Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી મોદી પ્રધાનમંત્રી કાર્યાલયનાં અધિકારીઓ અને કર્મચારીઓને મળ્યાં


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે સાઉથ બ્લોકમાં પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)ના અધિકારીઓ અને કર્મચારીઓને મળ્યાં હતા.

 

પ્રધાનમંત્રીના અગ્ર સચિવ શ્રી નૃપેન્દ્ર મિશ્રા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) શ્રી અજિત દોવાલ, અધિક અગ્ર સચિવ શ્રી પી. કે. મિશ્રા અને સચિવ શ્રી ભાસ્કર ખુલ્બે સહિત પીએમઓના વરિષ્ઠ અધિકારીઓએ તાજેતરમાં સંપન્ન થયેલી લોકસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવા બદલ પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યાં હતા.

 

પ્રધાનમંત્રીએ છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન પ્રધાનમંત્રી કાર્યાલયનાં પ્રયાસો અને પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી તેમજ દરેકને ભારતનાં લોકોની આશાઓ અને આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવા વધારે કામ કરવા પુનઃકટિબદ્ધ થવાની અપીલ કરી હતી.

 

તેમણે જણાવ્યું હતું કે, દેશની જનતાને સરકાર પાસેથી ઘણી મોટી અપેક્ષાઓ છે અને આ અપેક્ષાઓ ટીમ પીએમઓને ઊર્જા અને ઉત્સાહ સાથે કામ કરવા સૌથી વધુ મહત્ત્વ પ્રદાન કરે છે.

 

પોતાની ટીમનાં દરેક અને તમામ સભ્યોની કામગીરીની પ્રશંસા કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષ તેમના પોતાના માટે પણ શીખવાનાં વર્ષો હતા.

 

તેમણે પીએમઓનાં અધિકારીઓનાં પરિવારનાં સભ્યોને તેમની શુભેચ્છાઓ અને અભિનંદન પણ પાઠવ્યાં હતા.

 

RP