Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પ્રયાગરાજમાં એક નવા એરપોર્ટ સંકુલ અને કુંભ મેળા માટે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ અને કન્ટ્રોલ સેન્ટરનું ઉદઘાટન કર્યું; વિકાસ પરિયોજનાઓનો શુભારંભ કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રયાગરાજમાં એક નવા એરપોર્ટ સંકુલ અને કુંભ મેળા માટે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ ગંગાપૂજન પણ કર્યું હતું તથા સ્વચ્છ કુંભ પ્રદર્શનનું અવલોકન કર્યું હતું. તેમણે પ્રયાગરાજમાં અક્ષયવડની મુલાકાત પણ લીધી હતી. તેમણે પ્રયાગરાજનાં અંડાવામાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ, ઉદઘાટન અથવા શિલાન્યાસ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ વિશાળ જનમેદનીને સંબોધતા ઘોષણા કરી હતી કે, આ વર્ષે અર્ધકુંભનાં તીર્થયાત્રીઓ અક્ષયવડની યાત્રા કરી શકશે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર પ્રયાગરાજ માટે સારી સંચાર સુવિધા સુનિશ્ચિત કરવા શક્ય તમામ પ્રયાસો કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, જે યોજનાઓનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે એ મૂળભૂત માળખાકિય અને સંચાર સુવિધા બંનેમાં સહાયતા કરશે. તેમણે કહ્યું હતું કે, નવા એરપોર્ટ ટર્મિનલનું નિર્માણ એક વર્ષનાં વિક્રમી સમયગાળામાં પૂર્ણ કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અર્ધકુંભમાં આવનાર ભક્તો માટે એક નવીન અનુભવ સુનિશ્ચિત કરવા શક્ય તમામ પ્રયાસ થઈ રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, ભારતનાં સમૃદ્ધ ભૂતકાળ અને ઉજ્જવળ ભવિષ્યને પ્રદર્શિત કરવાનાં પ્રયાસો પણ થઈ રહ્યાં છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર સ્વચ્છ ગંગા સુનિશ્ચિત કરવા પણ કાર્યરત છે. તેમણે જણાવ્યું હતું કે, આ સંબંધમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ઘાટનાં સૌંદર્યીકરણમાં મોટી ભૂમિકા રહેશે.

પ્રધાનમંત્રીએ કુંભની ભારત અને ભારતીયતાનાં એક પ્રતીકરૂપે વ્યાખ્યા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ મેળો આપણને એકત્ર કરે છે અને એક ભારત, સ્વચ્છ ભારતની ઝલક પ્રસ્તુત કરે છે. તેમણે જણાવ્યું હતું કે, કુંભનું આયોજન ફક્ત વિશ્વાસની વાત નથી, પણ આ સન્માનની વાત છે અને કુંભની મુલાકાત લેનાર દરેક વ્યક્તિનું સારી રીતે ધ્યાન રાખવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, અર્ધકુંભ પ્રદર્શિત કરશે કે કેવી રીતે ‘નવુ ભારત’ વારસો અને આધુનિકતાનો સમન્વય કરી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ દેશને સાવધાન કરવા ઇચ્છે છે કે, કેટલાંક તત્ત્વો કોર્ટ પર અનુચિત દબાણ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારનાં તત્વો પોતાને તમામ પ્રકારની સંસ્થાઓથી ઉપર સમજે છે.

RP