Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

આકાશવાણી પર વડાપ્રધાનની “મન કી બાત”નો મૂળપાઠ


મારા વ્હાલા દેશવાસીઓ,

આપ સૌને નમસ્કાર, 2015માં એક રીતે મારી આ વર્ષની છેલ્લી મનની વાત (છે.). આગામી મનની વાત 2016માં થશે. પરમદિવસે આપણે બધાંએ ક્રિસમસનું પર્વ ઉજવ્યું. અને હવે નવા વર્ષના સ્વાગતની તૈયારીઓ ચાલી રહી છે. ભારત વિવિધતાઓથી ભરેલો (દેશ) છે. તહેવારોની ભરમાર લાગેલી રહે છે. એક તહેવાર ગયો નથી કે બીજો આવ્યો નથી. એક રીતે દરેક તહેવાર બીજા તહેવારની રાહ મૂકીને જાય છે. કોઇ કોઇ વાર તો લાગે છે કે ભારત એક એવો દેશ છે. જ્યાં તહેવારથી ચાલતું અર્થતંત્ર છે. સમાજના ગરીબ વર્ગના લોકોની આર્થિક પ્રવૃત્તિઓનું તે કારણ બની જાય છે. મારા તરફથી સૌ દેશવાસીઓને ક્રિસમસ(નાતાલ)ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને 2016ના નવા વર્ષની પણ અનેક અનેક શુભેચ્છાઓ. 2016નું વર્ષ આપ સૌ માટે ઢગલાબંધ ખુશીઓ લઇને આવે. નવો ઉમંગ, નવો ઉત્સાહ, નવો સંકલ્પ આપને નવી ઉંચાઇએ પહોંચાડે. દુનિયા પણ સંકટોથી મુક્ત થાય. પછી એ આતંકવાદ હોય, ગ્લોબલ વોર્મિંગ હોય, કુદરતી આફતો હોય કે ચાહે માનવસર્જિત સંકટ હોય, માનવ જપ્ત સુખચેનનું જીવન પ્રાપ્ત કરે, તેનાથી વધુ બીજી કઇ ખુશી હોઇ શકે છે.

આપ તો જાણો છો જ કે હું ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરતો રહું છું. તેનાથી મને ઘણીબધી માહીતી મળે છે. હું મારા માય ગોવ પોર્ટલ પર પણ સારૂં એવું ધ્યાન રાખું છું.

પુણેથી શ્રી ગણેશ વી. સાવલેશવારકરે મને લખ્યું છે કે, આ મોસમ પર્યટકોની મોસમ હોય છે. બહુ મોટી સંખ્યામાં દેશવિદેશના પર્યટકો આવે છે. લોકો પણ નાતાલની રજાઓ માણવા જાય છે. પ્રવાસનના ક્ષેત્રમાં બાકી બધી સુવિધાઓ તરફ તો ધ્યાન આપવામાં આવે છે. પરંતુ તેમણે કહ્યું છે કે, જયાં જયાં પ્રવાસન સ્થળો છે, જયાં પર્યટકો જાય છે, યાત્રાધામ જાય છે, પ્રવાસધાન છે, ત્યાં સ્વચ્છતા જાળવવાની બાબતમાં ખાસ આગ્રહ રાખવો જોઇએ. આપણાં પર્યટન સ્થળો જેટલાં સ્વચ્છ હશે તેટલી દુનિયામાં ભારતની છબી બહેતર બનશે. ગણેશજીના વિચારોનું હું સ્વાગત કરૂં છું અને ગણેશજીની વાતને હું દેશવાસીઓ સુધી પહોંચાડી રહ્યો છું. આમ પણ આપણે “અતિથિ દેવો ભવ” કહીએ છીએ. આપણે ત્યાં જયારે કોઇ મહેમાન આવવાના હોય છે. તો આપણે ઘરમાં કેટલી સાજ સજાવટ અને સફાઇ કરીએ છીએ. તેમ જ, આપણા પર્યટન સ્થળો પર, પ્રવાસીઓનાં માનીતા સ્થળો પર, આપણાં યાત્રાધામો પર, ખરેખર આ એક વિશેષ જોર આપવા લાયક કામ તો છે જ. અને મને એ પણ આનંદ છે કે દેશમાંથી સ્વચ્છતાને લગતા સમાચાર સતત આવતા રહે છે. હું પહેલ્લા જ દિવસથી આ બાબતને મીડિયાના મિત્રોને ધન્યવાદ આપતો જ રહું છું. એવી નાની-નાની, સારીસારી બાબતો ખોળી-ખોળીને તેઓ લોકો સમક્ષ મૂકે છે. તાજેતરમાં જ એક અખબારમાં મેં એક ખબર વાંચ્યા હતા. હું ઇચ્છું કે દેશવાસીઓ હું તે જણાવું.

