Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ દલિત ઉદ્યમિઓના રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રીએ દલિત ઉદ્યમિઓના રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રીએ દલિત ઉદ્યમિઓના રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રીએ દલિત ઉદ્યમિઓના રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રીએ દલિત ઉદ્યમિઓના રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દલિત ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (ડિકકી)દ્વારા નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજીત દલિત ઉદ્યમીઓના રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું.

આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ પોતાના “મન કી બાત ”કાર્યક્રમને યાદ કર્યો, જયાં તેમણે લોકોને આહ્વવાન કર્યુ હતું કે તેઓ ન માત્ર પોતાના અધિકારો વિશે વાત કરે પરંતુ પોતાના કર્તવ્યોની પણ ચર્ચા કરે. પ્રધાનમંત્રીએ કહ્યું કે અહીંયા હાજર દલિત ઉદ્યમીઓએ ન માત્ર પોતાના કર્તવ્યોની વાત કરી પરંતુ તેનું સફળતાપૂર્વક પૂરા પણ કર્યા.

ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું ડૉ. આંબેડકરને વ્યાપક રૂપે આપણા બંધારણ નિર્માતા તરીકે જ યાદ કરવામાં આવે છે, જ્યારે કે તે મહાન અર્થશાસ્ત્રી પણ હતા. તેમણે ડો. આંબેડકરના ભારતના ઔદ્યોગિકીકરણની પરિકલ્પનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે દલિત, જે પોતે જમીન વિહોણા છે, માત્ર ઔદ્યોગિકીકરણના માધ્યમથી જ પ્રગતિ કરી શકે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે નાણાકીય સમાવેશન કેન્દ્ર સરકારના ફોકસનું મૂળ છે, જે નોકરી ઈચ્છનાર નહીં, નોકરી પ્રદાન કરનાર તૈયાર કરશે. આ સંદર્ભમાં તેમણે પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત અપાતા ઋણનો ઉલ્લેખ કર્યો. તેમણે પ્રથમ પેઢીના ઉદ્યમીઓ માટે ઉદ્યમ મૂડી નિધિ એટલે કે વેન્ચર કેપીટલ ફંડનો પણ ઉલ્લેખ કર્યો.

પ્રધાનમંત્રીએ દલિત ઉદ્યમીઓને આશ્વાસન આપ્યું કે સરકાર તેમના લાભ માટે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે આ સભામાં હાજર સદસ્યોની સફળતા વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરી રહેલા બીજા વ્યકિતઓને પ્રેરીત કરી શકે છે.

પ્રધાનમંત્રીએ દલિત ઉદ્યમીઓને પાંચ વ્યવસાયિક ઉત્કૃષ્ટતા પુરસ્કાર પ્રદાન કર્યા.

આ પ્રસંગે સામાજીક ન્યાય તેમજ અધિકારીતા મંત્રી શ્રી થાવરચંદ ગહલોત પણ હાજર હતા.

J.Khunt/DK