પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારનું મુખ્ય સૂત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ. લોકોને કરેલા વાયદામાંથી વધુ એકને પૂર્ણ કરતા મંત્રીમંડળની બેઠકમાં મુસ્લિમ મહિલા (લગ્નના હક્કોની સુરક્ષા) વિધેયક 2019ને મંજૂરી આપવામાં આવી છે. આ વિધેયક મુસ્લિમ મહિલાઓ (લગ્નના હક્કોની સુરક્ષા) બીજો વટહુકમ, 2019 (વર્ષ 2019ના વટહૂકમ નં-4) નું સ્થાન લેશે.
અસરઃ
આ વિધેયકને કારણે મુસ્લિમ મહિલાઓને જાતિય સમાનતા અને જાતિય ન્યાય પ્રાપ્ત થશે. આ વિધેયક લગ્ન કરેલી મુસ્લિમ મહિલાઓના હક્કોની પણ સુરક્ષા કરશે. ‘તલાક-એ બિદાત’થી તેમના પતિઓ મારફતે અપાતા છૂટાછેડા સામે પણ રક્ષણ આપશે. આ વિધેયકને સંસદના આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે.
ફલિત અસરોઃ
• આ વિધેયકથી ત્રિપલ તલાકની પ્રથા રદ અને ગેરકાયદેસર ગણાશે
• આ વિધેયકથી ત્રિપલ તલાક ત્રણ વર્ષની જેલ અને દંડને પાત્ર કાયદો બનશે
• આ કાયદા હેઠળ લગ્ન કરેલ મુસ્લિમ મહિલા પોતાના માટે તથા પોતાના આશ્રિત બાળક માટે ભરણપોષણ મેળવવા હકદાર બને છે.
• આ વિધેયક મારફતે આ ગુનાને ફરિયાદપાત્ર ગુનો બનાવવાની દરખાસ્ત ધરાવે છે અને જેના પર તલાક લાદવામાં આવે છે તે લગ્ન કરેલી મુસ્લિમ મહિલા અથવા તેની સાથે લોહીનો સંબંધ ધરાવતી અથવા તો લગ્નને કારણે સંબંધ ધરાવતી વ્યક્તિ જો ફરજ પરના પોલિસ અધિકારીને આ પ્રકારનો ગુનો કર્યાની માહિતી આપે તો તેની સામે ગુનો નોંધવામાં આવશે.
• જે વિવાહિત મુસ્લિમ મહિલાને તલાક આપવામાં આવ્યા છે તેના કહેવાથી મેજીસ્ટ્રેટની અનુમતિ દ્વારા આ ગુનામાં માંડવાળ કરી શકશે.
• આ વિધેયકથી, આરોપીને મેજીસ્ટ્રેટ દ્વારા જામીન ઉપર છોડવામાં આવે તે પહેલાં જે મુસ્લિમ મહિલા પર તલાક લાગુ કરવામાં આવ્યા છે તે મહિલાને સાંભળવાની તક પ્રાપ્ત થશે.
મુસ્લિમ મહિલા (લગ્નથી મળેલા હક્કો) વિધેયક 2019 એ મુસ્લિમ મહિલાઓ (લગ્નના હક્કોની સુરક્ષા) બીજો વટહુકમ, 2019 (વર્ષ 2019ના વટહૂકમ નં-4) ના સમાન પ્રકારની વિગતો ધરાવે છે.
J. Khunt/RP