પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 2015ની બેચના 181 આઈએએસ પ્રોબેશનર્સ સાથે વાતચીત કરી હતી.
પ્રધાનમંત્રીએ આઈએએસ પ્રોબેશનર્સને નિર્ણયો લેતી વખતે મહાત્મા ગાંધીના ગરીબમાં ગરીબ વ્યક્તિના કલ્યાણને મનમાં રાખવાના જાદુઈમંત્રને યાદ કરવાની સલાહ આપી હતી.
કેટલાક પ્રોબેશનરોએ આઈએએસમાં જોડાતા પહેલા ખાનગી ક્ષેત્રમાં કામ કર્યું હોવાની વાતના ઉલ્લેખ સાથે તેમણે જણાવ્યું હતું કે તેમના અગાઉના એસાઈન્મેન્ટ્સ જોબ્સ – નોકરીઓ હતી, હવે તેઓ જે હાથમાં લેવાના છે તે સર્વિસ – સેવા છે.
ઉત્તર-પૂર્વના રાજ્યોમાં પ્રગતિ અને કનેક્ટિવિટીના મહત્ત્વ પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે જો ઉત્તર-પૂર્વનાં રાજ્યોનો વિકાસ થાય, તો સમગ્ર દેશ ઘણો આગળ વધી શકશે.
એક પ્રશ્નના ઉત્તરમાં શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ચાર દાયકાથી પણ વધુ સમયથી તેમણે ભારતભરમાં જે વ્યાપક મુસાફરી કરી છે અને તેમનો રાજ્યના મુખ્યપ્રધાન તરીકેનો જે અનુભવ છે, તેનાથી તેમને પ્રધાનમંત્રી તરીકે પોતાના કામમાં મદદ મળી હતી.
UM/J.Khunt