હું રાષ્ટ્રપતિ મૂન જે-ઇનનાં આમંત્રણ પર પ્રજાસત્તાક કોરિયાની મુલાકાત લેવા જઈ રહ્યો છું. આ પ્રજાસત્તાક કોરિયાની મારી બીજી મુલાકાત હશે અને રાષ્ટ્રપતિ મૂન સાથે મારું બીજુ શિખર સંમલેન હશે.
આપણે ગયા વર્ષે જુલાઈમાં ભારતમાં રાષ્ટ્રપતિ મૂન જે-ઇન અને પ્રથમ મહિલા શ્રીમતી કિમ જૂંગ-સૂકને ઉષ્માસભર આવકાર આપ્યો હતો. પ્રજાસત્તાક કોરિયાની મારી મુલાકાત આપણા બંને દેશો વચ્ચેનાં સંબંધોનાં મહત્ત્વને સૂચવે છે.
આપણે પ્રજાસત્તાક કોરિયાને મહત્વપૂર્ણ મિત્ર ગણીએ છીએ. પ્રજાસત્તાક કોરિયા એવુ રાષ્ટ્ર છે, જેની સાથે આપણે વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી ધરાવીએ છીએ. સાથીદાર લોકશાહી રાષ્ટ્ર તરીકે ભારત અને પ્રજાસત્તાક કોરિયા એકસમાન મૂલ્યો ધરાવે છે તથા પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય શાંતિ માટે સહિયારું વિઝન ધરાવે છે. સાથી બજાર અર્થતંત્રો તરીકે આપણી જરૂરિયાતો અને ક્ષમતાઓ એકબીજાની પૂરક છે. પ્રજાસત્તાક કોરિયા આપણી ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ તેમજ ‘સ્ટાર્ટ અપ ઇન્ડિયા’ અને ‘ક્લીન ઇન્ડિયા’ પહેલોમાં મહત્ત્વપૂર્ણ ભાગીદાર છે. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આપણુ જોડાણ પ્રોત્સાહનજનક છે, જેમાં આપણા સંયુક્ત સંશોધનો મૂળભૂતથી અત્યાધુનિક વિજ્ઞાન સુધી ફેલાયેલા છે.
આપણુ લોકોથી લોકોનું જોડાણ અને આદાન-પ્રદાન હંમેશા આપણા મૈત્રીપૂર્ણ સંબંધોનો પાયો રહ્યો છે. ગયા વર્ષે નવેમ્બરમાં અયોધ્યામાં ‘દીપોત્સવ’ તહેવારની ઉજવણી થઈ હતી, જેમાં વિશેષ પ્રતિનિધિ તરીકે રાષ્ટ્રપતિ મૂનનાં પ્રથમ મહિલાને મોકલવાનો નિર્ણય આપણને સ્પર્શી ગયો હતો.
આપણા સંબંધોમાં વધતું ઊંડાણ અને વિવિધતા આપણી એક્ટ ઇસ્ટ પોલિસી અને પ્રજાસત્તાક કોરિયાની નવી સધર્ન નીતિ વચ્ચે સમન્વય સ્થાપિત કરીને એને ગાઢ બનાવે છે. સંયુક્તપણે કામ કરીને આપણે આપણા સંબંધોને લોકો માટે ‘ભવિષ્યલક્ષી પાર્ટનરશિપ, સમૃદ્ધિ અને શાંતિ’ તરીકે ગાઢ બનાવવા આતુર છીએ.
આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ મૂન સાથે મારી ચર્ચા ઉપરાંત હું ઉદ્યોગપતિઓ, ભારતીય સમુદાયનાં સભ્યો અને જીવનનાં તમામ ક્ષેત્રોનાં પ્રસિદ્ધ લોકોને મળીશ.
મને ખાતરી છે કે, આ મુલાકાત આપણી આ મહત્ત્વપૂર્ણ ભાગીદારીને વધારે મજબૂત કરવામાં મદદરૂપ થશે.
RP
This evening, I will be leaving for the Republic of Korea at the invitation of President @moonriver365.
— Narendra Modi (@narendramodi) February 20, 2019
We regard the Republic of Korea as a valued friend with which we have a Special Strategic Partnership.
The visit will boost bilateral cooperation. https://t.co/HTIdz1eQwq
As fellow democracies, India and ROK have shared values and a vision for world peace.
— Narendra Modi (@narendramodi) February 20, 2019
As fellow market economies, our needs and strengths are complementary.
ROK is an important partner for @makeinindia, @swachhbharat and @startupindia initiatives.
During our talks, President @moonriver365 and I will take forward our conversations from last year on how best to advance the India-ROK partnership.
— Narendra Modi (@narendramodi) February 20, 2019
I will also meet business leaders, the Indian community as well as eminent persons from all walks of life.