Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે સુવિધાનાં સંપૂર્ણ કદની અંદર 400 મિલિયન ડોલર સુધીની રકમનાં ‘વધારાનાં વિનિમય’ને સમાવવા માટે ‘સાર્કનાં સભ્ય દેશો માટે ચલણ વિનિમય વ્યસ્થાના માળકામાં’ સંશોધન કરવાની મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે વિનંતીકર્તા સાર્ક સભ્ય દેશોની પરિસ્થિતિઓ અને ભારતની સ્થાનિક જરૂરિયાતો પર ઉચિત સ્વરૂપે ધ્યાન આપ્યાં પછી બે અબજ ડોલરની સંપૂર્ણ સુવિધાના કદની અંદર ઓપરેટેડ 400 મિલિયન ડોલર સુધીની રકમના વધારાનાં વિનિમયને સામેલ કરવા અને વિનિમયનાં સમયગાળા, રોલ ઓવર જેવી એનાં સંચાલનની રીતોનાં સંબંધમાં અનુકૂળતા લાવવા માટે સાર્કનાં સભ્ય દેશો માટે ચલણ વિનિમયનાં એરેન્જમેન્ટ સ્વરૂપે સંશોધનને કાર્યોત્તર મંજૂરી આપી દીધી છે.

 

મુખ્ય વિશેષતાઓ :

 

વૈશ્વિક અર્થતંત્રમાં વધારાનુ નાણાકીય જોખમ અને અસ્થિરતનાં કારણે સાર્ક સભ્ય દેશોની ટૂંક ગાળાની વિનિમય જરૂરિયાતો પૂર્વ સમજૂતીઓથી વધારે હોઈ શકે છે. સ્વીકૃત સાર્ક માળખા અંતર્ગત વધારાનાં વિનિમયને સામેલ કરવા સ્વરૂપને જરૂરી અનુકૂળતા મળશે અને ભારત સાર્ક વિનિમયનાં માળખાને અતંર્ગત નિર્ધારિત હાલની મર્યાદાથી વધારે રકમનું વિનિમય પ્રાપ્ત કરવા સાથે સંબંધિત સાર્ક સભ્ય દેશોનાં હાલની વિનંતી પર તાત્કાલિક જવાબ આપવામાં સમર્થ થઈ શકશે.

 

પૃષ્ઠભૂમિ :

 

મંત્રીમંડળે સાર્ક સભ્ય દેશો માટે ચલણ વિનિમય સમજૂતી સાથે સંબંધિત માળખાને વિદેશી ચલણની ટૂંકા ગાળાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે નાણાકીય સહાયતા પ્રદાન કરવા કે લાંબા ગાળાની વ્યવસ્થા થાય ત્યાં સુધી અથવા ટૂંકા ગાળામાં જ સમસ્યાનું સમાધાન થાય ત્યાં સુધી ચુકવણીનાં સંતુલનનાં સંકટને દૂર કરવાની ઇચ્છાથી 01 માર્ચ, 2012નાં રોજ મંજૂરી આપી દીધી હતી. આ સુવિધા અંતર્ગત આરબીઆઈ સાર્કનાં દરેક સભ્ય દેશને એમની બે મહિનાની આયાત જરૂરિયાતોને આધારે અને કુલ મળીને બે અબજ ડોલરથી ઓછી રકમનાં ડોલર, યુરો કે ભારતીય રૂપિયામાં વિવિધ આકારમાં વિનિમયની રજૂઆત કરે છે. દરેક દેશ માટે લઘુતમ 100 મિલિયન ડોલર અને મહત્તમ 400 મિલિયન ડોલરને આધિન વિનિમય રકમ ઉપરોક્ત સુવિધામાં પરિભાષિત કરવામાં આવી છે. દરેક ઉપાડ ત્રણ મહિનાનાં ગાળા અને મહત્તમ બે રોલઓવર સુધી હશે. આરબીઆઈ વધારાનું વિનિમય પ્રાપ્ત કરતાં સભ્ય દેશોને કેન્દ્રીય બેંકો સાથે દ્વિપક્ષીય સ્વરૂપે સંચાલનની વિગત માટે ચર્ચાવિચારણા કરશે.

 

NP/J.Khunt/GP