Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે નવી મેડીકલ કોલેજની સ્થાપના કરવા માટે શ્રમ કલ્યાણ સંગઠન અંતર્ગત કેન્દ્રીય હોસ્પિટલને ઝારખંડના કરમા ખાતે ખસેડવા માટે મંજૂરી આપી


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે શ્રમ અને રોજગાર મંત્રાલય અંતર્ગત કર્મા ઝારખંડની કેન્દ્રીય હોસ્પિટલને તેની જમીન અને ઈમારત સહિત વિના મુલ્યે ઝારખંડ સરકારને સ્થાનાંતરિત કરવા માટે મંજૂરી આપી દીધી છે. તેનો હેતુ મેડીકલ કોલેજોની સ્થાપનાને લગતી કેન્દ્ર સરકાર દ્વારા અમલી યોજના (સીએસએસ) હેઠળ એક નવી મેડીકલ કોલેજની સ્થાપના કરવાનો છે. તે વર્તમાન જિલ્લા/રેફરલ હોસ્પિટલો સાથે જોડાયેલ હશે અને સ્થાનિક ક્ષેત્રમાં લોકોના આરોગ્યને લગતી સેવાઓ પૂરી પાડશે.

અમલીકરણની વ્યૂહરચના અને લક્ષ્યાંકો:

કેન્દ્રીય હોસ્પિટલને તેની જમીન અને મકાન સહિત 3 મહિનાની અંદર ઝારખંડ સરકારને સ્થળાંતરિત કરવામાં આવશે. સ્ટાફ વગેરેનું સ્થળાંતર/સમાવેશન સહિત અન્ય બાબતોને ધ્યાનમાં રાખીને શ્રમ અને કેન્દ્રીય શ્રમ રોજગાર મંત્રાલય તેમજ રાજ્ય સરકાર વચ્ચે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે.

મુખ્ય અસરો:

આ પ્રસ્તાવ વડે દેશમાં પ્રતિવર્ષ તાલીમ મેળવનાર ડોકટરોની સંખ્યામાં અભિવૃદ્ધિ થશે. તેનાથી ક્ષેત્રમાં અને આસપાસના વિસ્તારોમાં સામાન્ય લોકોને ઉપલબ્ધ થનારી આરોગ્ય સેવાઓ તેમજ સ્વાસ્થ્ય સેવા સંરચનામાં સુધારો કરવામાં સહાયતા મળશે.

પૂર્વભૂમિકા:

શ્રમ અને રોજગાર મંત્રાલય પોતાની હોસ્પિટલો અને ડિસ્પેન્સરીઓના માધ્યમથી અસંગઠિત ક્ષેત્રમાં ચોક્કસ શ્રેણીના કામદારો અને તેમના આશ્રિતોને આરોગ્ય કાળજી સુવિધાઓ પૂરી પાડે છે. કરમા, ઝારખંડની માઈકા ખાણો અને બીડી કામદારોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા 150 પથારીઓની હોસ્પિટલ (તે જ પરિસરમાં 50 પથારીવાળી ટીબીની હોસ્પિટલ સહિત) સ્થાપવામાં આવ્યી હતી. ઝારખંડ સરકારે આ ક્ષેત્રમાં એક નવી મેડીકલ કોલેજ સ્થાપવા માટે કરમા ખાતેની કેન્દ્રીય હોસ્પિટલને તેની જમીન અને ઈમારત સહિત વિના મૂલ્યે સ્થળાંતરિત કરવા માટેની દરખાસ્ત મૂકી હતી.

RP