Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે શત્રુનાં શેરોનું વેચાણ કરવા માટે નિર્ધારિત પ્રક્રિયા અને કાર્યપ્રણાલીને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે શત્રુનાં શેરોનું વેચાણ કરવા માટેની પ્રક્રિયા અને કાર્યપ્રણાલીને મંજૂરી આપી દીધી છે. એની વિગતો આ મુજબ છેઃ

1. શત્રુની સંપત્તિ સાથે સંબંધિત કાયદા, 1968ની કલમ 8-એની પેટા કલમ-1 મુજબ ગૃહ મંત્રાલયની કસ્ટડી/ભારતનાં શત્રુની સંપત્તિનાં કસ્ટડીમાં રહેલાં શત્રુનાં શેરોનું વેચાણ કરવા માટે ‘સૈદ્ધાંતિક સ્વરૂપે’ મંજૂરી આપી દીધી છે.

2. એનું વેચાણ કરવા માટે શત્રુની સંપત્તિ સાથે સંબંધિત 1968ની કલમ 8-એની પેટાકલમ-7ની જોગવાઈઓને આધિન રોકાણ અને જાહેર સંપત્તિનાં વ્યવસ્થાપનને અધિકૃત કરવામાં આવી છે.

3. વિનિવેશનાં લાભ સ્વરૂપે વેચાણમાંથી પ્રાપ્ત રકમને નાણાં મંત્રાલય દ્વારા સંવર્ધિત સરકારી ખાતામાં જમા કરાવવામાં આવશે.

વિગતો :

1. 996 કંપનીઓમાં 20,323 શેરધારકોનાં 6,50,75,877 શેર સીઈપીઆઈની કસ્ટડી અંતર્ગત છે. આ 996 કંપનીઓમાંથી 599 એક્ટિવ/સક્રિય કંપનીઓમાં છે. તેમાંથી 139 કંપનીઓ લિસ્ટેડ છે અને બાકીની કંપનીઓ નોન-લિસ્ટેડ છે. આ શેરોનું વેચાણ કરવાની પ્રક્રિયા માટે માર્ગ પરિવહન અને રાજમાર્ગ તથા ગૃહ મંત્રીને સામેલ કરીને નાણાં મંત્રીની અધ્યક્ષતા ધરાવતી વૈકલ્પિક કાર્યપ્રમાણી (એએમ) પાસેથી મંજૂરી મેળવવાની હોય છે. એએમની સહાયતા અધિકારીઓની ઉચ્ચ સ્તરીય સમિતિ કરશે, જેનાં સહ-અધ્યક્ષ સચિવ, ડીઆઈપીએએમ અને ગૃહ મંત્રાલનયાં સચિવ (ડીઈએ, ડીએલએ, કોર્પોરેટ કાર્ય મંત્રાલય અને સીઈપીઆઈનાં પ્રતિનિધિઓ સહિત) હશે. આ શેરોનાં વેચાણ માટે માત્રા, પ્રાઇસ/પ્રાઇસ બેન્ડ, સિદ્ધાંત અને કાર્યપ્રણાલીઓનાં સંબંધમાં પોતાની ભલામણો કરશે.

2. શત્રુનાં શેરોનું કોઈ પણ વેચાણ શરૂ કરતા અગાઉ સીઈપીઆઈ એ પ્રમાણિત કરશે કે શત્રુનાં શેરોનું આ વેચાણ કોઈ પણ ન્યાયાલય, ટ્રિબ્યુનલ કે કોઈ સત્તામંડળ કે હાલ લાગુ કોઈ કાયદા દ્વારા પ્રતિબંધિત નથી અને એનું સરકાર દ્વારા સમાધાન કરી શકાય છે.

