Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ એનસીસી રેલીને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ એનસીસી રેલીને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ એનસીસી રેલીને સંબોધન કર્યું

પ્રધાનમંત્રીએ એનસીસી રેલીને સંબોધન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં યોજાયેલી એનસીસી રેલીને સંબોધન કર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે જ્યારે-જ્યારે તે એનસીસી કેડેટની વચ્ચે હોય છે ત્યારે તેઓ તેમની જૂની સ્મૃતિઓમાં ખોવાઇ જાય છે.

તેમણે એ બાબતે આનંદ વ્યક્ત કર્યો હતો કે છેલ્લા એક વર્ષમાં એનસીસીના કેડેટ સ્વચ્છ ભારત અભિયાન, ડિજિટલ લેવડ- દેવડ વગેરે જેવી કેટલીક મહત્વની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે કેરળમાં આવેલા પૂર વખતે એનસીસીના કેડેટ્સે રાહત અને બચાવ કામગીરીમાં જે યોગદાન આપ્યું હતું તે પ્રશંસાપાત્ર છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર દુનિયા ભારતને એક ચમકતા સિતારા તરીકે જુએ છે, હવે એવી છાપ ઊભી થઈ છે કે ભારત ખૂબ જ ક્ષમતા તો ધરાવે જ છે, પણ સાથે-સાથે તે ક્ષમતાને પુરવાર પણ કરી જાણે છે.

તેમણે જણાવ્યું હતું કે અર્થતંત્ર હોય કે સંરક્ષણ, ભારતની ક્ષમતાઓ વિસ્તરતી જાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત શાંતિનું સમર્થન કરી રહ્યું હોવા છતાં તે રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી કોઈપણ પગલું ભરતા અચકાશે નહીં, સંરક્ષણ અને સલામતિ ક્ષેત્રે છેલ્લા સાડા ચાર વર્ષમાં ઘણાં નિર્ણયો લેવામાં આવ્યા છે, ભારતનો એવા જૂજ દેશોમાં સમાવેશ થાય છે કે જેમણે પરમાણું પરિક્ષણ કર્યું છે, ભારત સલામત હશે તો જ યુવાનો પોતાના સપના સાકાર કરી શકશે.

તેમણે ગામડાં અને નાના નગરોમાંથી આવેલા કેડેટ દ્વારા કરવામાં આવેલા સખત પરિશ્રમની કદર કરી હતી. તેમણે જણાવ્યું કે એનસીસીના કેડેટ દેશને ગૌરવ અપાવી રહ્યા છે. આ સંદર્ભમાં તેમણે પ્રસિદ્ધ રમત વીર હિમા દાસનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે સખત પરિશ્રમ અને પ્રતિભા એ સફળતા માટેનાં મુખ્ય પરિબળો છે. તેમણે કહ્યું કે ભારત વીઆઈપી કલ્ચરના બદલે ‘ઈપીઆઈ’ કલ્ચર લાવવા પ્રયાસ કરી રહ્યું છે, જેમાં “એવરી પર્સન ઈઝ ઈમ્પોર્ટન્ટ” (દરેક વ્યક્તિ મહત્વપૂર્ણ) બની રહે છે. તેમણે કેડેટ્સને તમામ પ્રકારની નકારાત્મકતા દૂર કરવા અને પોતાના તથા રાષ્ટ્રના વધુ સારા કલ્યાણ માટે કામ કરવા જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, મહિલાઓને તકો પૂરી પાડવા માટે અને કામકાજના સ્થળે તેમની સહભાગીતા વધારવા માટે પ્રયાસો થઈ રહ્યા છે, મહિલાઓ હવે ભારતના વાયુદળમાં સૌ પ્રથમવાર ફાઈટર પાયલોટ બની છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર નૂતન ભારતનો હિસ્સો બની શકે નહીં, જે લોકો ભ્રષ્ટાચારમાં રાચેલા છે તેમને છોડવામાં આવશે નહીં.

પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત અને ડિજિટલ ઈન્ડિયા જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ યુવાનોની પ્રશંસા કરી હતી. તેમણે અનુરોધ કર્યો હતો કે કેડેટ સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે જાગૃતિ ફેલાવ તે જરૂરી છે. તેમણે આગામી ચૂંટણીઓમાં યુવાનોને મોટી સંખ્યામાં મતદાન કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે કેડેટ્સે ભારતના ભવ્ય વારસા અને મહાન નેતાઓ અંગે નજીકનાં ભૂતકાળમાં દિલ્હીમા આકાર પામેલા નવા મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત લેવી જોઈએ. તેમણે લાલ કિલ્લા ખાતે આવેલા ક્રાંતિ મંદિર અને અલીપુર રોડ પર આવેલા બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરના મહા પરિનિર્વાણ સ્થળની મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ સ્થળોની મુલાકાત લેવાથી લોકો માટે કામ કરવાની તેમને નવી ઊર્જા મળશે.

NP/GP/RP