Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

અમેરીકી રાષ્ટ્રપતિની સાથે પ્રધાનમંત્રીની ટેલિફોન પર વાતચીત


અમેરિકી રાષ્ટ્રપતિ શ્રી બરાક ઓબામાએ મંગળવાર, 8 ડિસેમ્બર, 2015ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ફોન કર્યો. આ દરમિયાન પ્રધાનમંત્રીએ હાલમાં કેલિફોર્નિયામાં થયેલા ગોળીબારની ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે રાષ્ટ્રપતિ ઓબામા સમક્ષ પોતાની સંવેદના વ્યક્ત કરી.

બંને નેતાઓની વાતચીત પેરિસમાં ચાલી રહેલા બધા પક્ષોના સંમેલન (સીઓપી 21) પર કેન્દ્રિત હતી. બંને નેતાઓએ વિકાસશીલ દેશોની પ્રગતિમાં અવરોધ ઉભા કર્યા વિના જળવાયુ પરિવર્તન સાથે સંબંધિત મુદ્દાઓના સમાધાન માટે રચનાત્મક વચનબદ્ધતાને લઈને પોતાની મજબૂત પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી. આ મુદ્દાઓ પર પેરિસ સંમેલનમાં ચર્ચા થઈ રહી છે. બંને નેતાઓએ આગળ પણ એક-બીજાના સંપર્કમાં રહેવા પર સહમતિ વ્યક્ત કરી છે.

UM/AP/J.Khunt/GP