Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઇન્ડિયા ટૂડે કોન્ક્લેવને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ ઇન્ડિયા ટૂડે કોન્ક્લેવને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ ઇન્ડિયા ટૂડે કોન્ક્લેવને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ ઇન્ડિયા ટૂડે કોન્ક્લેવને સંબોધન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ઇન્ડિયા ટૂડે કોન્ક્લેવનું સંબોધન કર્યું હતું.

તેમણે સ્વચ્છ ભારત અભિયાન વિશે જાગૃતિ લાવવા બદલ ઇન્ડિયા ટૂડે ગ્રૂપની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ અત્યાર સુધીનાં તેમનાં શાસનકાળની કામગીરી વિશે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્તરે તેમનાં કામ કરવાનો પ્રમાણમાં ઓછો અનુભવ તેમનાં માટે આશીર્વાદરૂપ બન્યો છે.

વિદેશી નીતિ હાથ ધરવા સાથે સંબંધિત વ્યક્ત શંકા-કુશંકાઓનાં ઉદાહરણ આપીને તેમણે જણાવ્યું હતું કે, છેલ્લાં થોડાં દિવસોનો ઘટનાક્રમ આ સંબંધમાં શંકાઓને દૂર કરે છે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત ન્યૂ ઇન્ડિયા છે અને અગાઉનાં ભારતથી અલગ છે. તેમણે જણાવ્યું હતું કે, દરેક સેનૈનિકનું જીવનનું કિંમત છે અને અત્યારે કોઈ દેશ ભારત સાથે કોઈ ગરબડ નહીં કરી શકે. તેમણે કહ્યું હતું કે, સરકાર દરેક નિર્ણય રાષ્ટ્રનાં હિતમાં લેવા કટિબદ્ધ છે.

તેમણે જણાવ્યું હતું કે, દેશની અંદર અને બહાર કેટલાક તત્વો રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે, જેઓ ભારતમાં જોવા મળતી એકતા માટે જોખમરૂપ છે. તેમણે ઉમેર્યું હતું કે, તેમનો ડર ખરેખર આપણાં માટે સારી બાબત છે. તેમણે કહ્યું હતું કે, ભારતનાં સાહસ અને શૌર્યથી દુશ્મનો ડરે છે તથા ભ્રષ્ટ લોકોને કાયદાનો ડર સતાવે છે એટલે આ ડર સારો છે. તેમણે જણાવ્યું હતું કે, નવુ ભારત પ્રગતિનાં પંથે છે, એને પોતાની ક્ષમતાઓ અને સંસાધનોમાં વિશ્વાસ છે.

તેમણે સરકાર અને સૈનિકોની ઇરાદા પર શંકા કરતાં લોકોનાં અભિગમ પર પ્રશ્ર ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીનાં વિરોધ કરવામાં આ લોકોએ ભારતનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે તથા દેશને નુકસાન પહોંચાડી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારનાં લોકો ભારતી સૈન્ય દળો પર શંકા વ્યક્ત કરે છે, પણ ભારતમાં આતંકવાદને પ્રોત્સાહન આપતાં લોકો પર વિશ્વાસ કરે છે. તેમણે કહ્યું હતું કે, ખાસ કરીને ભારતે તાજેતરમાં રાફેલ ફાઇડર જેટની ખામી અનુભવી છે, જેનાં પર ઘણુ રાજકારણ રમવામાં આવ્યું છે. તેમણે રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન કરતી કામગીરી કરતાં લોકોની આકરી ટીકા કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, ઘણાં વર્ષોથી દેશ પર શાસન કરતાં લોકોને બે જ વાતોમાં રસ છે – લહાણી કરવી અને સોદાબાજી કરવી. તેમણે કહ્યું હતું કે, આ અભિગમનો ભોગ સૌથી વધુ આપણાં જવાનો અને ખેડૂતો બન્યાં હતાં.

તેમણે જણાવ્યું હતું કે, કેટલાંક લોકો દ્વારા થયેલા સોદાઓનો કારણે સંરક્ષણ ક્ષેત્રને નુકસાન ભોગવવું પડ્યું હતું, ત્યારે કૃષિ ક્ષેત્ર માટે લહાણી કરવા સિવાય નક્કર નીતિ ન હોવાથી ખેડૂતોને હંમેશા સરકાર પર મદાર રાખવો પડતો હતો. તેમણે ઉમેર્યું હતું કે, આ લહાણીઓ ગરીબોને ગરીબ રાખવા અને રાજકીય વર્ગની દયા પર નિર્ભર રાખવા માટે આપવામાં આવતી હતી. તેમણે કહ્યું હતું કે, આનું શ્રેષ્ઠ ઉદાહરણ કૃષિ લોન માફી યોજનાઓ છે. તેમણે સમજાવ્યું હતું કે, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ ખેડૂતોનાં કલ્યાણ માટે એક સંપૂર્ણ યોજના છે, જે સરકારનો ખેડૂતોને સક્ષમ કરવા માટેનો અલગ અભિગમ છે. તેમણે ઉમેર્યું હતું કે, આ યોજનાનો અમલ જાહેરાતનાં 24 દિવસની અંદર શરૂ થયો હતો.

તેમણે સમજાવ્યું હતું કે, તેમની સરકારનાં પંચાવન મહિના અને બીજા પંચાવન વર્ષ શાસનનો બે વિપરીત અભિગમનો ચિતાર આપે છે.

તેમણે કહ્યું હતું કે, અગાઉની સરકારોએ ‘ટોકન અભિગમ’ અપનાવ્યો હતો, જ્યારે અમે ‘સંપૂર્ણ અભિગમ’ અપનાવ્યો હતો. આ સંદર્ભમાં તેમણે સૈન્ય દળો માટે વન રેન્ક વન પેન્શન, ગરીબો માટે નાણાકીય સર્વસમાવેશકતા, સ્વચ્છ રાંધણ ઇંધણ (ઉજ્જવલા યોજના), તમામ માટે વીજળી અને તમામ માટે મકાન જેવી પહેલોનો ઉલ્લેખ કર્યો હતો.

તેમણે એક પછી એક અનેક પ્રશ્રો પૂછ્યાં હતાં, જેમ કે શા માટે અત્યાર સુધી ભારત ખુલ્લામાં શૌચમુક્ત થયું નહોતું? શા માટે દાયકાઓથી યુદ્ધનું સ્મારક અથવા પોલીસ સ્મારકનું નિર્માણ કર્યું નહોતું? વગેરે.

તેમણે કહ્યું હતું કે, અત્યારે ભારત ઝડપથી ગરીબીમાંથી બહાર નીકળી રહ્યું છે અને દુનિયામાં સૌથી વધુ ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. તેમણે સમજાવ્યું હતું કે, દેશમાં ઝડપથી માળખાગત સુવિધાઓનું નિર્માણ થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, તેમની સરકાર કામ સાથે કાયદા (ધારા કે પહેલો)માં માને છે. તેમણે કહ્યું હતું કે, વર્ષ 2014થી વર્ષ 2019 સુધી તમામ માટે મૂળભૂત જરૂરિયાતો પ્રદાન કરવામાં આવી રહતી, જ્યારે વર્ષ 2019થી લોકોની આકાંક્ષાઓ પરિપૂર્ણ કરવામાં આવશે અને પ્રગતિની નવી ઊંચાઈ પ્રાપ્ત કરવામાં આવશે.

 ***

RP