Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ સૈનિકોને સંબોધન કર્યું, રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનાં લોકાર્પણ સમારોહમાં ભાગ લીધો

પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ સૈનિકોને સંબોધન કર્યું, રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનાં લોકાર્પણ સમારોહમાં ભાગ લીધો

પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ સૈનિકોને સંબોધન કર્યું, રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનાં લોકાર્પણ સમારોહમાં ભાગ લીધો

પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ સૈનિકોને સંબોધન કર્યું, રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનાં લોકાર્પણ સમારોહમાં ભાગ લીધો


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક રાષ્ટ્રને સમર્પણ કરવા માટે અખંડ જ્યોત પ્રજ્જવલિત કરી હતી. પ્રધાનમંત્રીએ સ્મારકનાં વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી.

આ અગાઉ ભૂતપૂર્વ સૈનિકોની વિશાળ રેલીને સંબોધિત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ લાખો સૈનિકોનાં પરાક્રમ અને સમર્પણનું પરિણામ છે કે ભારતીય સેનાને આજે દુનિયાનાં મજબૂત સેનાઓમાંની એક માનવામાં આવે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, દુશ્મનો વિરૂદ્ધ અને કુદરતી આપત્તિઓનો સામનો કરવા માટે આપણા નીડર સૈનિકો મોખરે રહે છે.

પ્રધાનમંત્રીએ પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફનાં જવાનોની શહાદતને યાદ કરી હતી. તેમણે દેશનું રક્ષણ કરતાં પોતાનાં પ્રાણોની આહૂતિ આપનારા તમામ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વમાં નવા ભારતનું કદ વધ્યું છે અને તે સશસ્ત્ર સેનામાં મોટા પ્રમાણને કારણે સંભવિત થયું છે. તેમણે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક અથવા રાષ્ટ્રીય સમર સ્મારકન સમર્પિત કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, કેન્દ્ર સરકારે સૈનિકો અને ભૂતપૂર્વ સૈનિકોને ‘વન રેન્ક, વન પેન્શન’ ઉપલબ્ધ કરાવવાનો પોતાનો સંકલ્પ પૂર્ણ કર્યો છે. તેમણે કહ્યું હતું કે, ઓઆરઓપીનાં પરિણામે પેન્શનમાં 40 ટકાનો વધારો થયો છે અને વર્ષ 2014ની સરખામણીમાં સૈનિકોનાં વેતનમાં 55 ટકા સુધીનો વધારો થયો છે.
પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલની માગ થતી રહી છે. આ સંદર્ભમાં તેમણે ત્રણ સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવામાં આવશે એવી જાહેરાત કરી હતી.

સશસ્ત્ર દળો પ્રત્યે સરકારની અન્ય પહેલોનું ઉદાહરણ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સેના દિવસ, નૌસેના દિવસ અને વાયુસેના દિવસનાં પ્રસંગો પર સૈન્ય કર્મચારીઓનાં અભિનવ પ્રયોગોને પ્રોત્સાહન આપવામાં આવે છે. તેમણે 15 ઓગસ્ટ, 2017નાં રોજ શરૂ થયેલા વીરતા પુરસ્કાર પોર્ટલનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, મહિલાઓને હવે ફાઇટર પાયલોટ બનવાની તક મળી રહી છે. તેમણ કહ્યું હતું કે, શોર્ટ સર્વિસ કમિશનમાં મહિલા અધિકારીઓ પોતાના પુરુષ સમકક્ષોની બરોબર સ્થાયી કમિશનની તક મળી રહી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સંરક્ષણ ક્ષેત્ર સાથે સંબંધિત ખરીદીની સંપૂર્ણ ઇકો-સિસ્ટમમાં ફેરફારની શરૂઆત થઈ ગઈ છે. તેમણે કહ્યું હતું કે, સરકારનો દ્રષ્ટિકોણ પારદર્શક અને સમાન તક પ્રદાન કરવાનો રહ્યો છે. તેમણે ‘મેક ઇન ઇન્ડિયા’ને પ્રોત્સાહન આપવા માટેનાં વિષય પર ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતીય સેનાએ સંયુક્ત રાષ્ટ્રનાં 70 મુખ્ય શાંતિ અભિયાનોમાંથી લગભગ 50 અભિયાનોમાં ભાગીદારી કરી છે. લગભગ 2 લાખ સૈનિકો આ કાર્યવાહીઓમાં સામેલ રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, ભારતીય નૌકા સેના દ્વારા વર્ષ 2016માં આયોજિત આંતરરાષ્ટ્રીય જહાજ કાફલાની સમીક્ષામાં 50 દેશોની નૌકા સેનાએ ભાગ લીધો હતો. તેમણે કહ્યું હતું કે, આપણા સશસ્ત્ર દળ દરેક વર્ષે મિત્ર દેશોની સેનાઓ સાથે સરેરાશ સ્વરૂપે 10 મોટા સંયુક્ત અભ્યાસ કરી રહ્યાં છે.

તેમણે કહ્યું હતું કે, હિંદ મહાસાગરમાં ચાંચિયાગીરીમાં મોટા ઘટાડા માટે ભારતીય સૈન્ય શક્તિ અને આપણી આંતરરાષ્ટ્રીય ભાગીદારી જવાબદાર છે. પ્રધાનમંત્રીએ 1.86 લાખ બુલેટ પ્રૂફ જેકેટની ભારતીય સેનાની જૂની માગની ચર્ચા કરીને કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે સાડા ચાર વર્ષમાં 2.30 લાખ બુલેટ પ્રૂફ જેકેટની ખરીદી કરી છે, કેન્દ્ર સરકાર ભારતીય સેનાને આધુનિક વિમાન, હેલિકોપ્ટર, સબમરિન, જહાજો અને હથિયારનાં સંગ્રહ સાથે સજ્જ થઈ રહી છે, લાંબા સમયથી વિલંબિત નિર્ણય રાષ્ટ્રીય હિતમાં લેવામાં આવે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ઉપરાંત રાષ્ટ્રીય પોલીસ સ્મારકની પણ સ્થાપના કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે સરદાર પટેલ, બાબાસાહેબ આંબેડકર અને નેતાજી સુભાષચંદ્ર બોઝ સહિત મહાન રાષ્ટ્રીય નેતાઓને યોગ્ય સન્માન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય હિતને સર્વોપરી રાખીને નિર્ણયો લેવાનું ચાલુ રાખશે.

RP