Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે (એ) ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશનનાં ઉદ્દેશ માટે ચીજવસ્તુઓ અને સેવાઓનાં આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ વિશે નાઇસ સમજૂતી,


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે – (એ) ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશનનાં ઉદ્દેશ માટે ચીજવસ્તુઓ અને સેવાઓનાં આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ વિશે નાઇસ સમજૂતી, (બી) ટ્રેડમાર્કનાં પ્રતિકાત્મક તત્વોનું આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ સ્થાપિત કરવા માટે વિયેના સમજૂતી, (સી) ઔદ્યોગિક ડિઝાઇનો માટે આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ સ્થાપિત કરવા માટે લોકાર્નો સમજૂતીમાં ભારતનાં પ્રવેશના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
નાઇસ, વિયેના અને લોકાર્નો સમજૂતીમાં પહોંચ સ્થાપિત કરવાથી વૈશ્વિક સ્વરૂપે અપનાવવામાં આવતી વર્ગીકરણ પદ્ધતિઓ અનુસાર ટ્રેડમાર્ક અને ડિઝાઈનની ઉપયોગિતાનાં પરીક્ષણ માટે વર્ગીકરણ વ્યવસ્થાઓ સાથે તાલમેળથી ભારતમાં બૌદ્ધિક સંપદા કાર્યાલયને મદદ મળશે.

એનાથી ભારતીય ડિઝાઇનો, પ્રતીકાત્મક તત્વો અને વસ્તુઓનું આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ કરવાની વ્યવસ્થાઓમાં સામેલ કરવાની તક મળશે. આ પહોંચથી ભારતમાં આઈપી સંરક્ષણનાં સંબંધમાં વિદેશી રોકાણકારોમાં વિશ્વાસ સ્થાપિત થવાની આશા છે. આ પહોંચથી સમજૂતી અંતર્ગત વર્ગીકરણોની સમીક્ષા અને સંશોધન વિશે નિર્ણય લેવાની પ્રક્રિયાઓમાં અધિકારોનો ઉપયોગ કરવામાં પણ સરળતા રહેશે.

*****

NP/J.Khunt/GP/RP