આંતરરાષ્ટ્રીય શાંતિ માટે કાર્નેગી એન્ડોવમેન્ટના અધ્યક્ષ શ્રી વિલિયમ બર્ન્સની આગેવાનીમાં એક પ્રતિનિધિ મંડળે આજે પ્રધાનમંત્રી શ્રી નેરન્દ્ર મોદીની મુલાકાત લીધી.
પ્રધાનમંત્રીએ કાર્નેગી એન્ડોવમેન્ટની ભારતમાં તેનું કેન્દ્ર ખોલવાની પહેલનું સ્વાગત કરતાં કહ્યું કે તે દેશમાં લોક તાંત્રિક પરંપરાઓ અને ઉદારવાદી વિચારોને પ્રતિબિંબિત કરે છે. પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી કે કેન્દ્ર, ભારતમાં અને ખાસ કરીને યુવાઓમાં લિબરલ આર્ટ્સના વિષયમાં સંશોધનનું વાતાવરણ સર્જશે તથા ભારત, અમેરીકા અને બાકીના વિશ્વ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરશે.
AP/J.Khunt/GP
Mr. William Burns, President @CarnegieEndow called on PM @narendramodi. pic.twitter.com/xBHZ20xgMo
— PMO India (@PMOIndia) April 5, 2016