Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

બજેટ 2019-20 પર પ્રધાનમંત્રીનું વક્તવ્ય


 

દેશને ચોક્કસ યોજનાઓના માધ્યમથી શક્તિશાળી રાષ્ટ્ર બનાવવાની દિશામાં આ એક મહત્વનું પગલું છે, આ બજેટમાં મધ્યમવર્ગથી લઈને શ્રમિકો સુધી, ખેડૂતોની ઉન્નતીથી લઇને કારોબારીઓની પ્રગતિ સુધી, આવકવેરાની રાહતથી લઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી, ઉત્પાદનથી લઈને એમએસએમઈ ક્ષેત્ર સુધી, આવાસથી લઈને આરોગ્યકાળજી ક્ષેત્ર સુધી, અર્થતંત્રને નવી ગતિથી લઈ જઇનેને નવા ભારતનના નિર્માણ સુધી સૌનું ધ્યાન આ બજેટમાં રાખવામાં આવ્યું છે.

સાથીઓ અમારી સરકારની યોજનાઓએ દેશના દરેક વ્યક્તિના જીવન પર સકારાત્મક પ્રભાવ પાડ્યો છે. આયુષ્માન ભારત યોજનાનો લાભ 50 કરોડ ગરીબોને મળવો નિશ્ચિત છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના અને સુરક્ષા વીમા યોજનાનો લાભ 21 કરોડ ગરીબોને મળી રહ્યો છે. સ્વચ્છ ભારત મિશનથી 9 કરોડથી વધુ પરિવારોને લાભ મળ્યો છે. ઉજ્જવલા યોજના અંતર્ગત છ કરોડથી વધુ પરિવારોને મફત ગેસ જોડાણો મળ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના કારણે 1.5 કરોડ પરિવારોને તેમના પોતાના પાકા મકાનો મળ્યા છે. હવે આ બજેટમાં 12 કરોડથી વધુ ખેડૂતોને ૩ કરોડથી વધુ મધ્યમ વર્ગના ટેક્સ ચુકવતા પરિવારોને અને 30, 40 કરોડ શ્રમિકોને સીધો લાભ મળવાનો નક્કી થયો છે. સાથીઓ, સરકારના પ્રયાસો વડે આજે દેશમાં ગરીબી વિક્રમી ગતિએ ઘટી રહી છે લાખો કરોડો લોકો ગરીબીને હરાવીને નવા મધ્યમ વર્ગ, મિડલ ક્લાસમાં પ્રવેશ કરી રહ્યા છે. દેશનો આ ઘણો મોટો વર્ગ આજે પોતાના સપનાઓ સાકાર કરવા માટે અને સાથેસાથે દેશના વિકાસને ગતિ આપવામાં લાગેલો છે. એવા સમયમાં આ વધતા મધ્યમ વર્ગની આશા, આકાંક્ષાઓને કંઈક કરી દેખાડવાના જુસ્સાને પ્રોત્સાહન મળે તેને સહકાર મળે તેની માટે સરકારે પોતાની પ્રતિબદ્ધતા દેખાડી છે. હું દેશના મધ્યમ વર્ગ, પગારવાળા મધ્યમ વર્ગને આવક વેરાના દરોમાં મળેલી છૂટ માટે ખૂબખૂબ અભિનંદન આપું છું.

આ મધ્યમ વર્ગ અને ઉચ્ચતર મધ્યમ વર્ગની ઉદારતા એ જ તેમની ઈમાનદારી જ છે, કાયદાને માનીને ચાલવાની તેમની પ્રતિબદ્ધતા જ છે જેના કારણે દેશને ટેક્સ મળે છે દેશની યોજનાઓ બને છે, ગરીબોનું કલ્યાણ થાય છે. વર્ષોથી આ માંગણી રહી હતી કે પાંચ લાખ રૂપિયા સુધીની આવકને આવક વેરાથી મુક્ત જાહેર કરી દેવામાં આવે. આટલા વર્ષોથી કરવામાં આવી રહેલી માંગણીને પૂર્ણ કરવાનું કામ અમારી સરકારે કર્યું છે.

સાથીઓ, ખેડૂતો માટે સમયસમય પર, જુદીજુદી યોજનાઓ વિવિધ સરકારોએ બનાવી છે પરંતુ ઉપરના સ્તર પરના બે, ત્રણ કરોડ ખેડૂતો કરતા વધુ ખેડૂતો આ યોજનાની સીમામાં આવ્યા જ નથી. હવે પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિ એટલે કે જેને પીએમખેડૂત યોજના તરીકે ઓળખવામાં આવી રહી છે તેનો લાભ 12 કરોડથી વધુ તે ખેડૂતોને મળશે જેમની પાસે પાંચ એકર કે પાંચ એકર કરતા ઓછી જમીન છે. એક રીતે જોઈએ તો આઝાદી પછી દેશના ઈતિહાસમાં ખેડૂતોને માટે બનેલી આ સૌથી મોટી યોજના છે. અમારી સરકાર ખેડૂતો માટે એક પછી એક મજબૂત પગલાઓ ઉપાડી રહી છે. પશુપાલન, ગોસંવર્ધન, મત્સ્યપાલન જેવા ગ્રામીણ જીવન અને કૃષિ જીવન સાથે જોડાયેલા મહત્વના ક્ષેત્રોનું પણ આ બજેટમાં વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. રાષ્ટ્રીય કામધેનું આયોગ અને માત્સ્યપાલનનો જુદો વિભાગ કરોડો ખેડૂતોને પોતાની આજીવિકા વધારવામાં મદદ કરશે, માછીમારોને મદદ કરશે. અમારો એ સંપૂર્ણ પ્રયાસ છે કે ખેડૂતને સશક્ત કરીને તેને તે સાધન આપીએ, સંસાધન આપીએ જેનાથી તેઓ પોતાની આવક બમણી કરી શકે. આજના નિર્ણયો દ્વારા આ મિશનને વધુ ગતિ મળશે.