મધ્યપ્રદેશના સીહોર જિલ્લાના ભોજપુરા ગામના એક વડિલ કારીગર છે. દિલીપસિંહ માલવિયા. આમ તો તેઓ સામાન્ય કારીગર છે અને કડિયાકામ કરે છે, મજૂરી કરે છે. તેમણે એક એવું અનોખું કામ કર્યું છે કે, અખબારે તેમની વાત છાપી છે. અને મારા ધ્યાનમાં તે વાત આવી તો મને પણ લાગ્યું કે આ વાત હું આપના સુધી પહોંચાડું. નાનકડા ગામના દિલીપસિંહ માલવિયા. તેમણે નક્કી કર્યું કે, ગામમાં જો કોઇ માલસામાન પૂરો પાડે તો શૌચાલય બનાવવાની જે મજૂરી થશે, તે તેઓ નહીં લે અને કડિયા કારીગર હોવાના નાતે તેઓ મફતમાં શૌચાલય બનાવી આપશે. ભોજપુરા ગામાં તેમણે પોતાની મહેનતથી, મહેનતાણું લીધા વિના, આ કામ પવિત્ર કામ છે એમ માનીને અત્યાર સુધીમાં તેમણે 100 શૌચાલયો બનાવી આપ્યાં છે. દિલીપસિંહ માલવિયાને હું અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અભિનંદન પાઠવું છું. દેશ વિષે કોઇ-કોઇ વાર નિરાશાની વાતો સાંભળીએ છીએ. પરંતુ આવા કરોડો દિલીપસિંહ છે જે આ દેશમાં પોતપોતાની રીતે કંઇક ને કંઇક સારૂં કરતા રહે છે. આ જ તો દેશની તાકાત છે ! આ જ તો દેશની આશા છે ! અને આ જ તો એ બાબતો છે જે દેશને આગળ ધપાવે છે ! અને ત્યારે મન કી બાતમાં દિલીપસિંહ માટે ગર્વ લેવો એમના માટે ગૌરવ કરવું બહુ સ્વાભાવિક લાગે છે. અનેક લોકોના અથાગ પ્રયાસોનું આ પરિણામ છે કે દેશ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે. કદમથી કદમ મેળવીને આગળ વધી રહ્યો છે. કદમથી કદમ મેળવીને સવા સો કરોડ દેશવાસીઓ એક એક ડગલું પોતે પણ આગળ વધી રહ્યા છે અને દેશને પણ આગલ વધારી રહ્યા છે. બહેતર શિક્ષણ, ઉત્તમ કૌશલ્ય તથા રોજગારની રોજ નવી તકો. ભલે એ નાગરિકોને વીમા સલામતિ કવચથી લઇને બેંકિંગ સુવિધાઓ પહોંચાડવાની વાત હોય. વૈશ્વિક ફલક પર વેપારધંધો કરવાની સરળતામાં સુધારો વેપાર અને નવો વ્યવસાય કરવા માટે સુવિધાજનક વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવી, એ મોટી વાત છે. સામાન્ય પરિવારના લોકો જે કયારેય બેંકના બારણાં સુધી નહોતાં પહોંચી શકતાં, તેમને મુદ્રા યોજના હેઠળ સરળ ધિરાણ ઉપલબ્ધ કરાવવું એ મોટું કામ છે.

આપણને ભારતીયોને જયારે એ જાણવા મળે છે કે પૂરૂં વિશ્વ યોગ પ્રત્યે આકર્ષાયું છે અને દુનિયાએ જયારે “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” ઉજવ્યો અને પૂરૂં વિશ્વ તેમાં જોડાયું ત્યારે આપણામાં વિશ્વાસ જન્મ્યો કે વાહ, આ જ તો છે ને હિંદુસ્તાન ! આ ભાવ જયારે પેદા થાય છે ને ? ત્યારે આપણે દેશના વિરાટરૂપના દર્શન કરીએ છીએ. યશોદા માત અને કૃષ્ણના એ પ્રસંગને કોણ ભૂલી શકે એમ છે ? જયારે બાલકૃષ્ણે પોતાનું મોં ખોલ્યું અને માતા યશોદાને પૂરા બ્રહ્માંડનાં દર્શન કરાવી દીધાં. ત્યારે તેમને પુત્રની તાકાતનો અહેસાસ થયો. યોગની ઘટનાએ ભારતને તે અહેવાસ કરાવ્યો છે.

