Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે વસ્તુ અને સેવા કર માળખામાં સરકારની માલિકી વધારવા અને વર્તમાન માળખાને ટ્રાન્જીશનલ પ્લાન સાથે બદલી નાખવાની મંજૂરી આપી


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે વસ્તુ અને સેવા કર નેટવર્કમાં (જીએસટીએન) સરકારની માલિકીને વધારવા અને વર્તમાન માળખાને ટ્રાન્જીશનલ પ્લાન સાથે નીચે મુજબ બદલવા માટે મંજૂરી આપી દીધી છે:

  • જીએસટીએનમાં બિન સરકારી સંસ્થાઓ દ્વારા રાખવામાં આવેલી સંપૂર્ણ 51 ટકા ઇક્વિટીનું સંપાદન માલિકી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સરખા ભાગે કરવામાં આવશે અને જીએસટીએન બોર્ડને ખાનગી કંપનીઓ દ્વારા હસ્તગત કરાયેલ ઇક્વિટીને જપ્ત કરવાની પ્રક્રિયા હાથ ધરવાની પરવાનગી અપાશે.
  • જીએસટીએનનું પુનર્ગઠન, જેમાં 100 ટકા સરકારી માલિકી હશે અને કેન્દ્ર (50 ટકા) અને રાજ્યો (50 ટકા) વચ્ચે ઇક્વિટી માળખું રહેશે.
  • જીએસટીએન બોર્ડની વર્તમાન રચનામાં પરિવર્તનની પરવાનગી આપી કેન્દ્ર તથા રાજ્યોમાંથી ત્રણ ડાયરેક્ટર, બોર્ડ ઑફ ડાયરેક્ટર્સ દ્વારા નામાંકિત ત્રણ અન્ય સ્વતંત્ર ડાયરેક્ટર તેમજ એક ચેરમેન અને સીઈઓ. આમ, કુલ ડાયરેક્ટરની સંખ્યા 11 છે.

 

 

NP/J.Khunt/GP/RP