Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારતીય સિનેમાનાં રાષ્ટ્રીય સંગ્રહાલયનું ઉદઘાટન કર્યું

પ્રધાનમંત્રીએ ભારતીય સિનેમાનાં રાષ્ટ્રીય સંગ્રહાલયનું ઉદઘાટન કર્યું

પ્રધાનમંત્રીએ ભારતીય સિનેમાનાં રાષ્ટ્રીય સંગ્રહાલયનું ઉદઘાટન કર્યું

પ્રધાનમંત્રીએ ભારતીય સિનેમાનાં રાષ્ટ્રીય સંગ્રહાલયનું ઉદઘાટન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં ભારતીય સિનેમાનાં રાષ્ટ્રીય સંગ્રહાલયના નવા ભવનનું ઉદઘાટન કર્યું હતુ.

આ પ્રસંગે મહારાષ્ટ્રનાં રાજ્યપાલ શ્રી સી વિદ્યાસાગર રાવ, રાજ્યનાં મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ, રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય મંત્રી શ્રી રામદાસ આઠવલે અને રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય મંત્રી કર્નલ (નિવૃત્ત) રાજ્યવર્ધન રાઠોડ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ પોતાનાં સંબોધનમાં કહ્યું હતું કે, ભારતીય સિનેમાનુ રાષ્ટ્રીય સંગ્રહાલય ભારતીય સિનેમા વિશે સમજવા અને શીખવા યુવા પેઢી માટે અદભૂત તક પ્રદાન કરશે. તેમણે ઉમેર્યું હતું કે, મ્યુઝિયમમાં ભારતીય મનોરંજન ઉદ્યોગનાં ઇતિહાસની વિસ્તૃત માહિતીની સાથે ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા વિવિધ દિગ્ગજોનાં સંઘર્ષની ગાથા પણ હશે.

ફિલ્મ અને સમાજને એકબીજાનું પ્રતિબિંબ ગણાવતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સમાજમાં જે કંઈ થાય છે એ સ્ક્રીન પર ફિલ્મો દ્વારા પ્રતિબિંબિત થાય છે, ત્યારે ફિલ્મોની અસર સમાજ પર પડે છે.

વિવિધ પ્રવાહો વિશે તેમણ કહ્યું હતું કે, અત્યારે ઘણી ફિલ્મો સમસ્યાઓ અને સમાધાન પર બને છ, જે અગાઉનાં વર્ષોની સરખામણીમાં સકારાત્મક સંકેત છે, જેમાં નિઃસહાયતા જ દર્શાવવામાં આવતી હતી.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, હવે ભારત પોતાની સમસ્યાઓનું સમાધાન પોતાની રીતે કરવાનો આત્મવિશ્વાસ ધરાવે છે અને તેમણે નવા ભારતનો સંકેત હોવાનું જણાવ્યું હતું, જે વિવિધ સમસ્યાઓનું સમાધાન કરવાનો આત્મવિશ્વાસ ધરાવે છે અને સક્ષમ છે.

પ્રધાનમંત્રીએ તેમનાં સંબોધનમાં ભારતીય સિનેમાની આંતરરાષ્ટ્રીય પહોંચ વિશે વાત કરી હતી. આ સંદર્ભમાં તેમણે ભારતીય ગીતો પણ ગાઈ શકે એવા વિવિધ આંતરરાષ્ટ્રીય નેતાઓ સાથે વાતચીત કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

તેમણે યુવા પેઢીની કલ્પનાને સાકાર કરવા પાત્રોનું સર્જન કરવા બદલ ફિલ્મ સમુદાયને શુભેચ્છા આપી હતી. તેમણે કહ્યું હતું કે, આ પ્રકારનાં પાત્રોની આંતરરાષ્ટ્રીય અપીલને કારણે ભારતની યુવા પેઢી અત્યારે બેટમેનની સાથે બાહુબલીનાં પણ પ્રશંસક છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતનો સોફ્ટ પાવર, તેની વિશ્વસનિયતા અને દુનિયાભરમાં બ્રાન્ડ ઇન્ડિયા ઊભી કરવામાં ભારતીય સિનેમાની ભૂમિકા મોટી છે. તેમણે કહ્યું હતું કે, અત્યારે સ્વચ્છતા, મહિલા સશક્તિકરણ, રમતગમત વગેરે જેવા સામાજિક મુદ્દાઓ લોકો સુધી પહોંચાડવા માટે સિનેમા મહત્વપૂર્ણ માધ્યમ છે. સિનેમા રાષ્ટ્રનિર્માણમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને એક ભારત શ્રેષ્ઠ ભારતની લાગણીને મજબૂત કરે છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ફિલ્મ ઉદ્યોગ દેશમાં પ્રવાસન ક્ષેત્રની વૃદ્ધિમાં પ્રદાન કરવાની ઊંચી સંભવિતતા ધરાવે છે.

તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, સરકાર દેશનાં વિવિધ વિસ્તારોમાં ફિલ્મ શૂટિંગની મંજૂરીઓ માટે સિંગલ વિન્ડો ક્લીયરન્સ સિસ્ટમ સ્થાપિત કરવા, ‘ઇઝ ઓફ ફિલ્મિંગ’ પ્રદાન કરવા કામ કરી રહી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર ફિલ્મ પાઇરસીની સમસ્યા ચકાસવા સિનેમાટોગ્રાફ કાયદા, 1952માં સુધારા પર કામ કરી રહી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકાર એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સ માટે નેશનલ સેન્ટર ફોર એક્સલન્સ સ્થાપિત કરવા માટે પણ કામ કરી રહી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સંચાર અન મનોરંજન માટ સંપૂર્ણપણે પ્રતિબદ્ધ યુનિવર્સિટીની તાતી જરૂર છે અને તેમણે ફિલ્મ ઉદ્યોગનાં દિગ્ગજોને આ માટ સૂચનો અને યોગદાન માટે અપીલ કરી હતી. તેમણે દાવોસ સમિટની માફક ભારતીય સિનેમાનાં બજારનાં વિસ્તરણ પર કેન્દ્રીત હોય એવો ગ્લોબલ ફિલ્મ સમિટનો વિચાર પણ સૂચવ્યો હતો.

RP