Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પ્રયાગરાજમાં સ્વચ્છ કુંભ, સ્વચ્છ આભાર કાર્યક્રમને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ પ્રયાગરાજમાં સ્વચ્છ કુંભ, સ્વચ્છ આભાર કાર્યક્રમને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ પ્રયાગરાજમાં સ્વચ્છ કુંભ, સ્વચ્છ આભાર કાર્યક્રમને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ પ્રયાગરાજમાં સ્વચ્છ કુંભ, સ્વચ્છ આભાર કાર્યક્રમને સંબોધન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રયાગરાજમાં સ્વચ્છ કુંભ, સ્વચ્છ આભાર કાર્યક્રમને સંબોધન કર્યુ હતું.
પ્રધાનમંત્રી પ્રયાગરાજમાં પવિત્ર સંગમ સ્થાને ડૂબકી લગાવ્યા પછી અને સ્વચ્છ કુંભની ખાતરી માટે સતત પ્રયાસ કરનારા પસંદગીના સ્વચ્છતા કર્મચારીઓનું બહુમાન કરી તેમની “ચરણ વંદના” કર્યા પછી મંચ સુધી પહોંચ્યા હતા.

તેમણે પ્રયાગરાજ ખાતે કુંભમાં આવનારા તમામ ભાવિક યાત્રાળુઓ માટે ઉત્તમ ગોઠવણ કરનાર તમામ લોકોને “કર્મ- યોગી” ગણાવ્યા હતા. આ સંદર્ભમાં તેમણે જણાવ્યુ હતું કે એનડીઆરએફ, નાવિકો, સ્થાનિક લોકો અને સફાઈ કર્મચારીઓ પણ આભારના અધિકારી છે. તેમણે એવો ઉલ્લેખ કર્યો હતો કે છેલ્લા થોડાંક સપ્તાહોમાં 21 કરોડથી વધુ લોકોએ કુંભની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે સફાઈ કર્મચારીઓએ પૂરવાર કર્યું છે કે કંઈ પણ અસંભવ નથી. તેમણે જણાવ્યું હતું કે સફાઈ કર્મચારીઓ અત્યંત સન્માન અને કદરને પાત્ર છે. તેમણે જણાવ્યું હતું કે કેટલાક સફાઈ કર્મચારીઓને તેમણે ચરણ વંદના કરી તે ક્ષણો ઈતિહાસમાં કંડારાઈ જશે અને યાદગાર બની જશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આજે જેની જાહેરાત કરવામાં આવી છે તે સ્વચ્છ સેવા સન્માન કોશથી સફાઈ કર્મચારીઓ અને તેમના પરિવારોને જરૂરિયાતના સમયે સહાય મળશે.
પ્રધાનમંત્રી જણાવ્યું કે સ્વચ્છ ભારત અભિયાન ઝડપભેર આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે દેશ મહાત્મા ગાંધીની આ વર્ષે 2 ઓક્ટોબરના રોજ આવનારી 150મી જન્મજયંતિ પ્રસંગે જાહેરમાં શૌચમુક્ત બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ વર્ષે ગંગા યોજનાની સફાઈ પણ ચર્ચા મોટી ચર્ચાનો વિષય બની છે. તેમણે ઉમેર્યું કે આજે તેઓ પ્રથમવાર તેના સાક્ષી બન્યા છે. તેમણે કહ્યું કે આ નમાની ગંગે યોજનાના પ્રયાસોનું પરિણામ છે. તેમણે કહ્યું કે નદીમાં વહેતી ગટરો બંધ કરી દેવામાં આવી છે અને સ્યુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે થોડા દિવસો પહેલાં તેમણે સિઓલ શાંતિ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો તેમા તેમને રૂ. 1.30 કરોડની રકમનો સમાવેશ થતો હતો અને તેમણે આ રકમ નમામી ગંગે મિશનને દાનમાં આપી છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી તરીકે તેમને જે ઉપહાર અને સ્મૃતિ ચિહ્નો મળ્યા છે તેની હરાજી કરવામાં આવી છે અને તેમાંથી મળેલી રકમ પણ નમામી ગંગે યોજનાને આપવામાં આવી છે.
પ્રધાનમંત્રીએ કુંભમાં કામગીરી કરી રહેલા નાવિકોની પણ પ્રશંસા કરી હતી. તેમણે નોંધ લીધી હતી કે, આઝાદી પછી સૌપ્રથમ વાર કુંભમાં આવતા યાત્રાળુઓને અક્ષયવટની મુલાકાત લેવાની તક મળી છે.
પ્રધાનમંત્રીએ સમારંભમાં હાજર રહેલા તમામ લોકોનો તેમનું આધ્યાત્મિકતા, શ્રદ્ધ અને આધુનિકતાના પ્રતિક સમાન કુંભનું વિઝન સાકાર કરવા બદલ આભાર માન્યો હતો. ઉત્તરપ્રદેશની પોલિસે જે ભૂમિકા ભજવી હતી તે બદલ પોલિસતંત્રનો પણ તેમણે આભાર માન્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ વર્ષે કુંભ માટે જે વ્યવસ્થા કરવામાં આવી હતી તેમાં મહત્વની માળખાગત સુવિધાઓના વિકાસનો પણ સમાવેશ થાય છે, જે કુંભ મેળો પૂર્ણ થયા પછી પણ શહેરને સેવા આપવાનું ચાલુ રાખશે.

***

RP