પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે તમિલનાડુના કુન્નુરમાં નવા વાયરલ વેક્સીન ઉત્પાદન એકમની સ્થાપના માટે પાશ્ચર ઇન્સ્ટિટયૂટ ઑફ ઇન્ડિયા (પીઆઈઆઈ)ને 30 એકર ભૂમિની ફાળવણી માટે મંજૂરી આપી દીધી છે.
આ પરિયોજના અંતર્ગત પીઆઈઆઈ કુન્નુરમાં વાયરલ વેક્સીન (જેવી કે ટીસીએ એન્ટિ મીઝ્લ વેક્સીન, જેઈ વેક્સીન વગેરે) અને એન્ટી સિરા (જેવી કે સર્પ વિષ વિરોધી અને એન્ટી રેબીઝ સિરા)નું ઉત્પાદન કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટેની જમીન વિનામુલ્યે ફાળવવામાં આવશે.
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આ પરિયોજના માટે ઉપયોગમાં લેવામાં આવનાર ભૂમિનો ઉપયોગ ‘ઔદ્યોગિક’ થી બદલીને ‘સંસ્થાગત’ પણ કરવામાં આવશે.
ફાયદાઓ:
જમીનની ફાળવણીથી બાળકો માટે જીવન રક્ષક રસીઓના ઉત્પાદનને પ્રોત્સાહન મળવાની સાથે-સાથે દેશમાં રસીકરણ સુરક્ષા કાયમી થવા, રસીકરણ પર ખર્ચો ઘટાડવા અને આયાતના વિકલ્પોને ઘટાડવામાં મદદ મળશે. વર્તમાન સમયમાં તેની આયાત કરવામાં આવે છે.
RP