પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે પરંપરાગત ઔષધી પ્રણાલીઓના ક્ષેત્રમાં ભારત અને ગામ્બિયાની વચ્ચે સહયોગ સાધવા અંગેના સમજૂતી કરારોને કાર્યોત્તર મંજૂરી આપી દીધી છે. આ સમજૂતી કરારો પર રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદની ગામ્બિયા યાત્રા દરમિયાન 31 જુલાઈ, 2019ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ સમજૂતી કરાર પરંપરાગત ઔષધી પ્રણાલીઓને પ્રોત્સાહન આપવા માટે ભારત અને ગામ્બિયાની વચ્ચે સહયોગની રૂપરેખા તૈયાર કરશે અને આ ક્ષેત્રમાં બંને દેશોને પરસ્પર લાભાન્વિત કરશે. સમજૂતી કરારોમાં ઉલ્લેખિત પ્રક્રિયાઓ વડે ગામ્બિયામાં ઔષધીની આયુષ પ્રણાલીઓના મહત્વને પ્રોત્સાહન મળશે.
આ સમજૂતી કરારોના પરિણામ સ્વરૂપે ડૉક્ટરોના પ્રશિક્ષણની માટે તજજ્ઞો અને પરંપરાગત ચિકિત્સા પ્રણાલીઓમાં સહયોગપૂર્ણ જોડાણ કરનારા વૈજ્ઞાનિકોના આદાન-પ્રદાન દ્વારા ઔષધીના વિકાસ અને પરંપરાગત ઔષધીઓના સેવન ક્ષેત્રમાં નવા નવીનીકરણોનો માર્ગ ખુલવાની સંભાવના છે.
*******
RP