કેન્દ્ર અને રાજ્ય સરકારો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સંરક્ષણ, વહીવટ અને નાણાકીય ક્ષેત્રોમાં પોતાનાં વિસ્તૃત અને બહોળા અનુભવને નવી કામગીરીમાં લાવ્યાં છે.

તેઓ કલમ 370 નાબૂદ કરવાનાં અને જમ્મુ અને કાશ્મીરનું પુનર્ગઠન કરવાનાં કેન્દ્ર સરકારનાં નિર્ણયનો અમલ કરનાર મુખ્ય અધિકારીઓમાં સામેલ હતાં તેમજ આ નિર્ણયનાં સરળ અને અસરકારક અમલનો ઘણો શ્રેય એમને જાય છે. દરેક બારીક વિગત પર નજર રાખનાર તેઓ ગૃહ મંત્રાલયમાં આ પહેલો ઘડવામાં અને અમલીકરણનું નેતૃત્વ કરતાં હતાં. એક નાની ખાસ ટીમ સાથે તેમણે બંધારણીય અને કાયદાકીયપાસાઓને નિર્ણાયક ઓપ આપ્યો હતો, અને વહીવટી અને સુરક્ષાની વ્યવસ્થા પર કામ કર્યું હતું.

અગાઉ ગૃહ મંત્રાલયમાંઅધિક સચિવતરીકેનાકાર્યકાળહતાં, જે દરમિયાન તેમણે 2015માં બહુપાંખીય કાર્યયોજના તૈયાર કરી હતી, જેથી એલડબલ્યુઈ (લેફ્ટિસ્ટ વિંગ એક્સ્ટિમિઝમ)ને નિયંત્રણ લઈ શકાય અને આ માટેનાં અમલીકરણનું નેતૃત્વ કર્યું હતું, જેનાં પરિણામે માઓવાદનાં પ્રભાવ હેઠળનાં વિસ્તારોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

ગૃહ મંત્રાલય ઉપરાંત શ્રી ગૌબાએ કેન્દ્ર સરકારમાં શહેરી વિકાસ, સંરક્ષણ, પર્યાવરણ અને વન તથા ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ જેવા વિસ્તૃત ક્ષેત્રોમાં કામ કર્યું છે.

ઝારખંડનાં મુખ્ય સચિવ તરીકે શ્રી ગૌબાએ મોટાં વહીવટી અને આર્થિક સુધારા પ્રસ્તુત કર્યા હતા, જેમાં વ્યવસાયિકોનો મોટી વયે પ્રવેશ, મંત્રાલયોનું કદ નાનું કરવું અને શ્રમ સુધારાઓ સામેલ છે. એમનાં કાર્યકાળ દરમિયાન ઝારખંડેવેપારવાણિજ્ય સરળ કરવાની સૂચિમાંતળિયેથી ત્રીજા સ્થાન સુધીની હરણફાળ ભરી હતી.

શ્રી ગૌબાએ આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (આઇએમએફ)નાં બોર્ડમાં ચાર વર્ષ સુધી દેશનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે.

 

DK/J. Khunt/GP/RP