Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

બેલ્જિયમ યાત્રા (30 માર્ચ, 2016) દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ વક્તવ્ય

બેલ્જિયમ યાત્રા (30 માર્ચ, 2016) દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ વક્તવ્ય


મહામહિમ પ્રધાનમંત્રી ચાર્લ્સ મિશેલ,

દેવીઓ અને સજ્જનો,

તમારા કથન માટે આભાર.

પાછલું અઠવાડિયું બેલ્જિયમ માટે દુઃખદ અઠવાડિયું રહ્યું છે. મહામહિમ પ્રધાનમંત્રી, હું કહેવા માંગુ છું કે પાછળના આઠ દિવસોમાં બેલ્જિયમની જનતાના દુઃખને અમે ઉંડાણપૂર્વક સમજીએ છીએ. પાછલા અઠવાડિયે બ્રુસેલ્સમાં થયેલા આતંકી હુમલામાં પોતાનો જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે મારી ઉંડી સંવેદના છે. ઘણાં અવસરો પર આતંકી હિંસાના અમારા અનુભવોને કારણે તમારા દુઃખને સમજી શકીએ છીએ. મહામહિમ પ્રધાનમંત્રી, સંકટના આ સમયમાં ભારત એકજૂટતાની સાથે બેલ્જિયમની જનતાના સમર્થનમાં ઊભી છે. તમારી વ્યવસ્તા ઉપરાંત તમારા દ્વારા મારું સ્વાગત કરવા અને સમય આપવા માટે હું હૃદયથી આભારી છું. સમાન પડકારોનો જવાબ આપવા માટે આપણા પ્રયાસોના રૂપમાં આપણે પારસ્પરિક કાનૂની સહાયતા સંધિ પર વિચાર શરૂ કરી શકીએ છીએ. પ્રત્યર્પણ સંધિ અને સજા ભોગવી રહેલા કેદીઓની અદલા-બદલી પર વાતચીત ઝડપથી પૂરી કરી શકાય તેમ છે.

મિત્રો,

આપણા બંને દેશોની મિત્રતાનો ઈતિહાસ ખૂબ લાંબો છે. સો વર્ષ પહેલા પ્રથમ વિશ્વ યુદ્ધમાં ભારતના 130,000 સૈનિકોએ તમારા દેશની જનતા સાથે યુદ્ધમાં ભાગ લીધો હતો. 9 હજાર થી વધુ ભારતીય સૈનિકોએ સર્વોચ્ચ બલિદાન આપ્યું. આગળના વર્ષમાં આપણે ભારત-બેલ્જિયમ રાજનૈતિક સંબધોની 70મી વર્ષગાંઠ ઉજવીશું. આપણી મિત્રતામાં આ મહત્વપૂર્ણ માઈલ સ્ટોનના ઉત્સવના રૂપમાં ઉજવવા માટે અમે આગળના વર્ષે અધિરાજ ફિલીપની ભારત યાત્રાની આશા રાખીએ છીએ. આ ઉત્સવને અમે એક-બીજાના દેશોમાં સંયુક્ત કાર્યક્રમના માધ્યમથી પણ ઉજવીશું. આજે મે પ્રધાનમંત્રી ચાર્લ્સ મિશેલની સાથે આપણા સંબંધોના દરેક પાસાઓ પર વાતચીત કરી. દ્વિપક્ષીય વિદેશ નીતિ વિમર્શ પ્રણાલી અમારી ભાગીદારીને ઉંચી લઈ જવામાં ખાસ પગલું ભરવાની ભલામણ કરશે.

