Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે નેશનલ જ્યુટ મેનુફેક્ચર્સ કોર્પોરેશન લિમિટેડ અને એની સહાયક કંપની બર્ડ્સ જ્યૂટ એન્ડ એક્ષ્પોર્ટ્સ લિમિટેડને બંધ કરવા માટે મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નેશનલ જ્યુટ મેનુફેક્ચર્સ કોર્પોરેશન લિમિટેડ અને એની સહાયક કંપની બર્ડ્સ જ્યૂટ એન્ડ એક્ષ્પોર્ટ્સ લિમિટેડને બંધ કરવા માટે મંજૂરી આપી દીધી છે.

 

બંધ કરવાની પ્રક્રિયાઃ

  1. નક્કી થયેલી અસ્કયામતો અને ચાલુ અસ્કયામતોનો નિકાલ 14/06/2018નાં ડીપીઈનાં સૂચનો અનુસાર થશે અને ઋણની ચુકવણી પછી અસ્કયામતોનાં વેચાણમાંથી પ્રાપ્ત રકમ ભારતનાં સંચિત ભંડોળમાં જમા કરાવવામાં આવશે.
  2. 14/06/2018નાં ડીપીઈનાં સૂચનો અનુસાર અસ્કયામતોનાં નિકાલ માટે જમીન વ્યવસ્થાપન સંસ્થા (એલએમએ)ની સેવા લેવામાં આવશે. એલએમએને સૂચના આપવામાં આવી છે કે, તે ડીપીઈનાં સૂચનો અનુસાર નિકાલ માટેની કામગીરી શરૂ કરતાં અગાઉ અસ્કયામતોની સંપૂર્ણપણે ખરાઈ કરશે.
  3. વસ્ત્ર મંત્રાલયનાં બીજેઈએલની કોઈ પણ જમીન કે મકાનનો ઉપયોગ પોતાનાં માટે કે પોતાની કોઈ જાહેર સંસ્થા માટે કરવાનો પ્રસ્તાવ મળ્યો નથી અને તેની સૂચના જમીન વ્યવસ્થાપન સંસ્થાને પ્રત્યક્ષ સ્વરૂપે આપવામાં આવશે.

 

લાભઃ

આ નિર્ણયથી સરકારી ખજાનામાં બંને ખોટમાં ચાલતાં જાહેર સાહસોનાં સંચાલનમાં થતા ખર્ચને ઘટાડવાનો લાભ મળશે. આ પ્રસ્તાવથી ખોટમાં ચાલતી કંપનીઓને બંધ કરવામાં મદદ મળશે અને ઉપયોગી કાર્ય માટે કે વિકાસ માટે નાણાકીય સંસાધન એકત્ર કરવા માટે કિંમતી અસ્કયામતોની ફાળવણી સુનિશ્ચિત થશે.

બંને જાહેર સંસ્થાઓની જમીનનો ઉપયોગ જાહેર કામકાજ/સમાજનાં સંપૂર્ણ વિકાસ માટે સરકારી કાર્યથી કરવામાં આવશે.

 

પૃષ્ઠભૂમિઃ

  1. એનજેએમસી અનેક વર્ષોથી ખોટમાં ચાલે છે અને 1993થી એને બીઆઈએફઆરનાં વિચાર માટે મોકલવામાં આવી છે. કંપનીનું મુખ્ય ઉત્પાદન બોરી હતું, જેનો ઉપયોગ વિવિધ રાજ્ય સરકારો અનાજનાં પેકેજિંગ માટે કરતી હતી. ઘણાં વર્ષોથી શણની બોરીની માંગમાં ઘટાડો થયો છે અને કંપની ચલાવવા માટે આ વાણિજ્યિક રીતે લાભદાયક નથી એવો અનુભવ પણ થયો છે.
  2. એનજેએમસીની મિલો કિનીસન  મિલ, તીતાગઢ, ખરદા મિલ, ખરદા અને આરબીએચએમ મિલ, કટિહારનાં પુનરોદ્ધાર માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો અને આ વર્ષ 2016થી સ્થગિત છે (છેલ્લી મિલ કિનીસન જ્યૂટ મિલ 31/08/2016નાં રોજ બંદ કરવામાં આવી હતી), કારણ કે કોન્ટ્રાક્ટર કાર્યક્ષમતા લાગુ કરવા અને સ્થાનિક કામદારોની સમસ્યાનું સમાધાન લાવી શક્યાં નહોતાં. આઉટસોર્સિંગનાં વિવિધ મોડલ લાગુ કરવાનો પ્રયાસ થયો હતો, પણ તેમાં સફળતા મળી નહોતી. અગાઉની કામગીરી, બજારની સ્થિતિ અને પ્લાસ્ટિક સામે સ્પર્ધા તથા ખાનગી જ્યુટ મિલોની ક્ષમતાને ધ્યાનમાં રાખીને જોવા મળ્યું છે કે, એનજેએમસી સંચાલન લાભોનાં માધ્યમથી પોતાની ઋણાત્મક શુદ્ધ સંપત્તિને સુધારવાની સ્થિતિમાં નથી. કોઈ સ્ટાફ/શ્રમિક નથી એટલે એને બંધ કરવી જોઈએ.
  3. એનજેએમસીની સહાયક કંપની બીજેઈએલનો મામલો બીઆઈએફઆરને મોકલવામાં આવ્યો, જેણે કંપનીનાં પુનરોત્થાન પર વિચાર કર્યો હતો. પરંતુ આ યોજના લાગુ થઈ શકી નહોતી, કારણ કે પશ્ચિમ બંગાળની સરકાર જમીનનાં ઉપયોગમાં પરિવર્તન કરવા સંમત થઈ નહોતી અને ત્રણ વર્ષનાં વિલંબ પછી એએસીમાં રાજ્ય સરકારનાં પ્રતિનિધિની નિમણૂક થઈ નહોતી. બીજેઈએલમાં કોઈ સ્ટાફ નથી. ફેક્ટરીનું સંચાલન થતું નથી એટલે એને બંધ કરવાથી કોઈ વિપરીત અસર નહીં થાય.

 

NP/J.Khunt/GP/RP