મહામહિમો અને મારા મિત્રો, રાષ્ટ્રપતિ શી અને રાષ્ટ્રપતિ પુતિન
આપણે ત્રણ દેશોએ આર્જેન્ટિનામાં ગયા વર્ષે સંમેલન સ્તરીય બેઠક યોજી હતી.
દુનિયાનાં મુખ્ય મુદ્દાઓ પર ઉપયોગી અભિપ્રાયોનું આદાન-પ્રદાન કર્યા પછી આપણે ભવિષ્યમાં ફરી મળવા સંમત થયા હતા. હું તમને આરઆઇસી ઇન્ફોર્મેલ સમિટમાં આવકારીને ખુશ છું.
દુનિયાનાં સૌથી મોટાં અર્થતંત્ર તરીકે આપણી વચ્ચે વિશ્વની આર્થિક, રાજકીય અને સુરક્ષાની સ્થિતિ પર મહત્ત્વપૂર્ણ અભિપ્રાયોનું આદાન-પ્રદાન થયું હતુ. આપણી ત્રિપક્ષીય બેઠક આજે મુખ્ય આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચાવિચારણા કરવા અને સંકલન સ્થાપિત કરવા માટે ઉપયોગી માધ્યમ છે.
ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં ચીનમાં આપણાં વિદેશ મંત્રીઓની બેઠક યોજાઈ હતી, જેમાં આપણે ઘણાં મુદ્દાઓ પર આપણા અભિપ્રાયોનું આદાન-પ્રદાન કર્યું હતું. એમાં આતંકવાદ સામેનાં વિરોધને પ્રોત્સાહન, આંતરરાષ્ટ્રીય મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ, સંશોધન બહુપક્ષીયતા, જળવાયુ પરિવર્તન અને આરઆઇસી હેઠળ સાથસહકાર સામેલ છે.
હવે હું મહામહિમ શીને પ્રારંભિક ટિપ્પણીઓ કરવા વિનંતી કરું છું.
(રાષ્ટ્રપતિ શીની પ્રારંભિક ટિપ્પણી પછી)
ધન્યવાદ રાષ્ટ્રપતિ શી
હવે હું મહામહિમ રાષ્ટ્રપતિ પુતિનને પ્રારંભિક ટિપ્પણીઓ કરવા વિનંતી કરું છું.
ધન્યવાદ રાષ્ટ્રપતિ પુતિન.
અસ્વીકરણ: પ્રધાનમંત્રીએ હિન્દીમાં વક્તવ્ય આપ્યું હતું. આ એ વક્તવ્યનો અનુવાદ છે.
RP