સ્વચ્છતાની વાત એક રીતે તો ઘરેઘરમાં ગુંજી રહી છે. નાગરિકોની સહભાગીદારી પણ વધતી જઇ રહી છે. આઝાદીનાં આટલાં વર્ષો પછી જે ગામમાં વીજળીનો થાંભલો પહોંચતો હશે, તે ગામને અંધકાર દૂર થવાથી જે ઉત્સાહ અને ઉમંગ થાય છે તેની સીમા કેટલી હોય છે તેનો અંદાજ કદાચ આપણને શહેરોમાં રહેનારા લોકોને કે જે વીજળીનો ઉપયોગ કરે છે તેમને કયારેક નહીં આવી શકે. ભારત સરકારનો અને રાજય સરકારોને ઉર્જા વિભાગ તો પહેલાં પણ કામ કરતો જ હતો, પરંતુ જયારથી ગામોમાં વીજળી પહોંચાડવાનો જે 1000 દિવસનો સંકલ્પ કર્યો છે, અને દરરોજ જયારે એવાં ખબર મળે છે કે આજ તે ગામમાં વીજળી પહોંચી, અને આજ પેલા ગામમાં વીજળી પહોંચી, ત્યારે ખબરની સાથે સાથે તે ગામના ઉમંગ અને ઉત્સાહની ખબર પણ આપે છે. હજી સુધી પ્રસારમાધ્યમોમાં તેની વ્યાપક ચર્ચા નથી થઇ, પરંતુ મને ભરોસો છે કે, મીડિયા આવાં ગામોમાં ચોક્કસ પહોંચશે અને તેના કારણે સૌથી મોટો લાભ તો એ થશે કે સરકારના જે કર્મચારીઓ છે, જે આ કામ કરી રહ્યા છે, તેમને એટલો સંતોષ થશે, એટલો આનંદ મળશે કે તેમણે કાંઇક એવું કર્યું છે, જે કોઇ ગામની, કોઇ જીંદગીમાં પરિવર્તન લાવનારૂં છે. ખેડૂત હોય, ગરીબ હોય, યુવાન હોય, મહિલા હોય, શું આ બધા સુધી આ સઘળી સેવાઓ પહોંચવી જોઇએ કે ના પહોંચવી જોઇએ ? એટલા માટે જ ન પહોંચવી જોઇએ કે કે કઇ સરકારે શું કામ કર્યું અને કઇ સરકારે કામ નથી કર્યું તે જણાય. પરંતુ એટલા માટે પહોંચવી જોઇએ કે તેઓ જો આ બાબતના હકદાર છે તો તે હક જવા ન દે. તેમનો હક તેમને મળે તે માટે પણ તેમને જાણકારી મળવી જોઇએ ને ? આપણે સૌએ તે કોશિશ કરવી જોઇએ કે સાચી વાત, સારી વાત, અદના માનવીના કામની વાત, જેટલા વધુ લોકોને પહોંચી શકે તેટલાને પહોંચાડવી જોઇએ. આ પણ એક સેવાનું જ કામ છે. મેં મારી રીતે પણ આ કામ કરવાનો એક નાનકડો પ્રયાસ કર્યો છે. હું એકલો તો બધું નથી કરી શકવાનો. પરંતુ હું જે કરી રહ્યો છું તેમાંથી કંઇક તો મારે પણ કરવું જોઇએ ને ? એક સામાન્ય નાગરિક પણ પોતાના મોબાઇલ ફોન પર “નરેન્દ્ર મોદી એપ” ડાઉનલોડ કરીને મારી સાથે જોડાઇ શકે છે. અને આવી નાનીનાની વાતો હું તેના પર વહેંચતો રહું છું. અને મારા માટે આનંદની બાબત છે કે લોકો પણ મને ઘણી બધી બાબતો જણાવે છે. આમ પણ આપની રીતે ચોક્કસ આ પ્રયાસમાં જોડાવ. સવાસો કરોડ દેશવાસીઓ સુધી પહોંચાડવાનું છે. આપની મદદ વિના હું કેવી રીતે પહોંચીશ ? આવો, આપણે બધાં મળીને સામાન્ય માનવીના હિતોની વાતો, સામાન્ય માનવીની ભાષામાં પહોંચાડીએ અને તેમને પ્રેરિત કરીએ, તેમના હકની ચીજો મેળવવા માટે !!