3. શત્રુની જંગમ મિલકતની પતાવટ માટે હાલની અપેક્ષા મુજબ સલાહકાર/મર્ચન્ટ બેંકર, કાયદાકીય સલાહકાર, વેચાણ બ્રોકર જેવા મધ્યવર્તીઓની નિમણૂક ખુલ્લાં ટેન્ડર્સ/મર્યાદિત ટેન્ડર પ્રક્રિયાનાં માધ્યમથી ડીઆઈપીએએમ દ્વારા કરવામાં આવશે. આંતર-મંત્રાલય સમૂહ (આઈએમજી) વેચાણ પ્રક્રિયાનું માર્ગદર્શન કરશે.
1968નાં કાયદામાં ‘શત્રુ’ની પરિભાષા આ પ્રકારે હતીઃ ‘શત્રુ’ કે ‘શત્રુ વિષય’ કે ‘શત્રુ કંપની’નો આશય એ વ્યક્તિ કે દેશ સાથે છે, જે એક શત્રુ, શત્રુ વિષય કે એક શત્રુ કંપની હતી, ભારત સંરક્ષણ કાયદા અને નિયમાવલી અંતર્ગત કોઈ પણ કેસ હોય, પણ તેમાં ભારતનાં નાગરિક સામેલ હોતા નથી. 2017નાં સંશોધન દ્વારા એમાં તેનાં કાયદેસર ઉત્તરાધિકારી કે વારસદાર – પછી એ ભારતનો નાગરિક હોય કે ન હોય કે ભારતનાં શત્રુ રાષ્ટ્ર કે શત્રુ રાષ્ટ્ર સિવાય અન્ય કોઈ રાષ્ટ્રનો નાગરિક હોય અથવા જેણે પોતાની રાષ્ટ્રીયતા બદલી હોય.. તરીકે જાહેર કરવામાં આવેલ હોય.

અસર

1. આ નિર્ણયથી 1968માં શત્રુની સંપત્તિ સાથે સંબંધિત કાયદો લાગુ થયા પછી ઘણાં દાયકાઓ સુધી બિનઉપયોગ પડેલા શત્રુનાં શેરનું મુદ્રીકરણ થશે.

2. 2017માં સંશોધિત શત્રુની સંપત્તિની પતાવટ માટે એક કાયદેસર જોગવાઈ કરવામાં આવી હતી.

3. શત્રુનાં શેરોનું વેચાણ કરવા માટે પ્રક્રિયા અને વ્યવસ્થાની મંજૂરી પછી હવે તેનું વેચાણ કરવા માટે એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

મહત્ત્વપૂર્ણ અસર :

આ નિર્ણયથી દાયકાઓ સુધી બેકાર પડેલી શત્રુની સ્થાવર સંપત્તિનું મુદ્રીકરણ થશે. તેનું વેચાણ કરવાથી પ્રાપ્ત થનારા નાણાંનો ઉપયોગ વિકાસ અને સમાજ માટે કલ્યાણકારી કાર્યક્રમોમાં થઈ શકે છે.

પૃષ્ઠભૂમિ :

1. શત્રુની સંપત્તિ સાથે સંબંધિત કાયદો, 1968, ભારત સંરક્ષણ નિયમાવલી, 1962 અને ભારત રક્ષણ નિયમાવલી, 1972 (27 સપ્ટેમ્બર, 1997થી અમલમાં) અંતર્ગત સીઈપીઆઈનાં અધિકારક્ષેત્રમાં શત્રુ સંપત્તિને જાળવી રાખવાની જોગવાઈ છે.

2. આ કાયદામાં 2017માં સંશોધન કરીને કલમ-8એ અંતર્ગત સીઈપીઆઈને શત્રુ સંપત્તિનું વેચાણ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. ઉપરાંત,

a. કોઈ ન્યાયાલય, લવાદ પંચ કે અન્ય કોઈ સત્તામંડળ અથવા એ સમયે લાગુ કોઈ કાયદા અંતર્ગત આવેલા કોઈ ચુકાદા કે આદેશ છતાં આ સંદર્ભમાં કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત કોઈ સમયમર્યાદામાં શત્રુ સંપત્તિનાં કસ્ટોડિયન, કેન્દ્ર સરકારની પૂર્વમંજૂરી કે વિશેષ આદેશ અંતર્ગત પોતાને આધિન શત્રુ સંપત્તિની પતાવટ શત્રુ સંપત્તિ (સંશોધન અને કાયદેસરતા) ધારા, 2017 લાગુ થયાનાં ઠીક પહેલા આ કાયદાની જોગવાઈઓ અંતર્ગત, જેમ કે શત્રુ સંપત્તિ (સંશોધન અને કાયદેસરતા) ધારા, 2017માં સંશોધન કરવામાં આવેલ છે, એનું વેચાણ કરીને કે અન્ય કોઈ રીતે કરી શકાય છે.

b. શત્રુ સંપત્તિ અધિનિયમ 1968ની કલમ 8-એની પેટાકલમ-7માં કરવામાં આવેલા સંશોધન અનુસાર કેન્દ્ર સરકારની સંપત્તિનાં સંરક્ષકને સ્થાને અન્ય કોઈ સત્તામંડળ કે મંત્રાલય કે વિભાગને શત્રુ સંપત્તિની પતાવટ માટે સૂચના આપી શકાય છે.

RP