Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ એનડીએમએની છઠ્ઠી બેઠકની અધ્યક્ષતા કરી

પ્રધાનમંત્રીએ એનડીએમએની છઠ્ઠી બેઠકની અધ્યક્ષતા કરી

પ્રધાનમંત્રીએ એનડીએમએની છઠ્ઠી બેઠકની અધ્યક્ષતા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય આપત્તિ વ્યાવસ્થાપન સત્તામંડળ (એનડીએમએ)ની છઠ્ઠી બેઠકની અધ્યક્ષતા કરી હતી.

પ્રધાનમંત્રીએ દેશમાં આવતી વિવિધ આપત્તિઓનું અસરકારક નિવારણ કરવા અને વ્યવસ્થાપન કરવાની એનડીએમએની જુદી-જુદી કામગીરીઓની સમીક્ષા કરી હતી. તેમણે એનડીએમએ દ્વારા હાથ ધરાયેલા વિવિધ ચાલુ પ્રોજેક્ટની સમીક્ષા પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ જાન-માલનું રક્ષણ કરવા અસરકારક કામગીરી હાથ ધરવા વધારે સહિયારી કવાયતો કરવા વિવિધ હિતધારકો વચ્ચે શ્રેષ્ઠ સંકલનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

આ બેઠકમાં એનડીએમએનાં સભ્યો અને અધિકારીઓ ઉપરાંત કેન્દ્રિય ગૃહ મંત્રી શ્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય નાણામંત્રી શ્રી અરુણ જેટલી અને કેન્દ્રિય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી રાધા મોહન સિંહ ઉપસ્થિત રહ્યા હતા.

J.Khunt/RP