મારા વ્હાલા નવયુવાન સાથીઓ, 15મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી મેં સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા વિષે પ્રાથમિક ચર્ચા કરી હતી. ત્યાર બાદ સરકારના બધા વિભાગોમાં પણ આ વાત ચાલી હતી. શું ભારત સ્ટાર્ટઅપ કેપિટલ બની શકે છે. ? શું આપણાં રાજયો વચ્ચે નવયુવાનો માટે એક ઉત્તમ તકના રૂપમાં નવાનવા સ્ટાર્ટઅપ, અનેકવિધ સ્ટાર્ટઅપ, નવી નવીનવી શોધખોળો ન શરૂ થાય ? પછી તે મેન્યુફેકચરીંગમાં હોય, સર્વિસ સેકટરમાં હોય, કે ખેતીક્ષેત્રમાં હોય. દરેક બાબતમાં નવીનતા, નવી પદ્ધતિ, નવી વિચારસરણી,.. દુનિયા નવીનતા વિના આગળ નથી વધી શકતી, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા યુવા પેઢી માટે એક બહુ મોટી તક લઇને આવી છે. મારા નવયુવાન સાથીઓ, 16મી જાન્યુઆરીએ ભારત સરકાર સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયાનો પૂરો એકશન પ્લાન કાર્યયોજના શરૂ કરાવવાની છે. કેવી રીતે થશે ? શું થશે ? શા માટે થશે ? અને આ કાર્યક્રમમાં દેશભરની આઇઆઇટી, આઇઆઇએમ, કેન્દ્રીય યુનિવર્સિટીઓ, એનઆઇટીઓ, જયાં પણ યુવાપેઢી છે તે સહુએ લાઇવ-કનેક્ટીવીટી દ્વારા આ કાર્યક્રમમાં જોડવામાં આવશે.

સ્ટાર્ટઅપ કે શરૂઆત માટે આપણે ત્યાં એક વિચારસરણી બંધાઇ ગઇ છે. જેમ કે, ડીઝીટલ વર્લ્ડ હોય અથવા આઇટી વ્યવસાય હોય, આ સ્ટાર્ટઅપ તેમના માટે જ છે. જી ના, આપણે તો તેમાં ભારતની જરૂરિયાત અનુસાર બદલાવ લાવવો છે. ગરીબ વ્યકિત ક્યાંક મજૂરી કરે છે, તેને શારીરીક શ્રમ પડે છે, પણ કોઇ નવયુવાન શોધખોળ દ્વારા એક એવી ચીજ બનાવે કે ગરીબને મજૂરીમાં થોડીક સુવિધા થઇ જાય. હું આને પણ સ્ટાર્ટઅપ માનું છું. હું બેંકોને કહીશ કે આવા નવયુવાનોને મદદ કરો. હું તેને પણ કહીશ કે હિંમતથી આગળ વધ. બજાર મળી રહેશે. તે જ રીતે આપણી યુવાપેઢીની બુદ્ધિસંપદા શું કેટલાંક શહેરો પૂરતી જ મર્યાદિત થોડી છે ? આ વિચારસરણી ખોટી છે. હિંદુસ્તાનના ખૂણેખૂણામાં નવયુવાનો પાસે પ્રતિભા છે, ચેમને તક મળવી જોઇએ. આ સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા કેટલાંક શહેરો પૂરતી મર્યાદિત નહીં રહેવી જોઇએ. અને હું રાજય સરકારોને પણ આગ્રહ કરૂં છું કે, આ બાબતને આપણે આગળ વધારીએ. 16 જાન્યુઆરીએ હું જરૂર આપની સમક્ષ ઉપસ્થિત થઇને વિસ્તારપૂર્વક આ વિષે વાતચીત કરીશ અને હંમેશાં આપનાં સૂચનો આવકાર્ય રહેશે. વ્હાલા નવયુવાન સાથીઓ, 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ છે. આ દેશના મારા જેવા કોટીકોટી લોકો છે. જેમને સ્વામી વિવેકાનંદજી પાસેથી પ્રેરણા મળી રહી છે. 1995થી 12મી જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદ જયંતિને (નેશનલ યૂથ ફેસ્ટીવલ) રાષ્ટ્રીય યુવા મહોત્સવના રૂપમાં ઉજવવામાં આવે છે. આ વર્ષે તે 12 જાન્યઆરીથી 16 જાન્યુઆરી સુધી છત્તીસગઢના રામપુરમાં યોજાવનો છે. અને મને જાણકારી મળી છે કે, આ વખતનો એમનો થીમ છે, કારણ કે, તેમનું આ આયોજન થીમ આધારિત હોય છે, તે થીમ બહુ સરસ છે, “ઇન્ડિયન યુથઃ ઓફ ડેવલપમેન્ટ સ્કિલ એન્ડ હાર્મની” મને જણાવવામાં આવ્યું છે કે તેમાં બધાં રાજયોના, હિન્દુસ્તાનના ખૂણેખૂણામાંથી 10 હજારથી વધુ યુવાનો એકઠા થવાના છે. એક લઘુભારતનું દ્રશ્ય ત્યાં ખડું થવાનું છે. યુવા ભારતનું દ્રશ્ય સર્જાવાનું છે. એક પ્રકારે સપનાઓનું પૂર નજરે પડવાનું છે. સંકલ્પનો અહેસાસ થવાનો છે. આ યુથા ફેસ્ટીવલ વિષે શું આપ મને સૂચનો કરી શકો છો ? હું ખાસ કરીને યુવા દોસ્તોને આગ્રહ કરૂં છું કે, મારૂં જે નરેન્દ્ર મોદી એપ છે. તેના પર આપ સીધા જ મને જ તમારા વિચારો મોકલો. હું આપના મનને જાણવા સમજવા માંગું છું અને તે આ નેશનલ યુથ ફેસ્ટીવલમાં પ્રતિબિંબિત થશે. તે માટે હું સરકારમાં યોગ્ય સૂચન પણ કરીશ, માહીતી સુચનાઓ પણ આપીશ. તો હું રાહ જોઇશ દોસ્તો, “નરેન્દ્ર મોદી એપ” પર યુવક મહોત્સવ વિષે આપના વિચારો જાણવા માટે…

