પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી કેન્દ્રિય કેબિનેટે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પરિક્ષેત્રોના એકબીજાને હસ્તાંતરણ પછી બાંગ્લાદેશની પરિક્ષેત્ર અને કૂચબિહાર જિલ્લાના પુનર્વસવાટના પેકેજ અને આંતરમાળખાના સુધારાને મંજૂરી આપી છે.
આ કાર્યની વિવિધ અંગભૂત બાબતોના અમલમાં કૂલ લગભગ રૂ. ૧૦૦૫.૯૯ કરોડનો નાણાકીય ખર્ચ થવાની ધારણા છે. આમાં કૂચબિહાર જિલ્લો તથા ભારતમાંના બાંગ્લાદેશી પરિક્ષેત્રોને (ભારતના પ્રદેશની અંદરનો બાંગ્લાદેશનો મુલક) મજબૂત કરવાના તથા આંતરમાળખાની સગવડો ઉભી કરવાના રૂ. ૮૯૮.૫૦ કરોડના સ્થાયી-ફિકસ્ડ ખર્ચનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પુનર્વસવાટ માટે જેમાં વધઘટ થઈ શકે એવો રૂ.૧૦૭.૪૯ કરોડનો ખર્ચ થવાની સંભાવનાં છે. આ અંગેના પ્રત્યક્ષ ખર્ચનો આધાર ભારત પાછા ફરનારા કુટુંબોની સંખ્યા ઉપર રહેશે.
આ પેકેજ વગેરેના તમામ કામોનો અમલ સંબંધિત રાજ્ય સરકાર અથવા એની એજન્સીઓ દ્વારા ૩ થી ૫વર્ષના સમયગાળામાં કરવામાં આવશે અને આ માટેનાં નાણાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય રાજ્ય સરકારને અનુદાન સહાય – ગ્રાન્ટ-ઈન એઈડ તરીકે પૂરા પાડશે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પરિક્ષેત્રોના હસ્તાંતરણ પછી, બાંગ્લાદેશી પરિક્ષેત્રો અને કૂચબિહાર જિલ્લા પુનર્વસવાટના પેકેજ અને આંતરમાળખાના સુધારાની કામગીરી પશ્ચિમ બંગાળની સરકાર તરફથી મળેલી બે દરખાસ્તો પછી હાથ ધરાઈ છે.
પૂનર્વસવાટનાં પગલાં જેવા કે આંતરમાળખાના વિકાસ અને પુનર્વસવાટ માટેની સહાય વિભિન્ન વિસ્તારો અને લોકોના અંતરાય વિહોણા એકીકારણમાં મદદરૂપ બનશે.
AP/J.Khunt/DK