Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ટુમકુર જિલ્લામાં એચએએલના હેલિકોપ્ટર મેન્યુફેક્ચરીંગ નવા યુનિટના શિલારોપણ માટે તકતીનું અનાવરણ કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકમાં ટુમકુર જિલ્લામાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના હેલિકોપ્ટર મેન્યુફેક્ચરીંગના નવા એકમના શિલારોપણ માટે તકતીનું અનાવરણ કર્યું હતું.

આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ટુમકુરમાં શરૂ થનારું આ મેન્યુફેક્ચરીંગ યુનિટ સામાન્ય કે ચીલાચાલુ નહીં, પરંતુ એવું હશે, જેની સમગ્ર વિશ્વએ નોંધ લેવી પડશે.

પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીના પ્રસિદ્ધ સૂત્ર – જય જવાન, જય કિસાન – ને યાદ કરતાં કહ્યું હતું કે છેલ્લાં 50 વર્ષોમાં કૃષિ ક્ષેત્રે ઘણી પ્રગતિ થઈ અને દેશ હવે અનાજના ઉત્પાદનમાં સ્વ-નિર્ભર થયો છે. તેમણે દેશનાં સશસ્ત્ર દળો સર્વોત્તમ હોવાનું જણાવતા ઉમેર્યું કે હવે સશસ્ત્ર દળો જે હથિયારો અને સાધનો ધરાવે છે અને વાપરે છે, તે વિશ્વમાં સર્વશ્રેષ્ઠ હોય એ સુનિશ્ચિત કરવાનો સમય પાકી ગયો છે. અને આ માટે, ભારતે ખર્ચાળ હોય અને આધુનિક ટેકનોલોજી ન ધરાવતાં હોય તેવાં હથિયારોની આયાતો પરની નિર્ભરતાનો અંત લાવવો પડશે.

શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે સંરક્ષણને લગતાં સાધનોના ઉત્પાદન પર વધુ ભાર મૂકવાનું નક્કી કર્યું છે. તેમણે કહ્યું હતું કે ટુમકુરમાં જે હેલિકોપ્ટર્સનું મેન્યુફેક્ચરીંગ થશે, તે હેલિકોપ્ટર્સ અંતરિયાળ વિસ્તારોમાં ફરજ બજાવતા સૈનિકો માટે હશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ એકમમાં બનનારું પ્રથમ હેલિકોપ્ટરની ઉડાન વર્ષ 2018 સુધીમાં ભરાવી જોઈએ. આ ફેક્ટરીને પગલે 4000 પરિવારોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજીરોટી મળશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. તેમણે ડૉ. બાબાસાહેબ આંબેડકરના ભારતમાં ઔદ્યોગિકીકરણ અંગેના વિચારોને યાદ કરતા ઔદ્યોગિકીકરણ, ગરીબ અને કચડાયેલા વર્ગને સશક્ત બનાવવાનું સાધન હોવાનું તેમજ આ મેન્યુફેક્ચરીંગ એકમ પણ આ વિચારોને સાકાર કરવાની દિશામાં જ ભરાયેલું પગલું હોવાનું જણાવ્યું હતું.

આ પ્રસંગે કર્ણાટકના રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા, કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી સિદ્ધારમૈયા, કેન્દ્રિય મંત્રીઓ શ્રી મનોહર પારિકર, શ્રી ડી.વી. સદાનંદ ગૌડા, શ્રી અનંત કુમાર, અને રાજ્ય કક્ષાના કેન્દ્રિય મંત્રી શ્રી જી. એમ. સિદ્ધેશ્વર ઉપસ્થિત રહ્યા હતા.

AP/J.Khunt/GP