Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગૌડિયા મિશન અને મઠના શતાબ્દિ સમારંભનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રીએ ગૌડિયા મિશન અને મઠના શતાબ્દિ સમારંભનું ઉદ્ઘાટન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોલકતામાં ગૌડિયા મિશન અને મઠના શતાબ્દિ સમારોહનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારતની દીર્ઘકાલીન સાંસ્કૃતિક પરંપરાઓનું કારણ તેની આધ્યાત્મિક ચેતના છે. તેમણે જણાવ્યું કે આ આધ્યાત્મિક ચેતના યુગોથી યથાવત્ ચાલી આવે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ ચેતનાએ ભાષાની મર્યાદાઓ પણ ઓળંગી દીધી છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ “વૈષ્ણવ જન તો તેને રે કહીએ રે” ભજન છે.

તેમણે ઉમેર્યું કે આધુનિક સંદર્ભમાં સરળતાથી “જન પ્રતિનિધિ”ને “વૈષ્ણવ જન”ના સ્થાને મૂકી શકાય એમ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારતીય સમાજમાં સુધારા હંમેશા સમાજની અંદરથી જ પ્રેરાયેલા છે, અને રાજા રામમોહન રાય અને ઈશ્વર ચંદ્ર વિદ્યાસાગર તેના મુખ્ય ઉદાહરણો છે.

ત્યાર બાદ પ્રધાનમંત્રીએ ગૌડિયા મઠ ખાતે પ્રાર્થના કરી હતી.

AP/J.Khunt