Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ અરુણાંચલ પ્રદેશ અને મિઝોરમના લોકોને તેમના નાગરિકતા દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અરુણાંચલ પ્રદેશ અને મિઝોરમના લોકોને તેમના નાગરિકતા દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે “અરુણાંચલ પ્રદેશના નાગરિકતા દિવસ નિમિત્તે રાજ્યના લોકોને હું શુભેચ્છાઓ પાઠવું છું. આગામી વર્ષોમાં રાજ્યના એકંદર વિકાસ માટે હું પ્રાર્થના કરું છું.

અરુણાંચલ પ્રદેશની નવી સરકારને લોકોની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ પૂરી કરવા માટે મારી શુભકામનાઓ છે.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે “મિઝોરમના અદ્ભુત લોકોને તેમના નાગરિકતા દિવસે મારી શુભેચ્છાઓ છે. આવનારાં વર્ષોમાં મિઝોરમ પ્રગતિની નવી ઊંચાઈઓને આંબે તેવી પ્રાર્થના.”

AP/J.Khunt