Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

જીવન વીમા નિગમ (એલઆઇસી) આઇડીબીઆઈ બેંકનાં નિયંત્રણકારી હિસ્સાનું અધિગ્રહણ કરશે


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આઈડીબીઆઈ બેંકમાં સરકારનો હિસ્સો ઘટાડીને 50 ટકાથી ઓછો કરવાની મંજૂરી આપી દીધી છે. મંત્રીમંડળે બેંકમાં પ્રમોટર સ્વરૂપે ભારતીય જીવન વીમા નિગમ (એલઆઇસી) દ્વારા અધિમાન્ય ફાળવણી/ઇક્વિટીની ઓપન ઑફરનાં માધ્યમથી તથા બેંકમાં સરકાર દ્વારા વ્યવસ્થાપન નિયંત્રણ છોડવાથી બેંકનાં નિયંત્રણકારક હિસ્સાનાં અધિગ્રહણને મંજૂરી આપી દીધી છે.

અસરઃ

  1. આ હસ્તાંતરણ કે અધિગ્રહણથી ઉપભોક્તાઓ, એલઆઇસી અને બેંકને સમન્વયનો વિસ્તૃત લાભ મળશે.
  2. એલઆઇસી અને આઇડીબીઆઈ બેંકને મોટું બજાર મળવાનો, વિતરણ ખર્ચમાં ઘટાડો થવાનો અને ઉપભોક્તા મેળવવાનો, મહત્તમ ક્ષમતા અને સંચાલનમાં લવચીકતા આવવાનો તેમજ એકબીજાને ઉત્પાદનો અને સેવાઓનાં વેચાણની વધારે તકનો લાભ મળશે.
  3. તેનાથી એલઆઇસી અને બેંકને નાણાકીય રીતે મજબૂત બનવામાં મદદ મળશે અને તેમની સહાયક કંપનીઓને હાઉસિંગ ફાઇનાન્સ તથા મ્યુચ્યુઅલ ફંડ જેવા નાણાકીય ઉત્પાદન બજારમાં લાવવામાં મદદ મળશે.
  4. ઉપરાંત બેંકિંગ સેવાઓ માટે બેંકનાં 11 લાખ એલઆઇસી એજન્ટોની સેવાઓનો લાભ ઘરઆંગણે મળવાની તક ઉપલબ્ધ થશે અને તેને ઉપભોક્તા સેવાઓમાં સુધારો અને નાણાકીય સર્વસમાવેશકતાને વિસ્તૃત બનાવવાની તક મળશે.
  5. બેંક ઓછા ખર્ચની ડિપોઝિટ મારફતે ભંડોળનાં ઓછાં ખર્ચ અને પેમેન્ટ સેવાઓમાંથી ફીની આવકની દ્રષ્ટિએ લાભ મેળવવાની વધારે સારી સ્થિતિમાં રહેશે.
  6. એલઆઇસીને બેંકની 1,916 શાખાઓનાં નેટવર્ક મારફતે (એટલે કે બેંક દ્વારા વીમા ઉત્પાદનોનું વેચાણ) વીમા સેવાઓ વેચવાનો લાભ મળશે. એલઆઇસી બેંકની રોકડ વ્યવસ્થાપન સેવાઓનો લાભ પણ મેળવશે.
  7. એલઆઇસીનું નાણાકીય સમૂહ બનવાનું વિઝન સાકાર થવાનો લાભ મળશે.
  8. ઉપભોક્તાઓને એકછત નીચે નાણાકીય સેવાઓનો લાભ મળશે અને એલઆઇસી જીવન વીમા કવચની પહોંચ સારી રીતે વધારી શકશે.

પૃષ્ઠભૂમિ :

નાણાંમંત્રીએ વર્ષ 2016માં પોતાનાં બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે આઇડીબીઆઈ બેંકમાં પરિવર્તનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને સરકાર આ પ્રક્રિયાને ચાલુ રાખશે તથા પોતાનો હિસ્સો ઘટાડીને 50 ટકાથી ઓછાં કરવાનાં વિકલ્પ પર વિચાર કરશે. આ ઘોષણાને ધ્યાનમાં રાખીને એલઆઇસીએ બોર્ડની મંજૂરી સાથે આઇડીબીઆઈ બેંકમાં નિયંત્રણકારી હિસ્સાનું હસ્તાંતરણ કરવા માટે ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (આઇઆરડીએઆઈ) પાસેથી મંજૂરી માંગી હતી. એલઆઇસીએ આઇઆરડીએઆઈ પાસેથી મંજૂરી મળતાં આઇડીબીઆઈ બેંકનાં 51 ટકા નિયંત્રણકારી હિસ્સાનાં હસ્તાંતરણમાં રસ દાખવ્યો છે. તેનાં બદલામાં બેંકે બોર્ડ દ્વારા વિચાર કર્યા પછી પ્રસ્તાવિત અધિગ્રહણનાં પરિણામ સ્વરૂપે સરકારનો હિસ્સો 51 ટકાથી ઓછો કરવાનાં સરકારનાં નિર્ણયની જાણકારી માંગી છે.

 

RP