અમદાવાદ ગુજરાતના દિલીપ ચૌહાણ, જેઓ એક વિઝ્યુઅલી ચેલેન્જ્ડ શિક્ષક છે, તેમણે તેમની શાળામાં એકસેસીબલ ઇન્ડિયા દિવસ ઉજવ્યો હતો. તેમણે મને ફોન કરીને પોતાની ભાવનાઓ વ્યકત કરી છે.

“સર, અને મારી શાળામાં એકસેસીબલ ઇન્ડિયા ઝુંબેશ ઉજવી હતી. હું વિઝ્યુઅલી ચેલેન્જ્ડ શિક્ષક છું. અને મેં વિકલાંગતાના પ્રશ્ને તથા વિશિષ્ટ શકિતવાળા લોકો વિષે કેવી રેતી જાગૃતિ ફેલાવી શકીએ અને મદદ કરી શકીએ તે વિષે 2000 બાળકોને સંબોધ્યાં હતાં. અને વિદ્યાર્થીઓનો પ્રતિસાદ અદભૂત હતો. અમે શાળામાં મજા કરી અને સમાજમાં વિકલાંગોને મદદ કરવા માટે બાળકોને પ્રેરણા અને પ્રોત્સાહન મળ્યાં હતાં. મને લાગે છે કે, આપના દ્વારા કરવામાં આવેલી મોટી પહેલી હતી.”