મિત્રો,

ભારતનો આજે દુનિયામાં તેજસ્વી આર્થિક અવસરોમાં સમાવેશ કરાય છે. આપણા દેશના વ્યાપક આર્થિક બુનિયાદી તત્વ અત્યંત મજબૂત છે અને 7 ટકાથી પણ વધુની આર્થિક વિકાસ દરની સાથે અમે દુનિયાની સૌથી વધી ઝડપથી વધતી અર્થવ્યવસ્થાઓમાંથી એક છીએ. મારું એવું માનવું છે કે બેલ્જિયમની ક્ષમતાઓ અને ભારતના આર્થિક વિકાસનું સંયોજન બંને પક્ષોના કરાબોરીઓ માટે આશાજનક અવસર ઉત્પન્ન કરી શકે છે. પ્રધાનમંત્રી અને મેં આજે જ થોડા સમય પહેલા બેલ્જિયમના મુખ્ય કાર્યકારી અધિકારીઓ (સીઈઓ) અને ઔદ્યોગિક હસ્તિઓની સાથે લાભદાયક વાતચીત કરી છે. હું બેલ્જિયમની સરકાર અને કંપનીઓના ડિજિટલ ઈન્ડિયા, સ્ટાર્ટ અપ ઈન્ડિયા અને સ્કિલ ઈન્ડિયા સહિત ભારતની મહત્વાકાંક્ષી વિકાસ પરિયોજનાઓથી પૂરી સક્રિયતાની સાથે જોડાવા માટે આમંત્રણ આપું છું. બેલ્જિયમના ઉદ્યોગપતિ ભારતમાં નિર્માણ કરીને પોતાની વૈશ્વિક આપૂર્તિ શ્રેણીઓને અને વધુ વ્યાજબી બનાવી શકે છે. બુનિયાદી માળખું ખાસ કરીને રેલવે તેમજ બંદરગાહોના આધુનિકીકરણ અને 100 થી પણ વધુ સ્માર્ટ સીટી બનાવવા સંબંધી ભારતનું લક્ષ્ય પણ બેલ્જિયમની કંપનીઓ માટે અનન્ય રોકાણની તકો રજૂ કરે છે. આ ભાગીદારીઓથી આપણને આપણી વ્યાપારિક તેમજ વાણિજ્યિક ભાગીદારીમાં નવી ઉંચાઈઓને પામવામાં મદદ મળી શકે છે. મેં પ્રધાનમંત્રી મિશેલને બેલ્જિયમના ઉદ્યોગપતિઓની સાથે ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે, જેથી તેઓ ભારતના આર્થિક તેમજ રાજનીતિક વાયદાની સત્યતાની ખરાઈ કરી શકે. સ્પષ્ટરૂપથી એ માત્ર હીરો નથી, જે અમારી ભાગીદારીમાં નવી ચમક લાવી શકે છે. જળવાયુ પરિવર્તન માનવતાની સામે એક સૌથી મોટો પડકાર છે. પ્રધાનમંત્રી અને મેં નવીનીકરણીય ઉર્જામાં પરસ્પર સહયોગને વધારવા પર સહમતિ દર્શાવી છે. અમે ઉર્જા માટે કચરાના નિકાલ, નાના પવન ટર્બાઈનો તેમજ શૂન્ય ઉત્સર્જનવાળી ઈમારતો જેવા ક્ષેત્રોમાં પણ પોતાની ભાગીદારીઓને વધુ મજબૂત કરીશું. અમે આ ક્ષેત્રોમાં બેલ્જિયમના સહયોગનું સ્વાગત કરીએ છીએ. પ્રધાનમંત્રી મિશેલ અને મેં હમણાં થોડા સમય પહેલા ઘણે દૂરથી ભારતના સૌથી મોટા ઑપ્ટિકલ ટેલીસ્કોપને સક્રિય કર્યું છે. ભારત-બેલ્જિયમ સહયોગનું આ ઉત્પાદન આ તથ્યનું એક પ્રેરણાદાયક ઉદાહરણ છે જે આપણી ભાગીદારી શું શું મેળવી શકે છે. સૂચના તેમજ સંચાર પ્રૌદ્યોગિકી, દ્રશ્ય –શ્રાવ્ય (ઑડિયો-વિઝ્યુઅલ) ઉત્પાદન, પર્યટન, જૈવ પ્રૌદ્યોગિકી અને શિપિંગ તેમજ બંદરગાહોના ક્ષેત્રોમાં અન્ય સમજૂતી પર પણ કાર્ય ચાલું છે.

મિત્રો,

હવેથી થોડાક કલાકો પછી હું યુરોપીય સંઘના નેતાઓ સાથે 13માં ભારત-યુરોપીય સંઘ શિખર સંમેલન માટે મુલાકાત કરીશ. ભારત માટે, યુરોપીય સંઘ આપણા મજબૂત રણનીતિક ભાગીદારીમાંથી એક છે. આપણા વિચાર-વિમર્શ દરમિયાન ભારત અને યુરોપીય સંઘની વચ્ચે વ્યાપાર, રોકાણ અને પ્રૌદ્યોગિકી સંબંધી ભાગીદારી પર મુખ્ય રૂપથી ચર્ચા થશે. મને લાગે છે કે ભારત અને યૂરોપીય સંઘના વ્યાપાર અને રોકાણ સમજૂતી પ્રત્યે પ્રગતિશીલ માર્ગ અને રચનાત્મક માનસિકતા, બેલ્જિયમ સહિત બધા યૂરોપીય દેશોને ભારતની સુદૃઢ આર્થિક વૃદ્ધિથી લાભાન્વિત થવામાં સક્ષમ બનાવી શકે છે. હું એકવાર ફરીથી પ્રધાનમંત્રી ચાર્લ્સ મિશેલ તરફથી મને અપાયેલ સમય, તેમના સ્વાગત અને આતિથ્ય માટે તેમનો હૃદયપૂર્વક આભાર પ્રગટ કરું છું. હું ભારતમાં તેમનું સ્વાગત કરવા માટે ઉત્સુક છું.

SP/AP/J.KHUNT/GP