Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી આવતીકાલે નવી દિલ્હીમાં ઇસ્કોન ખાતે ગીતા આરાધના મહોત્સવમાં ભાગ લેશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 26 ફેબ્રુઆરી, 2019નાં રોજ ઇસ્કોન-ગ્લોરી ઑફ ઇન્ડિયા કલ્ચરલ સેન્ટર, ઇસ્ટ ઑફ કૈલાશ, નવી દિલ્હી ખાતે ગીતા આરાધના મહોત્સવમાં ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી વિશ્વભરનાં ઇસ્કોનનાં શ્રદ્ધાળુઓએ તૈયાર કરેલી ભગવદ ગીતાનું અનાવરણ કરશે. આ ભગવદ ગીતા 2.8 મીટરની અને 800 કિલોથી વધારે વજન ધરાવતી દુનિયાની વિશિષ્ટ ભગવદ ગીતા છે. તેમાં ટીકા સાથે ભગવદગીતાનાં મૂળ મંત્રો રહેલા છે. પ્રધાનમંત્રી તેનું અધિકૃત અનાવરણ કરવા ભગવદ ગીતાનું પાનું ફેરવશે.

પ્રધાનમંત્રી અહિં ઉપસ્થિત લોકોને સંબોધન પણ કરશે.

RP