દિલીપજી તમને ખૂબખૂબ ધન્યવાદ. અને આપ તો પોતે જ આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો. આપ ખૂબ સારી રીતે આ બાબતોને સમજો છો અને આપે તો ઘણી બધી મુશ્કેલીઓ વેઠી હશે. કોઇકોઇ વાર સમાજમાં આ પ્રકારની વ્યકિતને મળવાની તક આવે છે. તો આપણા મનમાં કેટલાક વિચાર આવે છે. આપણે આપણી વિચારસરણી મુજબ તેમને જવાની પોતાની દ્રષ્ટિ પણ વ્યક્ત કરીએ છીએ. કેટલાય લોકો હોય છે જે અકસ્માતનો ભોગ બનવાના કારણે પોતાનું કોઇ અંગ ખોઇ બેસે છે. કેટલાક એવા લોકો હોય છે. જેમનામાં જન્મજાત જ કોઇ ક્ષતિ રહી જાય છે. અને એવા લોકો માટે જગમાં અનેક અનેક શબ્દપ્રયોગ થયા છે, પરંતુ શબ્દો પ્રત્યે હંમેશાં ચિંતન ચાલતું રહ્યું છે. દર વખતે લોકોને લાગે છે કે, ના-ના, તેમના માટે આ શબ્દની ઓળખ સારી નથી લાગતી, સન્માનજનક નથી લાગતી. અને તમે જોયું હશે કેટલા શબ્દો આવી ચૂક્યા છે. ક્યારેક હેન્ડીકેપ્ડ શબ્દ સાંભળીએ છીએ તો ક્યારેક અપંગ શબ્દ સાંભળીએ છીએ. તો ક્યારેક વળી વિશિષ્ટ શકિતવાળી વ્યકિત – એમ અનેક શબ્દ આવતા રહે છે. શબ્દોનું પણ એક મબત્વ હોય છે. એ વાત સાચી છે. આ વર્ષે ભારત સરકારે જયારે સુગમ્ય ભારત અભિયાનનો પ્રારંભ કર્યો, ત્યારે તે કાર્યક્રમમાં હું જવાનો હતો. પરંતુ તામિળનાડુના કેટલાક જિલ્લાઓમાં અને ખાસ કરીને ત્યાં જવાનો કાર્યક્રમ ગોઠવાયો એટલે તે દિવસે હું એ અભિયાન પ્રારંભ કાર્યક્રમમાં હાજર નહોતો રહી શક્યો. પરંતુ તે કાર્યક્રમમાં જવાનું હતું તે મારા મનમાં કંઇને કંઇ વિચાર ચાલતા રહેતા હતા. તો તે સમયે મારા મનમાં વિચાર આવ્યો હતો કે પરમાત્માએ જેમને શરીરમાં કોઇ ઉણપ આપી છે, કોઇ ક્ષતિ આપી છે, એકાદ અંગ બરાબર કામ મથી કરતું, તેમને પણે વિકલાંગ કહીએ છીએ અને વિકલાંગના રૂપમાં જાણીએ છીએ. પરંતુ ક્યારેક તેમના પરિચયમાં આવીએ છીએ તો ખબર પડે છે કે આપણને આંખોથી તેમની એક ઉણપ દેખાય છે. પરંતુ ઇશ્વરે તેમને કોઇ વિશેષ શકિત આપી હોય છે. પરમાત્માએ એક અનોખી શકિતનું તેમનામાં નિરૂપણ કરેલું હોય છે. આપણી આંખોતી આપણે જે નથી જોઇ શકતા, પરંતુ જયારે તેમને કોઇ કામ કરતા જોઇએ છીએ ત્યારે તેમની કાબેલિયત તરફ ધ્યાન જાય છે. કે અરે વાહ ! તે આ કેવી રીતે કરે છે. ? ત્યાર પછી મારા મનમાં વિચાર આવ્યો કે આંખોથી તો આપણને લાગે છે કે તે વિકલાંગ છે, પરંતુ અનુભવે લાગે છે કે તેની પાસે કોઇ એકસ્ટ્રા પાવર-વિશેષ શકિત છે. અને ત્યારે જતાં મારા મનમાં વિચાર આવ્યો કે, આપણા દેશમાં વિકલાંગના સ્થાને દિવ્યાંગ શબ્દનો ઉપયોગ કેમ ન કરવો ? આ એવા લોકો છે જેમની પાસે એવું અંગ છે કે એકથી વદુ એવાં અંગ છે, જેમાં દિવ્યતા છે, દિવ્ય શકિતનો સંચાર છે, જે આપણામાં, સામાન્ય શરીરવાળા પાસે નથી. મને આ શબ્દ ખૂબ સારો લાગે છે. શું મારા દેશવાસી, આપણે વિકલાંગતા સ્થાને દિવ્યાંગ શબ્દની આદત પ્રચલિત કરી શકીએ છીએ ? હું આશઆ રાખું છું કે, આ બાબતને આપ આગળ વધારશો.

આપણે સુગમ્ય ભારત અભિયાનની શરૂઆત કરી છે. તેના હેઠળ ભૌતિક અને અપ્રત્યક્ષ, બન્ને રીતે આંતરમાળખામાં સુધારો કરીને દિવ્યાંગ લોકો માટે તે સુગમ્ય બનાવીશું. શાળા હોય, બસ સ્ટેશન હોય, રેલવે સ્ટેશન હોય તેમાં રેમ્પ હોય. સુગમ્ય પાર્કિંગ, સુગમ્ય લિફ્ટ, બ્રેઇલ લિપી,.. કેટલી બધી બાબતો છે. આ બધામાં તેમને ઉપલબ્ધતા સરળ બનાવવા માટે નવીન શોધખોળ જોઇએ, ટેકનોલોજી જોઇએ, વ્યવસ્થા જોઇએ, સંવેદનશીલતા જોઇએ. આપણે આ કામનું બીડું ઉઠાવ્યું છે. લોકભાગીદારી પણ મળી રહી છે. લોકોને ગમ્યું છે. આપ પણ આપની રીતે ચોક્કસ તેમાં જોડાઇ શકો છો.