સાથીઓ આજે ભારતમાં અનેક ક્ષેત્રોમાં વિકાસ થઇ રહ્યો છે નવાનવા પ્રકારના ક્ષેત્રોમાં, નવાનવા વિસ્તારોમાં નવીનવી પ્રકારની યોજનાઓમાં પ્રગતિ થઇ રહી છે અને આ ક્ષેત્રોમાં કામ કરનારા લોકોની સંખ્યા પણ સતત વધારો થઈ રહ્યો છે. પરંતુ અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો, મજૂરો, અનઓર્ગેનાઇઝ કામદારો જેમાં ઘરે કામ કરનારા લોકો હોય કે પછી ખેતીના મજુરો હોય કે લારી ચલાવનારા લોકો હોય એવા સમાજ સુધી ઘણો મોટો તબક્કો છે, મારા ભાઈઓબહેનો, આ મારા બંધુઓની ચિંતા ક્યારેય નથી કરવામાં આવી. તેમને તેમના નસીબ ઉપર છોડી દેવામાં આવ્યા છે. આપણા દેશમાં તેમની સંખ્યા, બિનસંગઠિત મજુરોની સંખ્યા લગભગ 40-42 કરોડ છે તેમના માટે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના તેમના જીવનના ઉત્તરાર્ધમાં, 60 વર્ષની ઉંમર પછીની જિંદગી માટે ખૂબ સહાયક થશે તેમને આયુષ્માન ભારત યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી અનેક યોજનાઓનો લાભ તો મળશે જ. વૃદ્ધવસ્થામાં રોજબરોજની જિંદગી ગુજારવા માટે પેન્શન પણ મળતું રહેશે.

ભાઈઓ અને બહેનો, અમારી સરકાર દેશના તે દરેક નાગરિકને વિકાસની મુખ્ય ધારા સાથે જોડાવાનો પ્રયાસ કરી રહી છે, જે અત્યારે પણ કોઈ કારણોસર વિકાસનો પુરેપુરો લાભ નથી લઇ શકતા. સમાજની છેલ્લી હરોળમાં ઉભેલા વ્યક્તિ સુધી પહોંચવાના આ પ્રયાસમાં સરકારે ભટકતા સમુદાયો જેવા કે મદારી છે, સાપવાળા છે, વણજારા છે, ગાડીયા લુહાર છે વગેરે માટે એક કલ્યાણ બોર્ડ બનાવવાનો પણ નિર્ણય કર્યો છે. મને આશા છે કે સાચી ઓળખ થયા બાદ સરકારના વિકાસ કાર્યોનો લાભ આ સમુદાયોને વધુ ઝડપથી મળશે.

સાથીઓ વેપારીવર્ગ માટે, ટ્રેડર્સને માટે કોઈ મંત્રાલય હોય તે વિચારથી એક નવી વ્યવસ્થાને વિકસિત કરવાની દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ. દેશના વેપારી વર્ગ, ટ્રેડર્સ અને અનેક કર્મચારીની જરૂરિયાતોને સમજતા તેમની જરૂરિયાતોને પૂરી કરવા માટે ડીઆઈપીપીને પુનઃસંગઠિત કરીને તેને વિશેષ જવાબદારી આપવામાં આવી છે. હવે આ વિભાગ ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના નામે ઓળખાશે. મને ખુશી છે કે આવનારા દાયકાના અંત સુધીની જરૂરિયાતોને અને લક્ષ્યોને ધ્યાનમાં રાખીને પણ આ બજેટમાં યોજનાઓને સમાવિષ્ટ કરવામાં આવી છે. આ બજેટ ગરીબને શક્તિ આપશે, ખેડૂતને મજબૂતી આપશે, શ્રમિકોને સન્માન આપશે, મિડલ ક્લાસના સપનાઓને સાકાર કરશે, ઈમાનદાર કરદાતાઓના ગૌરવનું ગાન કરશે, ટ્રેડર્સને સશક્ત કરશે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણને ગતિ આપશે અર્થવ્યવસ્થાને નવું બળ આપશે. દેશના વિશ્વાસને મજબૂત કરશે. આ બજેટ નવા ભારતના લક્ષ્યોની દિશામાં દેશના 130 કરોડ લોકોને નવી ઊર્જા આપશે. આ બજેટ સર્વવ્યાપી, સર્વસ્પર્શી, સર્વસમાવેશી છે. સર્વોત્કર્ષને સમર્પિત છે.

હું એકવાર ફરી અમારા મિત્ર અરુણજીને અને પીયુષજીને અને તેમની ટીમને આ શ્રેષ્ઠ બજેટ માટે ખૂબખૂબ અભિનંદન પાઠવું છું.

આભાર!

 

RP