Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી જાપાનનાં ટોક્યોમાં ભારતીય સમુદાયને મળ્યા

પ્રધાનમંત્રી જાપાનનાં ટોક્યોમાં ભારતીય સમુદાયને મળ્યા

પ્રધાનમંત્રી જાપાનનાં ટોક્યોમાં ભારતીય સમુદાયને મળ્યા

પ્રધાનમંત્રી જાપાનનાં ટોક્યોમાં ભારતીય સમુદાયને મળ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ટોક્યોમાં ભારતીય સમુદાયને મળ્યાં હતાં. ભારતીય સમુદાયને પોતાનાં સંબોધનમાં પ્રધાનમંત્રીએ ભારત-જાપાન ભાગીદારીનાં કેટલાંક પાસાઓ વિશે વાત કરી હતી.

શ્રી મોદીએ જાપાનનાં પ્રધાનમંત્રી શિંજો આબે અને જાપાનનાં લોકોનો ઉષ્માસભર આતિથ્ય-સત્કાર અને સ્વાગત બદલ આભાર માન્યો હતો. તેમણે જાપાનમાં વસતાં ભારતીય સમુદાયને પણ દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.
ભારતીય સમુદાયને જાપાનમાં ભારતનાં રાજદૂત ગણાવતાં પ્રધાનમંત્રીએ તેમને ભારતમાં રોકાણ કરવા અને માતૃભૂમિ સાથે સાંસ્કૃતિક જોડાણ જાળવવા વિનંતી કરી હતી.

છેલ્લાં ચાર વર્ષમાં ભારત સરકારની સિદ્ધિઓ વિશે જણાવતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારત ‘ઇન્ડિયન સોલ્યુશન્સ – ગ્લોબલ એપ્લિકેશન્સ’નાં જુસ્સા સાથે સતત કામ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતનું નાણાકીય સર્વસમાવેશકતાનું મોડલ, ખાસ કરીને જેએએમ (જન ધન યોજના, મોબાઇલ, આધાર) અને ડિજિટલ વ્યવહારોનાં મોડલની દુનિયાભરમાં પ્રશંસા થઈ છે.

પ્રધાનમંત્રીએ ભારતમાં અંતરિક્ષ કાર્યક્રમ અને મજબૂત ડિજિટલ માળખાની સફળતા વિશે પણ જણાવ્યુ હતુ. તેમણે ઉમેર્યુ હતુ કે, ‘મેક ઇન ઇન્ડિયા’ કાર્યક્રમે ભારતને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઓટોમોબાઇલ મેનુફેક્ચરિંગ માટે આંતરરાષ્ટ્રીય કેન્દ્ર બનાવી દીધું છે.

પ્રધાનમંત્રીએ ‘નવા ભારત’નાં નિર્માણ માટે સ્માર્ટ માળખાગત સુવિધા ઊભી કરવામાં જાપાનનાં પ્રદાન પર ભાર મૂક્યો હતો. તેમણે ભારતીય સમુદાયને ભારત અને જાપાન વચ્ચે સતત સંબંધો સુધારવા માટે મહેનત કરવા વિનંતી કરી હતી.

પ્રધાનમંત્રી જાપાનનાં બે દિવસનાં પ્રવાસે છે.

RP