મારા વ્હાલા દેશવાસીઓ, સરકારીયોજનાઓ ત સતત આવતી જ રહે છે, ચાલતી રહે છે. પરંતુ આ યોજનાઓ હંમેશા પ્રાણવાન રહે તે ખૂબ જરૂરી છે. યોજનાઓ છેલ્લી વ્યકિત સુધી જીવંત રહેવી જોઇએ. તે ફાઇલોમાં મૃતપ્રાય નહીં હોવી જોઇએ. આખરે યોજના બને છે સામાન્ય વ્યકિત માટે, ગરીબ વ્યકિત માટે. ગત દિવસોમાં ભારત સરકારે એક પ્રયાસ કર્યો કે યોજનાઓના જે હકદાર છે તેમની પાસે સરળતાથી લાભ કેવી રીતે પહોંચે ? આપણા દેશમાં ગેસ સિલિન્ડરમાં સબસીડી અપાય છે. કરોડો રૂપિયા તેમાં જાય છે, પરંતુ હિસાબ કિતાબ ન્હોતો કે જે લાભાર્થીઓ છે તેમના સુદી આ પૈસા પહોંચે છે કે નથી પહોંચતા. સરકારે તેમાં થોડો ફેરફાર કર્યો. જનધન ખાતું હોય, આધારકાર્ડ હોય, એ બદાની મદદતી વિશ્વની સૌથી મોટી, લાર્જેસ્ટ ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર સ્કીમ દ્વારા સબસીડી સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં પહોંચાડવી. દેશવાસીઓને જણાવતાં મને ગર્વ થઇ રહ્યો છે કે તાજેતરમાં તેને ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેને સ્થાન મળી ગયું છે. તે દુનિયાની સૌથી મોટી ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર સ્કીમ છે જે સફળતાપૂર્વક અમલમાં મૂકી દેવામાં આવી છે. “પહેલ” નામથી આ યોજના જાણીતી છે અને પ્રયોગ ખૂબ સફળ રહ્યો છો. નવેંબર અંત સુધીમાં લગભગ 15 કરોડ રાંધણગેસ વાપરનારા નાગરિકો “પહલ” યોજનાના લાભાર્થી બની ચૂક્યા છે. 14 કરોડ લોકોના ખાતામાં બેંક ખાતામાં સરકારી પૈસા સીધા જવા લાગ્યા છે. નહીં કોઇ વચેટિયો, નહીં કોઇ ભલામણની જરૂર, નહીં કોઇ ભ્રષ્ટાચારની સંભાવના. એક તરફ આધારકાર્ડનું અભિયાન, બીજી તરફ જનધન ખાતું ખોલાવવાનું, ત્રીજી તરફ રાજય સરકાર અને ભારત સરકાર મળીને લાભાર્થીઓની યાદી તૈયાર કરે. તેને આધાર સાથે અને ખાતા સાથે જોડવાની, આ કામગીરી ચાલી રહી છે. ગ્રામ વિસ્તારોમાં રોજગારીની તક પૂરી પાડતી મનરેગા – યોજના છે તે મનરેગાના પૈસા અંગે હમણાં ઘણી ફરિયાદો આવતી હતી. કેટલાંય સ્થળે હવે આ પૈસા સીધા જ તે મજૂરી કરનારી વ્યકિતના ખાતામાં જમા થવા લાગ્યા છે. વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિમાં કેટલીયે મુશ્કેલીઓ પડતી હતી. ફરિયાદો પણ આવતી હતી. તેમાં પણ હવે શરૂઆત કરી દીધી છે. ધીરેધીરે આગળ વધારીશું. અત્યાર સુધીમાં અલગ અલગ યોજનાઓના માધ્યમથી લગભગ 40 હજાર કરોડ રૂપિયા સીધા જ લાભાર્થીના ખાતામાં જવા લાગ્યા છે. મારો ઉપર છલ્લો અંદાજ છે કે, લગભગ 35 થી 40 યોજનાઓનો સીધેસીધો ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફરની અંદર સમાવેશ કરાઇ રહ્યો છે.

