Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

એઆઈઆઈબીના મનોનીત અધ્યક્ષને મળ્યા પ્રધાનમંત્રી

એઆઈઆઈબીના મનોનીત અધ્યક્ષને મળ્યા પ્રધાનમંત્રી

એઆઈઆઈબીના મનોનીત અધ્યક્ષને મળ્યા પ્રધાનમંત્રી


એશિયાઈ અવસંરચના નિવેશ બેંક (એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈનવેસ્ટમેન્ટ બેંક એટલે કે એઆઈઆઈબી) ને મનોનીત અધ્યક્ષ શ્રી જિન લિકનને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઔપચારીક મુલાકાત કરી. પ્રધાનમંત્રીએ સર્વસંમતિથી એઆઈઆઈબીના પ્રથમ અધ્યક્ષ ચૂટાવા પર શ્રી લિંકનને શુભેચ્છા પાઠવી.

પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે એઆઈઆઈબી બ્રિક્સ ન્યૂ ડેવપલમેન્ટ બેંકની સાથે એશિયા ક્ષેત્રમાં બુનિયાદી માળખાના વિકાસમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે. આ સંદર્ભમાં તેમણે ક્ષેત્રિય સંપર્ક વધારવા માટે માર્ગ, રેલ અને બંદરગાહો પર ધ્યાન કેન્દ્રિત કરવાની આવશ્યકતા પર જોર આપ્યું. આની સાથે જ તેમણે સતત વિકાસ માટે નાજુક જળવાયુ બુનિયાદી માળખા અને સ્વચ્છ ઉર્જા પહેલનો પણ ઉલ્લેખ કર્યો. આ પ્રયાસ આર્થિક વિકાસને વધારવા અને ગરીબીના જીવનથી લાખો લોકોને ઉગારવામાં સહાયક થઈ શકે છે.

પ્રધાનમંત્રીએ આશ્વાસન આપ્યું કે એઆઈઆઈબીના સંસ્થાપક સભ્ય અને બેંકમાં બીજા સૌથી મોટા શેરધારકો હોવાના લીધે ભારત બેંકની સફળતા માટે પૂર્ણ સમર્થન આપશે.

UM/AP/J.KHUNT/GP