Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સાઉદી અરબના વિદેશ મંત્રી પ્રધાનમંત્રીને મળ્યા

સાઉદી અરબના વિદેશ મંત્રી પ્રધાનમંત્રીને મળ્યા


સાઉદી અરબના વિદેશ મંત્રી શ્રી અબ્દેલ બિન અહમદ અલ જુબૈર આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

પ્રધાનમંત્રીએ તેમને કહ્યું હતું કે ભારત સાઉદી અરબ સાથે પોતાના ઘનિષ્ઠ અને મૈત્રીભર્યા સંબંધોને ખૂબ મહત્ત્વ આપે છે.

સાઉદી અરબના વિદેશ મંત્રીએ પ્રધાનમંત્રીને જણાવ્યું હતું કે સાઉદી અરબ પોતાની વિદેશ નીતિમાં ભારતને ઊંચા સ્થાને રાખે છે. તેમણે જણાવ્યું કે, સાઉદી અરબમાં સ્થિત ભારતીય સમુદાય ત્યાંની વિકાસ પ્રક્રિયાઓમાં ખૂબ સકારાત્મક ભૂમિકા નિભાવી રહ્યો છે, જે અત્યંત પ્રશંસનીય છે.

બંને નેતાઓએ વેપાર, રોકાણ, ઉર્જા અને સુરક્ષા ક્ષેત્રે સહયોગ જેવા અન્ય મુદ્દાઓ સહિત દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા અંગે ચર્ચા કરી હતી. બંને નેતાઓએ ક્ષેત્રીય પરિસ્થિતિ પર પણ ચર્ચા વિચારણા કર્યા હતા. ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતા ખૂબ મહત્ત્વનાં હોવા અંગે તેમણે સહમતિ જણાવી હતી.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સાઉદી અરબના તેમના આગામી પ્રવાસથી બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનશે.

J.Khunt