મારા વ્હાલા દેશવાસીઓ, 26 જાન્યુઆરી, ભારતીય પ્રજાસત્તાક દિવસની એક સોનેરી પળ, એ પણ એક સુખદ સંયોગ છે કે, આ વખતે આપણા બંધારણના ઘડવૈયા ડૉકટર બાબા સાહેબ આંબેડકરની 125મી જયંતી છે. સંસદમાં પણ બે દિવસ બંધારણ પર વિશેષ ચર્ચા રાખવામાં આવી હતી અને બહુ સારો અનુભવ રહ્યો. બધા પક્ષોએ, સૌ સાંસદોએ બંધારણની પવિત્રતા, બંધારણનું મહત્વ, બંધારણને સાચા સ્વરૂપમાં સમજવું વગેરે અંગે ખૂબ ઉત્તમ ચર્ચા કરી. આ બાબતને આપણે આગળ વધારવી જોઇએ. પ્રજાસત્તાક દિવસ ખરા અર્થમાં જન જનને તંત્ર સાથે જોડી શકે છે ? આપણું બંધારણ આપણને ઘણા અધિકાર આપે છે અને અધિકારીનો ચર્ચા સાહજિક રીતે થાય છે, અને થવી પણ જોઇએ. તેનું પણ એટલું જ મહત્વ છે. પરંતુ બંધારણ કર્તવ્ય – ફરજ ઉપર પણ જોર આપે છે. પરંતુ એવું જોવામાં આવ્યું છે કે, કર્તવ્યની ચર્ચા બહુ ઓછી થાય છે. બહુ બહુ તો જયારે ચૂંટણીઓ હોય છે ત્યારે ચારેતરફ જાહેરખબરો હોય છે, દિવાલો પર લખવામાં આવે છે, હોર્ડીંગ મૂકવામાં આવે છે કે મતદાન કરવું આપણી પવિત્ર ફરજ છે. મતદાનના સમયે તો ફરજની વાત ખૂબ થાય છે, પરંતુ સાહજિક જીવનમાં પણ કેમ ફરજની વાતો ન થાય ? આ વર્ષે જયારે આપણે બાબાસાહેબ આંબેડકરની 125મી જયંતિ ઉજવી રહ્યા છીએ ત્યારે 26મી જાન્યુઆરીને નિમિત્ત બનાવીને શું આપણે શાળાઓમાં કોલેજોમાં, આપણાં ગામોમાં, આપણાં શહેરમાં, જુદાજુદા સમાજોમાં, સંગઠનોમાં કર્તવ્ય-ફરજ વિષય પર નિબંધ સ્પર્ધા, કાવ્ય સ્પર્ધા, વકતૃત્વ વગેરે યોજી શકીએ ખરા ? જો સવાસો કરોડ દેશવાસી કર્તવ્યભાવથી એક પછી એક ડગ માંડતા જઇએ તો કેટલો મોટો ઇતિહાસ રચી શકાય છે. પરંતુ ચર્ચાથી શરૂઆત તો કરીએ ! મારા મનમાં એક વિચાર આવે છે.. તમે જો મને 26મી જાન્યુઆર4 પહેલાં ડ્યુટી, ફરજ, કર્તવ્ય વિષે તમારી ભાષામાં, તમારી પોતાની ભાષા ઉપરાંત જો તમારે હિંદીમાં લખવું હોય તો હીંદીમાં, અંગ્રેજીમાં લખવું હોય તો અંગ્રેજીમાં, કર્તવ્ય પર કાવ્યરચના હોય, કર્તવ્ય પર એવું કોઇ લખાણ હોય, નિબંધ હોય તો તમે લખો. એ તમે મને મોકલી શકો છો ? હું આપના વિચારોને જાણાવા માંગું છું. મારા પોર્ટલ માય ગોવ પર એ મને મોકલો. હું ચોક્કસ જાણવા ઇચ્છીશ કે મારા દેશની યુવાપેઢી કર્તવ્ય વિષે શું વિચારે છે ?

એક નાનકડૂં સૂચન કરવાનું મન થાય છે. 26મી જાન્યુઆરીના દિવસે જયારે આપણે પ્રજાસત્તાક દિવસ ઉજવીએ છીએ ત્યારે આપણે નાગરિકો દ્વારા, શાળા કોલેજોના બાળકો દ્વારા, આપણા શહેરમાં જેટલી પણ મહાપુરૂષોની પ્રતિમાઓ છે. બાવલાં મૂક્યાં છે. તેની સફાઇ, તેના પરિસરની સફાઇ, ઉત્તમમાં ઉત્તમ સ્વચ્છતા, ઉત્તમાં ઉત્તમ સુશોભન 25 જાન્યુઆરી નિમિત્તે કરી શકીએ છીએ ખરા ? અને આ હું સરકારી રાહે નથી કહી રહ્યો. નાગરિકો દ્વારા થાય. જે મહાપૂરૂષોની પ્રતિમાઓ મૂકવા માટે આપણે એટલા બધા લાગણીશીલ હોઇએ છીએ પરંતુ બાદમાં પ્રતિમાની દેખભાળમાં આપણે એટલા જ ઉદાસીન હોઇએ છીએ. સમાજના નાતે, દેશના નાતે, શું તેને આપણો સહજ સ્વભાવ બનાવી શકીએ ખરા ? આ 26 જાન્યુઆરીએ આપણે સૌ મળીને પ્રયાસ કરીએ કે આવા મહાપુરૂષોની પ્રતિમાઓનું સન્માન, ત્યાંની સફાઇ, પરિસરની સફાઇ અને આ બધું જનતા જનાર્દન દ્વારા, નાગરિકો દ્વારા સહજરૂપથી થાય.

વ્હાલા દેશવાસીઓ, ફરી એકવાર નવા વર્ષની 2016ની ઘણી બધી શુભેચ્છાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ..

PIB, Ahmedabad